Home /News /national-international /ગંદા હૈ પર ધંધા હૈ! ગરીબીથી કંટાળેલી ખેડૂતની પત્ની બની ગઈ એડલ્ટ મોડલ, દર મહિને કમાય છે 36 લાખ રૂપિયા

ગંદા હૈ પર ધંધા હૈ! ગરીબીથી કંટાળેલી ખેડૂતની પત્ની બની ગઈ એડલ્ટ મોડલ, દર મહિને કમાય છે 36 લાખ રૂપિયા

દર મહિને કમાય છે લાખો રૂપિયા (Instagram/honeyybrooksvip)

ડેલી સ્ટાર ન્યૂઝ વેબસાઈટના રિપોર્ટ અનુસાર, હની બ્રુક્સ (Honeyy Brooks) ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયામાં ગામડામાં રહે છે. તેનો પતિ ખેડૂત છે. જેને મોટા ભાગે કામ અર્થે બહાર જવાનું થતું હોય છે.

    Victoria (Australia):  ગરીબી માણસને કંઈ પણ કરવા માટે મજબૂર કરી દે છે. લોકો વધારે પૈસા કમાવવા માટે ઘણી વાર અવળા રસ્તે પણ જતાં રહેતા હોય છે. આવો જ એક કિસ્સો ઓસ્ટ્રેલિયામાંથી સામે આવ્યો છે. કહેવાય છે ને કે ગંદા હૈ પર ધંધા હૈ, કંઈક આવો જ ધંધો ઓસ્ટ્રેલિયાના ખેડૂતની આ પત્ની કરી રહી છે. ઘર ખર્ચ માટે વધારે રુપિયા કમાવવા માટે થઈને મહિલા અડલ્ટ મોડલ બની ગઈ અને હવે તે દર અઠવાડીયે લાખો રૂપિયા કમાણી કરી લે છે.


    ડેલી સ્ટાર ન્યૂઝ વેબસાઈટના રિપોર્ટ અનુસાર, હની બ્રુક્સ (Honeyy Brooks) ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયામાં ગામડામાં રહે છે. તેનો પતિ ખેડૂત છે. જેને મોટા ભાગે કામ અર્થે બહાર જવાનું થતું હોય છે. ગામડામાં રહેવું અમુક લોકો માટે કંટાળાજનક પણ લાગતું હશે, ઉપરથી ખેડૂતોની આવક પણ એટલી નથી હોતી કે તે ઘરખર્ચ સરળતાથી ચલાવી શકે. ત્યારે આવા સમયે હનીએ એડલ્ટ મોડલિંગ કરવા વિશે વિચાર્યું. તેના દ્વારા હવે ખુદને બોરિંગ જગ્યામાં પણ બિઝી રાખે છે અને તેના દ્વારા ઘર ખર્ચ માટે લાખો રૂપિયા પણ આવી રહ્યા છે.




    આ પણ વાંચો: શરમજનક: પતિના મોતની કહાની બતાવતા ડાંસ કરવા લાગી વિધવા, વીડિયો જોઈ લોકો ભડક્યાં

    પોતાની જાતને વ્યસ્ત રાખવા માટે શરુ કર્યું આ કામ


    એડલ્ટ સબ્સક્રિપ્શન સાઈટ ઓન્લીફેન્સ પર હની એક કંટેંટ ક્રિએટર છે, જે પોતાના એડલ્ટ ફોટો અને વીડિયો વેચીને પૈસા કમાય છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, હની, દુનિયાની ટોપ 0.3 ટકા કંટેંટ ક્રિએટર્સમાંની એક છે, પણ આ મુકામ પર પહોંચવું સરળ નહોતું. ઘર અને ફાર્મની સાથે સાથે તેને આ કરિયર બનાવાનું હતું અને આટલી બધી વસ્તુઓ મેનેજ કરવી અઘરુ કામ હતું. તેણે જણાવ્યું છે કે, તેણે બાળકોનું ધ્યાન રાખવાનું હોય છે. પતિ જ્યારે 2-3 અઠવાડીયા માટે બહાર જાય છે, તો ખેતરનું પણ ધ્યાન રાખવાનું હોય છે. જેમાં ગાય, ભેંસ, બકરી, કુતરા-બિલાડાનું પણ ધ્યાન રાખવાનું હોય છે.

    દર અઠવાડીયે કમાય છે લાખો રૂપિયા


    તેણે જણાવ્યું છે કે, ખેતીકામમાંથી તેનો પતિ જેટલા રૂપિયા કમાય છે, તેનાથી ઘર ખર્ચ જ માંડ માંડ નિકળે છે, પરિવારના મોજશોખ અને હરવાફરવાનું તો બાજૂમાં રહ્યું. ત્યારે તેણે ઓન્લીફેન્સ પર કરિયર બનાવાનું વિચાર્યું. આપને જાણીને હેરાની થશે કે, હવે તે અઠવાડીયામાં દર 8 લાખ રૂપિયા સુધીની કમાણી કરી લે છે. એટલે કે 1 મહિનામાં લગભગ 36 લાખ રૂપિયાની તેની આવક થાય છે. તેણે કહ્યું કે, એડલ્ટ વર્કને ખરાબ દ્રષ્ટિએ ન જોવું જોઈએ. કારણ કે આ એક પ્રકારની નોકરી જ છે. આટલી બધી આવક થતાં આ પરિવાર હવે ફક્ત શોખ ખાતર ખેતી કરે છે. બાકીના સમયે હનીનો પરિવાર વિદેશમાં ફરવા ઉપડી જાય છે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Australia

    विज्ञापन
    विज्ञापन