બંગાળમાં તણાવ : ભાજપનો દાવો 5 કાર્યકર્તાની ગોળી મારી હત્યા કરાઈ

પશ્ચિમ બંગાળમાં ભાજપનો દાવો છે કે તેમના 5 કાર્યકર્તાની ગોળી મારી હત્યા કરવામાં આવી છે, જ્યારે 18 લાપતા છે.

News18 Gujarati
Updated: June 9, 2019, 7:04 PM IST
બંગાળમાં તણાવ : ભાજપનો દાવો 5 કાર્યકર્તાની ગોળી મારી હત્યા કરાઈ
શનિવારે સાંજથી પશ્ચિમ બંગાળના પરગના વિસ્તારમાં બંને પક્ષો વચ્ચે તણાવ સર્જાયો છે.
News18 Gujarati
Updated: June 9, 2019, 7:04 PM IST
ન્યૂઝ 18 ગુજરાતી : પશ્ચિમ બંગાળમાં ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચેની રાજકીય ખેંચતાણ હવે હિંસક ઝડપમાં બદલાઈ છે. બંગાળમાં શનિવારે સાંજે પરગના વિસ્તારમાં ભાજપ અને ટીએમસીના કાર્યકર્તાઓની વચ્ચે સતત વિવાદ થયો હતો. આ અથડામણમાં કથીત રીતે 8 લોકોના મોત થયા હતા. રવિવારે પણ ઉત્તરી પરગના વિસ્તારના સંદેશખાલી વિસ્તારમાં તણવા યથાવત છે.

હિંસા અંગે ભાજપના સૂત્રોએ જણાવ્યું હતું કે તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તાએ ભાજપના પાંચ કાર્યકર્તાઓની ગોળી મારી હત્યા કરી નાંખી હતી. જ્યારે 18 લોકો હજુ પણ લાપતા છે. તૃણમૂલ કોંગ્રેસનો દાવો છે કે આ ઘટનામાં તેની પાર્ટીના પણ 3 લોકોની હત્યા થઈ છે.

આ પણ વાંચો :  બંગાળ હિંસા: કેન્દ્રએ કહ્યું, મમતા બરોબર કામ નથી કરી રહી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઘર્ષણમાં બીજેપીના ત્રણ કાર્યકર્તાઓ અને તૃણમૂલ કોંગ્રેસના એક કાર્યકર્તાનું મોત થયું છે. આ ઘટના બાદ બીજેપી નેતા મુકુલ રોયના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળ રવિવારે બશીરહાટ હોસ્પિટલ પહોંચ્યું હતું. આ પ્રતિનિધિમંડળે હિસાની સ્થિતિની સમીક્ષા લઈ અમિત શાહને ત્યાંની સ્થિતિથી વાકેફ કર્યા હતા.

'ટીએમસી સરકાર ફેલાવી રહી છે અશાંતિ'
બીજેપી નેતા મુકુલ રોયે કહ્યું કે, બંગાળની સીએમ રાજ્યમાં અશાંતીની સ્થિતિ પેદા કરી રહી છે. ગઈકાલે સાંજે ટીએમસી નેતાઓ દ્વારા બશીરહટના સંદેશખલીમાં અમારા કાર્યકર્તાઓ પર હુમલો કર્યો અને તેમની હત્યા કરી. કેટલાક ગામ એવા છે જ્યાં એટલી અશાંતી ફેલાઈ ગઈ છે કે, લોકો ગામ છોડવા મજબૂર થયા છે. પોલીસ સાચી રીતે તપાસ નથી કરી રહી, તે ઘટનાને છૂપાવવાની કોશિસ કરી રહી છે.
First published: June 9, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...