31 વર્ષીય શિક્ષકાએ 14 વર્ષના વિદ્યાર્થીને વાસનાનો શિકાર બનાવ્યો! કારમાં બેસાડી કરતી ધૃણાસ્પદ કામ

31 વર્ષીય શિક્ષકાએ 14 વર્ષના વિદ્યાર્થીને વાસનાનો શિકાર બનાવ્યો

શિક્ષિકા બ્રિટ્ટેની લોપેઝ-મુરેએ 14 વર્ષના વિદ્યાર્થીને લાલચ આપીને અનેક વખત શારીરિક સંબંધો બાંધ્યા હતા

  • Share this:
    હાલના દિવસોમાં બાળકોની જાતીય સતામણી (sexual harrasment)ને લગતા કિસ્સાઓ વારંવાર સાંભળવા મળે છે. આવી સ્થિતિમાં, ઘણી સંસ્થાઓ વાલીઓને જાગૃત કરવા માટે કામ કરી રહી છે જેથી તેઓ બાળકોને જાતીય સતામણી (Child sexual harrasment)નો ભોગ બનતા બચાવી શકે. પરંતુ નબળી માનસિકતાવાળા ઘણા લોકો બાળકોને પોતાની વાસનાનો શિકાર પણ બનાવે છે. તાજેતરમાં જ અમેરિકાથી એક ખૂબ જ ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે, જેમાં ખુલાસો થયો છે કે, એક મહિલા શિક્ષકે (Lady Teacher) વિદ્યાર્થી (Male Student)નું જાતીય શોષણ કર્યું હતું અને તેની સાથે ઘણી વખત સંબંધો બાંધ્યા હતા.

    ડેઇલી સ્ટારના અહેવાલ મુજબ, ફ્લોરિડાની 31 વર્ષીય શિક્ષિકા બ્રિટ્ટેની લોપેઝ-મુરેએ 14 વર્ષના વિદ્યાર્થીને લાલચ આપીને અનેક વખત શારીરિક સંબંધો બાંધ્યા હતા. રિપોર્ટ અનુસાર, બ્રિટની પોતાની કારમાં આ ઘૃણાસ્પદ કામ કરતી હતી. તે બાળકને પ્રેમ કરતી હોવાનું નાટક કરતી હતી અને તેને ફસાવી કારમાં બોલાવી લેતી હતી. એટલું જ નહીં, બ્રિટની કારમાં બાળક સાથે નગ્ન ફોટા પણ લેતી હતી, જે તે ઘણીવાર તેના ફોન પર શેર કરતી હતી. બ્રિટનીની ગયા શનિવારે ધરપકડ કરવામાં આવી હતી અને બાળ યૌન શોષણનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

    રિપોર્ટ્સ અનુસાર, બાળકની ભાભીને આ રહસ્ય વિશે ખબર પડી. ત્યારે તેણે બાળકના ફોન પર શિક્ષકના નગ્ન ફોટા અને અશ્લીલ સંદેશા જોયા. પછી તેણે આ ફોટા વિશે બાળકના પિતાને જાણ કરી, જેમણે શાળામાં આ અંગે ફરિયાદ કરી. અહેવાલો અનુસાર, શિક્ષિકા બાળકની શાળામાં નાટકના ક્લાસ લેતી હતી. ઘણી વખત તે બાસ્કેટબોલ પ્રેક્ટિસમાંથી બાળકને પોતાની કારમાં બોલાવી લેતી હતી.

    તમને જણાવી દઈએ કે, બ્રિટની તે શાળામાં લગભગ 4 વર્ષથી ભણાવતી હતી. મહિલાના વકીલે કહ્યું કે, તે નિર્દોષ છે અને તેને ફસાવવામાં આવી રહી છે. Miami-Dade school district દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, મહિલાનું વર્તન દુર્ભાગ્યપૂર્ણ છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, દરેક કર્મચારીને તાલીમ આપવામાં આવે છે અને તે નિયમોનું પાલન કરે અને તેના પદની ગરિમા જાળવે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. મહિલાને તાત્કાલિક અસરથી શાળામાંથી સસ્પેન્ડ કાવામાં આવી છે અને હવે તે જિલ્લાની કોઈપણ શાળામાં ભણાવી શકશે નહીં.
    Published by:kiran mehta
    First published: