તમિલાનડુઃ બે જૂથ વચ્ચે હિંસક અથડામણ: 25 હોડી અને અનેક ઘરોમાં લગાવી આગ, 50થી વધુની અટકાયત

News18 Gujarati
Updated: August 2, 2020, 3:54 PM IST
તમિલાનડુઃ બે જૂથ વચ્ચે હિંસક અથડામણ:  25 હોડી અને અનેક ઘરોમાં લગાવી આગ, 50થી વધુની અટકાયત
હિંસાની તસવીર

તમિલનાડુના કુડ્ડાલોર જિલ્લામાં શનિવારે મોડી રાત્રે બે વિરોધી રાજનીતિક સમૂહો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. ત્યારબાદથી માહોલ તણાવપૂર્ણ થયો છે.

  • Share this:
તમિલનાડુના (Tamil Nadu) કુડ્ડાલોરમાં (Cuddalore) શનિાવરે એક વ્યક્તિની કથિત હત્યા બાદ હિંસા (Violence) ભડકી હતી. ટોળાંએ આ હિંસા દરમિયાન એક હોડી અને ટુવ્હીલર વાહનોને આગ લગાડી હતી. આ ઘટનામં પોલીસે (police) 43 લોકોની અટકાયત કરી હતી. તેની પૂછપરછ કરવામાં આવી રહી છે અને આ ઘટના થાલંગુડા ગામની છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે તમિલનાડુના કુડ્ડાલોર જિલ્લામાં શનિવારે મોડી રાત્રે બે વિરોધી રાજનીતિક સમૂહો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. ત્યારબાદથી માહોલ તણાવપૂર્ણ થયો છે. આ અથડામણમાં એક વ્યક્તિનું મોત (man murder) થયું હતું. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે.

ઉપદ્રવિઓએ આદમિયાન અનેક હોડીઓ અને વાહનોમાં આગ લગાવી દીધી હતી. જ્યારે અનેક ઘરોમાં તોડફોડ કરી હતી. આ ઘટના બાદ વિસ્તારના લોકોમાં ડરનો માહોલ સર્જાયો છે. આ વિસ્તારના બે સમૂહ વચ્ચે લાંબા સમયથી રાજકીય દુશ્મની ચાલી રહી હતી. આ તણાવ એક પૂર્વ સ્થાનિક નિકાય પ્રમુખના ભાઈની કથિત હત્યાના કારણે વધી હતી.

આ પણ વાંચોઃ-Online Studyની માથાકુટ! બાળકોના અભ્યાસ માટે માતાએ મંગળસૂત્ર ગિરવી રાખીને ખરીદ્યું TV

આ પણ વાંચોઃ-સાળી સાથે લગ્નની લ્હાયમાં પતિએ પત્ની-પુત્રની કરી હત્યા, આવી રીતે ફૂટ્યો ભાંડો

આ પણ વાંચોઃ-કોરોનાનો આવો ડર! વોશિંગ મશીનમાં ધોયા 14 લાખ રૂપિયા અને પછી ઓવનમાં સુકવ્યાશરુઆતિ રિપોર્ટ પ્રમાઆણે બંને જૂથો વચ્ચે થયેલી ઝડપમાં ઓછામાં ઓછી 25 હોડીઓ, માછલી પકડવા માટેની 50 જાણીઓ, 25 ટુવ્હીલર વાહનો અને ચાર કારોમાં આગ લગાવી હતી. આગજની દરમિયાન ઓછામાં ઓછા 10 ઘરોમાં તોડફોડની પણ ફરિયાદ મળી છે. પ્રત્યક્ષદર્શી પ્રમાણે ઉપદ્રવીઓ સંપત્તિને નુકસાન પહોંચાડી અને આગ લગાવીને ફરાર થયા હતા.

આ ઘટના બાદ વિસ્તારમાં સુરક્ષા માટે 200 પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. જોકે, પોલસનું કહેવું છે કે હવે સ્થિતિ નિયંત્રણમાં છે. કુડ્ડાલોર એસપી પ્રમાઆણે હોડીઓ અને ટુવ્હીલર વાહનોમાં આગ લગાડવામાં આવી છે અને અમે પર્યાપ્ત પોલીસ તૈનાત કરી દીધી છે.
Published by: ankit patel
First published: August 2, 2020, 3:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading