Home /News /national-international /150 વર્ષથી ઘરની પાછળ દટાયેલા હતા 8 માટલા: ખોલીને જોયું તો રાતોરાત નસીબ ચમકી ગયું, કરોડોનો ખજાનો મળ્યો

150 વર્ષથી ઘરની પાછળ દટાયેલા હતા 8 માટલા: ખોલીને જોયું તો રાતોરાત નસીબ ચમકી ગયું, કરોડોનો ખજાનો મળ્યો

ઝાડ નીચે દટાયેલા માટલામાંથી મળ્યા સોનાના સિક્કા ( AP via nbc news)

કેલિફોર્નિયાના ગોલ્ડ કંટ્રી વિસ્તારમાં કપલ વર્ષોથી એક 150 વર્ષ જૂના મકાનમાં રહેતા હતા. આપને જણાવી દઈએ કે, કેલિફોર્નિયાનો ગોલ્ડ કંટ્રી વિસ્તાર ખનીજો અને સોનાની ખાણ માટે ફેમસ છે.

    viral news: દરેક માણસ પોતાના જીવનમાં વિચારતો હોય છે કે, તેને પૈસા કમાવાનો શોર્ટકટ મળી જાય અને રાતોરાત અમીર બની જાય. પણ પૈસા કાંઈ ઝાડ પર તો ઉગતા નથી કે પાનની માફક તોડીને તેનો ઉપયોગ કરી શકાય. ઘણી વાર લોકોની કિસ્મત એવી ચમકી જતી હોય છે કે, તેમના હાથમાં કોઈ લોટરી અથવા ધન અચાનક જ લાગી જાય છે અને તે રાતોરાત અમીર બની જાય છે. આવું જ કંઈ થોડા સમય પહેલા અમેરિકાના એક કપલ સાથે થયું હતું. જેના સમાચાર મોટા ભાગે સોશિયલ મીડિયા પર વાયરલ થતાં રહે છે. આજે અમે આની સાથે જ જોડાયેલ એક કિસ્સો બતાવા જઈ રહ્યા છીએ.

    આ પણ વાંચો: વિશ્વ પર પરમાણુ હુમલાનો ખતરો, 5 અજબ લોકોના જીવ જોખમામાં, વિશેષજ્ઞોએ આપી ચેતાવણી

    એનબીસી ન્યૂઝ વેબસાઈટની વર્ષ 2014ના એક રિપોર્ટ અનુસાર ઉત્તરી કેલિફોર્નિયાના ગોલ્ડ કંટ્રી વિસ્તારમાં કપલ વર્ષોથી એક 150 વર્ષ જૂના મકાનમાં રહેતા હતા. આપને જણાવી દઈએ કે, કેલિફોર્નિયાનો ગોલ્ડ કંટ્રી વિસ્તાર ખનીજો અને સોનાની ખાણ માટે ફેમસ છે. કપલ ઘરમાં વર્ષોથી રહેતું હતું અને અહીં તેઓ એક એક વિસ્તાર અને શેરીઓ ગલીઓથી જાણકાર હતા. જો કે, તેમનું ધ્યાન એક ઝાડ નીચે દટાયેલા એલ્યુમિનિયમના માટલા પર ક્યારેય ન પડી.


    માટલામાંથી નિકળ્યા 1427 સિક્કા


    એક વાર તેઓ પોતાના કુતરાને લઈને ગાર્ડનમાં ફરવા માટે નિકળ્યા, જ્યાં તેમની નજર ઝાડ નીચે દટાયેલા માટલા પર પડી. જ્યારે તેમણે માટલું બહાર કાઢ્યું તો, અંદરથી એક બે નહીં પણ 8 એલ્યુમિનિયમના કૈન નિકળ્યા. તેની અંદર સોનાના સિક્કા હતા. આ સિક્કાને કપલે જ્યારે ગણ્યા તો, તેમના તો હોશ ઉડી ગયા કારણ કે તે કુલ 1427 સિક્કા હતા અને 8 કૈનમાં રાખીને તેને જમીનમાં દાંટી દેવામાં આવ્યા હતા. રિપોર્ટ અનુસાર, તે સિક્કા વર્ષ 1847થી લઈને 1894 વચ્ચેના છે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Rare Gold Coin, Viral news

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन