Viral: લગ્નના 3 દિવસ પહેલા દુલ્હન થઈ કોરોના પોઝિટિવ, વરરાજાએ આ જુગાડ કરીને કર્યા લગ્ન

Viral: લગ્નના 3 દિવસ પહેલા દુલ્હન થઈ કોરોના પોઝિટિવ, વરરાજાએ આ જુગાડ કરીને કર્યા લગ્ન
Viral: લગ્નના 3 દિવસ પહેલા દુલ્હન થઈ કોરોના પોઝિટિવ, વરરાજાએ આ જુગાડ કરીને કર્યા લગ્ન

આ લગ્ન સોશિયલ મીડિયામાં ઘણા વાયરલ થયા છે

  • Share this:
    ન્યૂયોર્ક : અમેરિકાના (US)કેલેફોર્નિયામાં એક એવી ઘટના સામે આવી છે જે સોશિયલ મીડિયામાં (Social Media)ઘણી વાયરલ થઈ છે. લગ્નના ત્રણ દિવસ પહેલા દુલ્હન કોરોના પોઝિટિવ (Coronavirus)થઈ હતી. આ સમયે લગ્ન કરવા મુશ્કેલ જણાતા હતા. જોકે વરરાજાએ હાર માની ન હતી અને એક અનોખો જુગાડ કરીને લગ્ન કર્યા હતા. બંનેના લગ્નની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહી છે.

    કેલિફોર્નિયાના રહેવાસી યુગલ પેટ્રિક ડેલગાડો (Patrick Delgado)અને લોરેન જિમેનેજે (Lauren Jimenez)પોતાના લગ્નના દિવસ માટે ઘણું આયોજન કર્યું હતું. જોકે લગ્ન પહેલા બંનેને ઝટકો લાગ્યો હતો. દુલ્હન લોરેને લગ્નના ત્રણ દિવસ પહેલા કોરોના ટેસ્ટ કરાવ્યો હતો અને ટેસ્ટમાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જોકે બંને જુગાડથી લગ્નની નિર્ધારિત તારીખે જ પરણ્યા હતા.



    આ પણ વાંચો - Corona Vaccine: સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું- વિદેશથી સસ્તી હશે વેક્સીન, બધાનો ખર્ચ સરકાર નહીં ઉઠાવે- સૂત્ર

    પ્રોફેશનલ ફોટોગ્રાફરે આ અનોખા લગ્નની તસવીર સોશિયલ મીડિયામાં શેર કરી હતી. જેક્સને લખ્યું કે લગ્નના ત્રણ દિવસ પહેલા જ્યારે તમારો રિપોર્ટ પોઝિટિવ આવે તો તમે શું કરશો? લગ્નનો દિવસ કેન્સલ થઈ જશે અથવા તમારા માટે બધા દરવાજા બંધ કરી દેવાશે અને તમને ખબર નહીં પડે કે લગ્ન ક્યારે થશે. આ પછી તેમણે જણાવ્યું કે આ સમયે એક શાનદાર આઈડિયા આવ્યો અને એક સુંદર રીતે લગ્ન થયા. જાણો આ લગ્ન વિશે.



    દુલ્હન એક બારી પર બેસી હતી અને વરરાજા જમીન પર ઉભા રહ્યા હતા. બંનેએ એક દોરડાથી એકબીજાને બાંધ્યા હતા. પોસ્ટ કેપ્શનમાં જેક્સને એ પણ જણાવ્યું કે આવી મુશ્કેલ પરિસ્થિતિઓ છતા યુગલે વીંટી પહેરાવી અને પ્રેમ બતાવ્યો હતો. આવી રીતે બંનેએ લગ્ન કર્યા હતા. દંપતીએ પોતાના સકારાત્મક દ્રષ્ટીથી ઘણા પ્રેરિત કર્યા છે.
    Published by:Ashish Goyal
    First published:December 04, 2020, 16:03 pm