વિનોદ રાયે સંજય નિરુપમની માફી માગી, કોંગ્રેસે કહ્યું- UPA વિરુદ્ધ ષડયંત્રમાં 'મુખ્ય કઠપૂતળી' હતા પૂર્વ CAG

પૂર્વ સીએજીએ એ પણ કહ્યું કે નિરુપમ વિરુદ્ધ તેમના દ્વારા આપવામાં આવેલા નિવેદનો તથ્યાત્મક રીતે ખોટા છે. (Image- Facebook)

કોંગ્રેસ નેતા પવન ખેડાએ દાવો કર્યો છે કે, ‘હવે ત્રીજી વખત પડદો ખુદ વિનોદ રાયે ઉઠાવ્યો છે જે પોતે આ મામલામાં કઠપૂતળી છે.’ રાયએ સ્વીકાર કર્યો કે, ‘તેમણે ખોટું બોલ્યું હતું, પોતાની બૂક વેચવા વારંવાર જુઠ બોલ્યું અને સંજય નિરુપમનું નામ લીધું. નિરુપમ તેને અદાલતમાં લઈ ગયા અને પછી રાયએ માફી માંગી લીધી.’ કોંગ્રેસ નેતાએ રાય પર નિશાનો સાધતા સવાલ કર્યો કે, ‘જે વ્યક્તિ પુસ્તક વેંચવા માટે આટલું મોટું જૂઠ બોલી શકે છે, તે પોતાના ઉપરીઓનો એજન્ડા આગળ વધારવા માટે શું ને શું કર શકે છે?’

 • Share this:
  નવી દિલ્હી. 2G સ્પેક્ટ્રમ ફાળવણી (2G Spectrum) મામલે કરવામાં આવેલા દાવા ઉપર પૂર્વ સાંસદ સંજય નિરુપમ (Sanjay Nirupam)ની ભૂતપૂર્વ કમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ (CAG) વિનોદ રાયે (Vinod Rai) માફી માગ્યા બાદ કોંગ્રેસે (Congress) શુક્રવારે કહ્યું કે યુપીએ (UPA) સરકારને બદનામ કરવા અને એક મજબૂત અર્થવ્યવસ્થાને પાટા પરથી નીચે ઉતારવાના ષડ્યંત્રમાં રાય એક ‘મુખ્ય કઠપૂતળી’ હતા અને તેમણે દેશની માફી માગવી જોઈએ. પાર્ટી પ્રવક્તા પવન ખેડાએ એવું પણ કહ્યું કે, ‘આ કાવતરાની અન્ય કઠપૂતળીઓ’ અરવિંદ કેજરીવાલ, કિરણ બેદી, બાબા રામદેવ, વીકે સિંહ અને કેટલાક અન્ય લોકોએ પણ માફી માગવી જોઈએ. કોંગ્રેસના દાવા ઉપર હાલ વિનોદ રાય અને અન્ય વ્યક્તિ તરફથી કોઈ પ્રતિક્રિયા નથી આવી.

  ખેડાએ કહ્યું, ‘મનમોહન સિંહ (Manmohan Singh)ના નેતૃત્વવાળી સરકારને બદનામ કરવાનું આ એક ગુનાહિત કાવતરું હતું જેના પરથી પડદો ધીમે-ધીમે ઊંચકાઈ રહ્યો છે. પહેલી વખત તેના પરથી પડદો ત્યારે ઉઠ્યો જ્યારે સીબીઆઈ (CBI)ની વિશેષ અદાલતે 21 સપ્ટેમ્બર, 2017ના પોતાનો નિર્ણય જાહેર કર્યો હતો, જેમાં બધા આરોપોની ધજ્જિયાં ઉડી ગઈ હતી. બીજી વખત પડદો ત્યારે ઉઠ્યો જ્યારે સીબીઆઈના વકીલે કોલસા ફાળવણી મામલે મનમોહન સિંહને ક્લીન ચિટ આપી હતી.’

  તેમણે દાવો કર્યો હતો કે, ‘હવે ત્રીજી વખત પડદો ખુદ વિનોદ રાયે ઉઠાવ્યો છે જે પોતે આ મામલામાં એક કઠપૂતળી હતા. રાયે સ્વીકાર્યું કે તેઓ ખોટું બોલ્યા હતા. પોતાનું પુસ્તક વેંચવા માટે વારંવાર ખોટું બોલ્યું અને સંજય નિરુપમનું નામ લીધું. નિરુપમ તેમને કોર્ટમાં લઈ ગયા અને પછી વિનોદ રાયે માફી માગી લીધી.’ કોંગ્રેસ નેતાએ રાય પર નિશાનો સાધતા સવાલ કર્યો, ‘જે વ્યક્તિ પુસ્તક વેંચવા માટે આટલું મોટું જૂઠ બોલી શકે છે, તે પોતાના ઉપરીઓનો એજન્ડા આગળ વધારવા માટે શું ને શું કર શકે છે?’

  રાય એકમાત્ર કાવતરું રચનાર નહોતા - ખેડા

  ખેડાએ દાવો કર્યો કે, ‘આમા રાય એકમાત્ર કાવતરું રચનાર નહોતા. અન્ય પણ હતા જે જુદા જુદા પદ પર હતા. વીકે સિંહ મોદી સરકારમાં સાત વર્ષથી મંત્રી છે. અરવિંદ કેજરીવાલ, જે કહેતા હતા કે રાજકારણમાં નહીં આવું, તે આજે મોદીજી સાથે મળીને દિલ્હીમાં સરકાર ચલાવી રહ્યા છે. કિરણ બેદીને અગાઉ દિલ્હીના મુખ્યમંત્રી બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને બાદમાં પોંડીચેરીમાં ઉપરાજ્યપાલ બનાવવામાં આવ્યા. બાબા રામદેવ એક સમૃદ્ધ વ્યાપારી બની ગયા. ખુદ વિનોદ રાયને કેટલીય રીતે મદદ કરવામાં આવી.’

  આ પણ વાંચો: UPમાં પ્રિયંકા ગાંધીએ કહ્યું- 'કોંગ્રેસ સત્તામાં આવશે તો ખેડૂતોના દેવા માફ કરીશું'

  તેમણે આરોપ લગાવ્યો હતો કે, ‘હવે સીએજીના રિપોર્ટના કારણે મીડિયામાં થતી ચર્ચા તો ખરી જ, સંસદની અંદર પણ ચર્ચા થશે. શું આ કાવતરું એક પસંદ કરાયેલી સરકારને બદનામ કરવા અને મજબૂત અર્થવ્યવસ્થાને પાટા પરથી ઉતારવા માટે હતું?’ ખેડાએ કહ્યું, ‘કઠપૂતળી નંબર એક – વિનોદ રાયને અમારું એ કહેવું છે કે, હવે તે આખા દેશની માફી માંગે. જો થોડું ઈમાન બચ્યું હોય તો પોતાનું મહેનતાણું સરકારી ખજાનામાં પાછું પહોંચાડી દે. બાકીની કઠપૂતળીઓને પણ કહેવું છે કે તેઓ પણ દેશ પાસે માફી માંગે. આકાને જવાબ આપવા માટે પ્રજા તૈયાર છે.’

  શું છે મામલો?

  ઉલ્લેખનીય છે કે, વિનોદ રાયએ 2જી સ્પેક્ટ્રમ ફાળવણી મામલામાં સીએજી રિપોર્ટમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નામ સામેલ ન કરવા માટે દબાણ કરનારાઓમાં કોંગ્રેસ નેતા સંજય નિરુપમના નામના ઉલ્લેખ ઉપર વિના શર્તે તેમની પાસે માફી માંગી લીધી છે. રાયએ પોતાના પુસ્તકમાં નિરુપમના નામનો ઉલ્લેખ એ સાંસદો સાથે કર્યો છે, જેમણે કેગની રિપોર્ટ પહેલા પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નામ નહીં લેવા માટે તેના પર કથિત રીતે દબાણ કર્યું હતું.

  આ પણ વાંચો: બદલાઈ ગયું Facebookનું નામ, જાણો હવે કયા નામથી ઓળખાશે આ પ્લેટફોર્મ

  2014ની સાલમાં પૂર્વ સીએજીએ પોતાના પુસ્તકમાં આરોપ લગાવ્યો હતો અને મીડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં તેનું પુનરાવર્તન કર્યું હતું. જેના પછી નિરુપમે રાય વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. પટિયાલા હાઉસમાં મેટ્રોપૉલિટન મજિસ્ટ્રેટની અદાલતે રાયની માફી સ્વીકાર કરીને નિરુપમનું નિવેદન દાખલ કરીને મામલાની પતાવટ કરી નાખી હતી.
  Published by:Nirali Dave
  First published: