ગણતંત્ર દિવસ પરેડ દરમિયાન લખનઉમાં હિંસા, બે કોલેજના વિદ્યાર્થીઓ વચ્ચે અથડામણ
રિપલ્લિક ડે પરેડ દરમિયાન હિંસા
Republic Day 2023- સૈનિક સ્કૂલના છોકરાઓએ સેન્ટ જોસેફ કોલેજના 74 વિદ્યાર્થીઓ સાથે ગાળાગાળી કરી અને મારપીટ કરી હતી. તેમજ બેગપાઈપ બેન્ડમાં સામેલ 25 છોકરીઓને સૈનિક સ્કૂલના છોકરાઓ દ્વારા હેરાન કરવામાં આવી હતી.
ઉત્તર પ્રદેશ. રિપબ્લિક ડે પરેડ રિહર્સલ દરમિયાન લખનઉની સૈનિક સ્કૂલ અને સેન્ટ જોસેફ કૉલેજના વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી અથડામણના એક દિવસ પછી, લખનઉની કેપ્ટન મનોજ કુમાર પાંડે સૈનિક સ્કૂલના છ વિદ્યાર્થીઓને હાંકી કાઢવામાં આવ્યા છે. તે જ સમયે, એક સ્ટાફ મેમ્બરને પણ બરતરફ કરવામાં આવ્યો છે અને બીજાને કારણ બતાવો નોટિસ આપવામાં આવી છે. આ દરમિયાન, યુપીના અનએઇડેડ પ્રાઇવેટ સ્કૂલ એસોસિએશન (યુપીએસએ) એ સૈનિક સ્કૂલના કેન્ડિટ્સ વિરુદ્ધ જિલ્લા મેજિસ્ટ્રેટ સૂર્ય પાલ ગંગવારની પાસે ફરિયાદ નોંધાવી છે.
પત્રમાં કહેવામાં આવ્યું છે કે સૈનિક સ્કૂલના છોકરાઓએ સેન્ટ જોસેફ કોલેજના 74 વિદ્યાર્થીઓ સાથે ગાળાગાળી કરી અને મારપીટ કરી હતી. તેમજ બેગપાઈપ બેન્ડમાં સામેલ 25 છોકરીઓને સૈનિક સ્કૂલના છોકરાઓ દ્વારા હેરાન કરવામાં આવી હતી. સૈનિક સ્કૂલના પ્રિન્સિપાલ કર્નલ રાજેશ રાઘવે જણાવ્યું હતું કે, "આ બધું સેન્ટ જોસેફ સ્કૂલ અને સૈનિક સ્કૂલના વિદ્યાર્થીઓ વચ્ચેના ઝઘડાથી શરૂ થયું હતું." તે જ સમયે, અધિકારીઓએ કહ્યું કે સૈનિક સ્કૂલ પ્રશાસને નૈતિક જવાબદારી લીધી અને કાર્યવાહી કરી.
દેશ આજે 74માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યો છે. બીજી તરફ ઉત્તર પ્રદેશમાં પણ આજે ગણતંત્ર દિવસની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી રહી છે. તેમજ આ ખાસ અવસર પર રાજધાની લખનઉ સહિત રાજ્યભરમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
રાજ્યના ખૂણે ખૂણે પોલીસ સજ્જ છે. બીજી તરફ પ્રજાસત્તાક દિને સુરક્ષાને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં મહત્વના સ્થળ, ભીડભાડવાળા સ્થળો, પૂજા સ્થાનો, મોલ વગેરે પર સુરક્ષા માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. ભીડભાડવાળા વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ સાથે રાજ્યમાં સિવિલ પોલીસ ઉપરાંત પીએસી પણ તૈનાત કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશમાં સાવચેતી રાખવાની સાથે શંકાસ્પદ લોકો પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. એટલું જ નહીં રાજ્યભરમાં શકમંદો પર નજર રાખવા માટે ગ્લાઈડર અને ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર