લખનઉ : ગેંગસ્ટર વિકાસ દુબે એન્કાઉન્ટર (Vikash Dubey Encounter)મામલામાં ઉત્તર પ્રદેશ સરકારે (UP Government) એસઆઈટી તપાસ (SIT Investigation)નો આદેશ આપ્યો છે. SITની આગેવાની એડિશનલ ચીફ સેક્રેટરી સંજય ભૂસરેડ્ડી કરશે. ADG હરિરામ શર્મા અને DIG રવીન્દ્ર ગૌડને પણ તપાસ દળનો ભાગ બનાવ્યા છે. એસઆઈટી આ મામલાની તપાસ 31 જુલાઈ સુધી કરીને સરકારને રિપોર્ટ આપશે.
તમને જણાવી દઈએ કે ઉજ્જૈનમાં ધરપકડ થયા પછી વિકાસ દુબેને કાનપુર લાવવામાં આવી રહ્યો હતો. રસ્તામાં એસટીએફની ગાડીનો અકસ્માત થયો હતો અને પોલીસના મતે વિકાસ દુબેએ એક પોલીસકર્મીની પિસ્તોલ ઝૂંટવવાનો પ્રયત્ન કર્યો હતો. આ પછી તેણે પોલીસ પર ફાયરિંગ કરીને ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. જવાબી ફાયરિંગમાં તેને ગોળી વાગી હતી. જેમાં વિકાસ દુબેનું મોત થયું હતું.
એસટીએફની આ થ્યોરી પર ચારે તરફથી સવાલો ઉઠી રહ્યા છે. જેથી રાજ્ય સરકારે આ કેસની એસઆઈટી તપાસ કરાવવાનો નિર્ણય કર્યો છે. બીજી તરફ યૂપી પોલીસે સ્પષ્ટ કર્યું છે કે કાનપુરના બિકરુ ગામમાં 8 પોલીસકર્મીઓની હત્યાના મુખ્ય આરોપી વિકાસ દુબેના માર્યા ગયા પછી પણ પોલીસનું ઓપરેશન અટક્યું નથી. પોલીસ હજુ પણ વિકાસ દુબેના 12 સાથીઓને શોધી રહી છે. જેમણે જધન્ય હત્યાકાંડને અંજામ આપ્યો હતો. હાલ પોલીસે વિકાસ સહિત 6 લોકોને એન્કાઉન્ટરમાં ઠાર કર્યા છે. 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર