Home /News /national-international /

રાંચીમાં હિંસા : તોફાનીઓએ મંદિરોમાં ફેંક્યા પેટ્રોલ બોમ્બ, CCTV ફૂટેજ સામે આવ્યા

રાંચીમાં હિંસા : તોફાનીઓએ મંદિરોમાં ફેંક્યા પેટ્રોલ બોમ્બ, CCTV ફૂટેજ સામે આવ્યા

રાંચીમાં પેટ્રોલ બોમ્બથી મંદિરો પર હુમલો

    Ranchi Violence : શુક્રવારે રાંચી (Ranchi) માં થયેલા હંગામાને કારણે જ્યાં શહેરમાં સ્નનાટો છે, ત્યાં દરેક જગ્યાએ પોલીસ કાફલો જોવા મળી રહ્યો છે. આ બધાની વચ્ચે ધાર્મિક સ્થળો પર હુમલાની અનેક (Rachi Temple Petrol Bomb Attack) તસવીરો સામે આવી રહી છે. જેના પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે ક્યાંક આખા રાંચી શહેરને સળગાવવાની તૈયારી હતી. કારણ કે જે રીતે રાંચીના 4 મંદિરોને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા, તેનાથી કંઈક આવું જ જોવા મળી રહ્યું છે.

    બદમાશોએ રાંચીના હિંદપીરી અને કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થિત મંદિરોને નિશાન બનાવ્યા હતા. બદમાશો દ્વારા બંને મંદિરો પર પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. હિંદપીરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બદમાશોએ શિવ મંદિરને નિશાન બનાવ્યું અને બોમ્બ ફેંક્યા. શિવ મંદિર પર બે પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યા હતા, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. વીડિયોમાં બાઇક પર સવાર બદમાશો પેટ્રોલ બોમ્બ ફેંકતા જોવા મળે છે. બાઇકમાં 3 બદમાશો સવાર હતા. આ ઘટના 11 જૂને સવારે 3 વાગ્યાની આસપાસ બની હતી.

    મામલાની માહિતી આપતાં સ્થાનિક લોકોએ જણાવ્યું કે, શનિવારે સવારે 3 વાગ્યાની આસપાસ જોરદાર અવાજ આવ્યો, ત્યારબાદ લોકો બહાર આવ્યા અને જોયું કે શિવ મંદિરમાં બોમ્બ ફેંકવામાં આવ્યો હતો.

    બીજી તરફ કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા પ્રાચીન સૂર્ય મંદિરમાં બદમાશો દ્વારા 4 પેટ્રોલ બોમ્બ પણ ફેંકવામાં આવ્યા હતા. મંદિરના પૂજારી દ્વારા આ અંગે પોલીસને જાણ કરવામાં આવી છે. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. પૂજારી સંજય મિશ્રાના જણાવ્યા અનુસાર, બદમાશોએ અડધી રાત્રે આ ઘટનાને અંજામ આપ્યો હતો.

    આ પણ વાંચો - હાવડામાં ફરી હિંસા, પોલીસ અધિકારીઓની બદલી, 144 લાગુ - મુર્શિદાબાદમાં 14 જૂન સુધી ઈન્ટરનેટ બંધ

    તમને જણાવી દઈએ કે, રાંચીમાં હિંસા દરમિયાન 4 મંદિરોને બદમાશોએ નિશાન બનાવ્યા હતા. તેમાં મુખ્ય માર્ગ પર આવેલ સંકટ મોચન મંદિર, કાલી મંદિર તેમજ કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થિત સૂર્ય મંદિર અને હિંદપીરીમાં શિવ મંદિરનો સમાવેશ થાય છે. ચારેય કેસમાં પોલીસે એફઆઈઆર નોંધી છે. કેસની તપાસ ચાલી રહી છે. જે વીડિયો પુરાવા મળ્યા છે તેના આધારે કાર્યવાહી કરવામાં આવી રહી છે. કોતવાલીના ડીએસપી પ્રકાશ સોયાએ આ અંગે માહિતી આપી હતી.
    Published by:kiran mehta
    First published:

    Tags: National news, National News in gujarati, Ranchi

    આગામી સમાચાર