Home /News /national-international /અમેરિકન કમિશનના રિપોર્ટમાં ખુલાસો- ગલવાનના બનાવ માટે ચીન સરકારે બનાવી હતી યોજના

અમેરિકન કમિશનના રિપોર્ટમાં ખુલાસો- ગલવાનના બનાવ માટે ચીન સરકારે બનાવી હતી યોજના

અમેરિકન કમિશન (American Commission)ના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગલવાન અથડામણના થોડા અઠવાડિયા પહેલા જ ચીન (China)ના રક્ષા મંત્રીએ સૈન્યના ઉપયોગની વાત કરી હતી.

અમેરિકન કમિશન (American Commission)ના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગલવાન અથડામણના થોડા અઠવાડિયા પહેલા જ ચીન (China)ના રક્ષા મંત્રીએ સૈન્યના ઉપયોગની વાત કરી હતી.

    નીરજ કુમાર શર્મા: અમેરિકાના એક મહત્ત્વપૂર્ણ કમિશને પોતાના એક રિપોર્ટમાં ભારત અને ચીન (India-China) વચ્ચે LAC (Actual line of control) પર ગલવાના વેલી (ખીણ)માં થયેલી અથડામણ મામલે મોટો ખુલાસો કર્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અમુક તથ્યો પરથી માલુમ પડે છે કે ચીનની સરકારે (China Government) ગલવાન ખીણની યોજના બનાવી હતી, જેમાં જવાનો પોતાનો જીવ ગુમાવે તેવી પણ આશંકા હતી. અમેરિકા-ચીન આર્થિક સુરક્ષા સમીક્ષા રિપોર્ટમાં આ ખુલાસો થયો છે. આ રિપોર્ટ અમેરિકન સંસદ માટે તૈયાર કરવામાં આવ્યો છે.

    કમિશનના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઘટનાના થોડા અઠવાડિયા પહેલા જ ચીનના રક્ષા મંત્રીએ સૈન્યના ઉપયોગની વાત કરી હતી. જે બાદમાં ભારત-ચીન બોર્ડર પર બંને દેશના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ અથડામણમાં 1975 પછી પ્રથમ વખતે જાનહાની થઈ હતી. આ ઉપરાંત ગલવાનની હિંસા પહેલા સેટેલાઇટ તસવીરોમાં ગલવાન ખીણમાં ચીનની બાજુએ મોટા પ્રમાણમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવતું હોય તેવું જોવા મળ્યું હતું. આ ઉપરાંત અહીં 1,000 ચીની સૈનિકોની હાજરી પણ જોવા મળી હતી.

    આ પણ વાંચો: અમદાવાદની BOIમાં આગ: આગ જેવા અકસ્માતની વ્યવસ્થા જોઈને ફાયરના અધિકારીઓ ચોંક્યા

    અમેરિકન કમિશનના રિપોર્ટ પ્રમાણે ચીને પોતાના પાડોશીઓ વિરુદ્ધ અનેક વર્ષોથી ચલાવવામાં આવતા પોતાના અભિયાનની ગતિ વધારે છે. આ ઉપરાંત ભારત, જાપાન સહિત દક્ષિણ પૂર્ણ એશિયાના દેશોને સૈન્યને ખડેપગે રાખવા માટે ઉશ્કેર્યા હતા. રિપોર્ટ ચીનનો ઉદેશ્ય જો ભારતને પોતાના સીમા પર ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ કરતા રોકવાનો હતો અથવા ભારતના અમેરિકન તરફના ઝૂકાવ પર ચેતવણી આપવાનો હતો તો ચીનનો આ નિર્ણય કોઈ જ પ્રભાવી રહ્યો નથી.

    આ પણ જુઓ-

    શું છે અમેરિકા-ચીન આર્થિક અને સુરક્ષા સમીક્ષા કમિશન?

    આ કમિશનને અનૌપચારિક રીતે અમેરિકા-ચીન કમિશન પણ કહે છે. આ અમેરિકન સરકારનું સંસદીય કમિશન છે. ઓક્ટોબર, 2000ના રોજ તેની રચના કરવામાં આવી હતી. કમિશનનું કામ અમેરિકા અને ચીન વચ્ચે રાષ્ટ્રીય સુરક્ષા અને વેપારને લગતી બાબતોની દેખરેખ રાખવાનું છે.
    First published: