ભારતમાં કારગિલ યુદ્ધ આમ તો ભારતીય સેનાનું મોટું યુદ્ધ ન હતું, પરંતુ તેનું મહત્વ ભારતીય સેનાના ઇતિહાસમાં ખૂબ વધુ છે. કારણ કે આ યુદ્ધમાં આપણી સેનાએ સાહસ અને વીરતા સાથે સ્થિતિ અનુસાર જે રણનિતી બનાવી અને ધૈર્યનો પરીચય આપ્યો હતો, તે અદ્વિતીય હતો. આ યુદ્ધમાં કેપ્ટન વિક્રમ બત્રાને તેમના અસીમ સાહસ માટે મરણોપરાંત પરમવીર ચક્રથી સન્માનિત કરાયા હતા. જમ્મૂ-કાશ્મીર રાઇફલ્સના કેપ્ટન બત્રા 7 જુલાઇ, 1999માં કારગિલ યુદ્ધમાં શહીદ થયા હતા.
કારગિલ યુદ્ધમાં શહીદી
કેપ્ટન વિક્રમ બત્રાએ 24 વર્ષની ઉંમરમાં તે ઊંચાઇ મેળવી જેનું સપનુ દરેક ભારતીય જોવે છે. કારગિલ યુદ્ધમાં તેમણે પોઇન્ટ 4875 પર કબજો કરવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. હિમાચલ પ્રદેશના પાલમપુરમાં જન્મેલા વિક્રમ બત્રાના પિતા ગિરધારી લાલ બત્રા સરકારી શાળામાં પ્રિન્સિપાલ હતા અને તેમની માતા સ્કૂલ ટીચર હતા.
તેમણે પાલમપુરમાં સ્કૂલ શિક્ષણ મેળવ્યા બાદ ચંદીગઢમાં સ્નાતકનો અભ્યાસ કર્યો. આ દરમિયાન તેમણએ એનસીસીનું સી સર્ટિફિકેટ મેળવ્યું હતું અને દિલ્હીમાં થયેલ ગણતંત્ર દિવસની પરેડમાં પણ ભાગ લીધો. જે બાદ તેમણે સેનામાં જોડાવાનો નિર્ણય કર્યો. સ્નાતકના અભ્યાસ દરમિયાન જ બત્રાની મર્ચેન્ટ નેવી માટે હોંગકોંગની કંપનીમાં પસંદગી કરવામાં આવી હતી, પરંતુ આકર્ષક કરિયરની જગ્યાએ તેમણે દેશ સેવા કરવાનો નિર્ધાર કર્યો.
સેનામાં પ્રવેશ
સ્નાતકનો અભ્યાસ કર્યા બાદ તેમણએ સંયુક્ત રક્ષા સેવાની તૈયારી શરૂ કરી દીધી અને 1996માં સીડીએસની સાથે જ સર્વિસિઝ સિલેક્શન બોર્ડમાં પસંદગી પામ્યા અને ઇન્ડિયન મિલિટ્રી એકેડેમી સાથે જોડાવવાની સાથે માનેક શો બટાલિયનનો ભાગ બન્યા. ટ્રેનિંગ પૂર કર્યાના 2 વર્ષ બાદ જ તેમને યુદ્ધના મેદાનમાં જવાનો અવસર મળ્યો.
ડિસેમ્બર, 1997માં જમ્મૂના સોપોરમાં તેમને 13 જમ્મૂ-કાશ્મીર રાઇફલ્સમાં લેફ્ટિનેટ પદ પર નિયુક્ત કરવામાં આવ્યા, જે બાદ જૂન, 1999માં કારગિલ યુદ્ધમાં જ તેઓ સફળતાના આધારે કેપ્ટનના પદ પર પહોંચી ગયા હતા. ત્યાર બાદ કેપ્ટન બત્રાની ટુકડીને શ્રીનગર-લેહ રસ્તા પર મહત્વની 5140 શિખરને મુક્ત કરાવવાની જવાબદારી આપવામાં આવી.
પહેલા તો કેપ્ટન બત્રા ફરીને દુશ્મનને જાણ પણ ન થાય તે રીતે શિખર પર ત્યાં સુધી ચઢવામાં સફળ થયા, જેથી દુશ્મનના સૈનિકો તેમના હુમલાની હદમાં આવી ગયા, જ્યારે તેમની ટુકડી હંમેશા દુશ્મનના હુમલાની હદમાં હતી. અહીંથી કેપ્ટને પોતાના સાથીઓનો નેતૃત્વ કર્યુ અને દુશ્મનો પર હુમલો કરી દીધો અને 20 જૂન, 1999ની સવારે બાકીના 3 શિખરો પોતાનો કબ્જામાં કરી લીધા અને રેડીયો પર પોતાની જીતની જાહેરાત કરતા કહ્યું, યે દિલ માંગે મોર.
4875નું તે ખાસ શિખર
બત્રાની ટુકડીને ત્યાર બાદ 4875ના શિખર પર કબ્જો કરવાની જવાબદારી મળી હતી. આ સાંકડા શિખર પર પાકિસ્તાની સૈનિકોએ મજબૂત સુરક્ષા રાખી હતી. કેપ્ટન બત્રાએ આ વખતે પણ તે જ રણનીતિ અપનાવી અને તુરંત જ અમલ કરવાનો નિર્ણય કર્યો. આ વખતે પણ પોતાના કામમાં તેઓ સફળ તો થયા, પરંતુ આ દરમિયાન તેઓ ખૂબ ઇજાગ્રસ્ત થયા અને શિખર પર કબ્જો મેળવ્યા પહેલા તેમણે પોતાની ટુકડી સાથે ઘણા પાકિસ્તાની સૈનિકોને ખતમ કર્યા અને પોતાના જીવનું બલિદાન આપ્યું.
કેપ્ટન બત્રાની બહાદુરી માટે તેમને માત્ર મરણોપરાંત પરમવીર ચક્રનું સન્માન જ નહીં, પરંતુ 4875 શિખરને વિક્રમ બત્રા ટોપ નામ આપવામાં આવ્યું છે. તે પાલમપુરના બીજા એવા સૈનિક હતા, જેમને પરમવીર ચક્ર મળ્યું છે. તેમની પહેલા મેજર સોમનાથ શર્માને દેશમાં સૌથી પહેલા પરમવીર ચક્ર પ્રદાન કરવામાં આવ્યું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર