Home /News /national-international /

violence in Jodhpur: જોધપુરમાં પરિસ્થિતિ બગડી, તણાવ પછી લગાવવામાં આવ્યો કર્ફ્યૂ, પોલીસનો કાફલો ખડકાયો

violence in Jodhpur: જોધપુરમાં પરિસ્થિતિ બગડી, તણાવ પછી લગાવવામાં આવ્યો કર્ફ્યૂ, પોલીસનો કાફલો ખડકાયો

સદર કોતવાલી, સદર બજાર, નાગોરી ગેટ તથા ખાંડાફલસા અને પશ્ચિમ જિલ્લાના પ્રતાપનગર સદર, દેવ નગર, સૂરસાગર અને સરદારપુરા વિસ્તારમાં કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે (PTI Photo)

curfew in jodhpur - જોધપુરની તણાવની સ્થિતિ જોતા શહેરના પ્રભાવિત વિસ્તારમાં પોલીસ અને સુરક્ષા બળો તૈનાત કરવામાં આવ્યા, શહેરના અન્ય સંવેદનશીલ વિસ્તારમાં પણ પોલીસ પેટ્રોલિંગ વધારી દીધી

    જોધપુર : ઇદ (Eid 2022) પર સીએમ અશોક ગેહલોતના (Ashok Gehlot)ગૃહક્ષેત્ર જોધપુરમાં (Jodhpur) થયેલી બબાલ વધી રહી છે. સ્થિતિને જોતા જોધપુર શહેરના રમખાણ પ્રભાવિત પોલીસ સ્ટેશન વિસ્તારમાં કર્ફ્યૂ (Curfew)લગાવી દેવામાં આવ્યો છે. ફર્ફ્યૂ મંગળવારે બપોરે 1 થી બુધવારે રાત્રે 12 કલાક સુધી રહેશે. જોધપુરની તણાવની (violence in Jodhpur) સ્થિતિ જોતા શહેરના પ્રભાવિત વિસ્તારમાં પોલીસ અને સુરક્ષા બળો તૈનાત કરવામાં આવ્યા છે. શહેરના અન્ય સંવેદનશીલ વિસ્તારમાં પણ પોલીસ પેટ્રોલિંગ વધારી દીધી છે.

    બીજી તરફ જોધપુર હિંસાને લઇને રાજધાની જયપુરમાં સીએમઓમાં ચાલી રહેલી બેઠક ખતમ થઇ ગઇ છે. બેઠકમાં સીએમ ગેહલોતે આલાઅધિકારીઓ સાથે હાલતની સમીક્ષા કરી છે. બેઠકમાં અસામાજિક તત્વો સામે કડકાઇથી નિપટવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

    આ પણ વાંચો - નેપાળનાં પ્રખ્યાત પબમાં નજર આવ્યાં રાહુલ ગાંધી, VIDEO શેર કરી BJPએ ઘેર્યા

    સદર કોતવાલી, સદર બજાર, નાગોરી ગેટ તથા ખાંડાફલસા અને પશ્ચિમ જિલ્લાના પ્રતાપનગર સદર, દેવ નગર, સૂરસાગર અને સરદારપુરા વિસ્તારમાં કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે. કર્ફ્યૂના આદેશમાં કહેવામાં આવ્યું છે કે આ દરમિયાન કોઇપણ વ્યક્તિ અનુમતિ પત્ર વગર ગૃહ સીમાથી બહાર નીકળશે નહીં. સ્થિતિની સમીક્ષા કર્યા પછી આ સમયને વધારવામાં પણ આવી શકે છે.

    આજે ઉચ્ચસ્તરીય દળ જયપુરથી જોધપુર જશે

    બેઠકમાં નક્કી કરવામાં આવ્યું કે આજે એક ઉચ્ચસ્તરીય દળ જયપુરથી જોધપુર જશે. મુખ્યમંત્રી અશોક ગેહલોતે આ દળને તત્કાળ હેલિકોપ્ટરથી જોધપુર જવા માટે નિર્દેશ આપ્યો છે. આ દળમાં ગૃહ રાજ્યમંત્રી રાજેન્દ્ર યાદવ, જોધપુર પ્રભારી મંત્રી ડો. સુભાષ ગર્ગ, એસીએસ ગૃહ વિભાગ અભય કુમાર, એડીજી લો એન્ડ ઓર્ડર હવા સિંહ ધુમરિયા જોધપુર જશે.

    આ પણ વાંચો - જમ્મૂ - કાશ્મીર સુરક્ષા દળે મોટા ટેરર મોડ્યૂલનો કર્યો પરદાફાર્શ, સોપોરથી લશ્કરનાં 3 આતંકવાદીઓની ધરપકડ

    ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું હાલ સ્થિતિ નિયંત્રણમાં

    જોધપુરની ઘટના પર ગૃહ રાજ્યમંત્રી રાજેન્દ્ર યાદવે કહ્યું કે મુખ્યમંત્રી અશોક ગેહલોત ઘટનાને લઇને ઘણા ગંભીર છે. ગેહલોતે અધિકારીઓને નિર્દેશ આપ્યો છે કે ઘટનાના દોષી કોઇ પણ ધર્મ કે સમુદાયના હોય તેમના પર સખત કાર્યવાહી થવી જોઈએ. જોધપુરમાં કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે. હાલ સ્થિતિ નિયંત્રણમાં છે. ધાર્મિક ઉત્સવ-તહેવાર પર આ પ્રકારની ઘટના થવી દુર્ભાગ્યપૂર્ણ છે. આ પ્રકારની ઘટનાઓ પર રાજનીતિ કરવી જોઈએ નહીં.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Curfew, Curfew News, Rajasthan news

    આગામી સમાચાર