હાલમાં જ એક શખ્સે કંઈક આવુ જ કર્યું અને એક સાંઢ સાથે ફોટો પડાવવાની કોશિશ કરી હતી. બાદમાં આ જાનવરે જે કર્યું તે, જોઈને આપ પણ હેરાન રહી જશો અને હસવા માટે મજબૂર થઈ જશો.
કોઈ પણ જાનવર ત્યાં સુધી જ શાંત હોય છે, જ્યાં સુધી તેને માણસથી કોઈ ખતરો ન લાગે. જ્યારે તેને ખતરો લાગે છે, ત્યારે તે હુમલો કરી દે છે. ત્યારે આવા સમયે માણસે એવું કંઈ ન કરવું જોઈએ, જેથી જાનવરોને ગુસ્સો આવે. હાલમાં જ એક શખ્સે કંઈક આવુ જ કર્યું અને એક સાંઢ સાથે ફોટો પડાવવાની કોશિશ કરી હતી. બાદમાં આ જાનવરે જે કર્યું તે, જોઈને આપ પણ હેરાન રહી જશો અને હસવા માટે મજબૂર થઈ જશો.
ટ્વિટર અકાઉન્ટ @TheBest_Viral પર મોટા ભાગે અજબગજબ વીડિયો પોસ્ટ થતાં હોય છે. હાલમાં જ આ અકાઉન્ટ પરથી એક વીડિયો શેર કર્યો હતો. જેમાં એક યુવક સાંઢના શિંગડા પકડીને ઊભો હોવાનું દેખાય છે. સાંઢ કેટલો હિંસક હોય છે, એતો સૌ કોઈ જાણે છે. જ્યારે તેમને ગુસ્સો આવે છે, ત્યારે રોડ પર હોય કે કોઈ પણ જગ્યાએ કોઈને પણ છોડતા નથી. ત્યારે આવા સમયે કારણવગરની તેમની મજાક કરવી એ ગાંડપણ જ કહેવાય.
સાંઢની સાથે ફોટો ખેંચાવવતો દેખાયો શખ્સ
આ વીડિયોમાં પણ યુવક આવી જ હરકતો કરતો દેખાય છે. તે સાંઢના માથા પર નીચે ઝુકીને તેના શિંગડા પકડી ફોટો ખેંચાવી રહ્યો છે. તે કેમેરા સામે પોઝ આપી રહ્યો છે અને એવું લાગી રહ્યું છે કે, તેણે દારુ પીધેલો છે. જો કે આ વાતની પુષ્ટિ થઈ શકી નથી. સાંઢ થોડી વાર તો એમ જ ઊભો રહે છે, પણ બાદમાં પોતાનું માથુ જે રીતે ઊંચકે છે, તેને લઈને તે શખ્સ ઊડીને ઊંઘા માથે જમીન પર પટકાય છે.
આ વીડિયોને 11 હજાર જેટલા વ્યૂઝ મળી ચુક્યા છે. જ્યારે કેટલાય લોકોએ કમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે. એકે કહ્યું કે આ ટક્કર 900 કિલો અને 72 કિલો વચ્ચે છે. એક શખ્સે કહ્યું કે, આ ભાઈ દેખાવે તો ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ જેવો લાગી રહ્યો છે. એકે કહ્યું કે, આ માણસ રીયલમાં ખૂબ જ બેવકૂફી કરી રહ્યો છે. એક વીડિયોને રિટ્વીટ કરતા લખ્યું કે, જ્યારે આપને લાગે કે, આપની જીંદગી પર કાબૂ કરી લીધો છે, ત્યાં લાઈફ આવું જ કરે છે. એકે કહ્યું કે, લોકો આવી જ હરકતોથી ભૂંડી રીતે ઘાયલ થઈ જાય છે. તેમ છતાં પણ તેમને લાગે છે કે, તે પ્રકૃતિની શક્તિને કાબૂ કરી શકે છે.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર