Home /News /national-international /

વિજયાદશમી: PM મોદી આજે દેશને સમર્પિત કરશે 7 રક્ષા કંપની, આ કંપનીઓ કઈ કઈ છે?

વિજયાદશમી: PM મોદી આજે દેશને સમર્પિત કરશે 7 રક્ષા કંપની, આ કંપનીઓ કઈ કઈ છે?

PM સાત કંપની દેશને સમર્પિત કરશે. (પ્રતીકાત્મક તસવીર)

PM Modi Defence Companies: આ કાર્યક્રમમાં રક્ષા મંત્રી રાજનાથી સિંહ (Rajnath Singh) અને રક્ષા ઉદ્યોગ સાથે જોડાયેલા અનેક પ્રતિનિધિઓ હાજર રહેશે.

  નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) શુક્રવારે વિજયાદશમી (Vijayasdashami/Dussehra 2021)ના પ્રસંગે દેશના સાત રક્ષા કંપની સમર્પિત કરશે. આ કાર્યક્રમમાં રક્ષા મંત્રી રાજનાથી સિંહ (Rajnath Singh) અને રક્ષા ઉદ્યોગ સાથે જોડાયેલા અનેક પ્રતિનિધિઓ હાજર રહેશે. રક્ષા મંત્રાલય (Defence Ministry) તરફથી આયોજિત આ કાર્યક્રમમાં પીએમ મોદી એક વીડિયો સંદેશ જાહર કરશે. આ ઉપરાંત પીએમ મોદી વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી ગુજરાતના સુરત શહેરમાં પટેલ સમાજની હોસ્ટેલના ફેઝ-1નું ભૂમિ પૂજન પણ કરશે. આ હોસ્ટેલનું નિર્માણ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ (Saurashtra Patel Seva Samaj) તરફથી કરવામાં આવશે.

  વડાપ્રધાન કાર્યાલચ તરફથી જાહેર કરવામાં આવેલી મીડિયા યાદીમાં કહેવામાં આવ્યું છે કે, સરકારે રક્ષા ક્ષેત્રમાં દેશની આત્મનિર્ભરતા વધારવાના ઉપાય તરીકે એક સરકારી વિભાગથી ઓર્ડિનન્સ ફેક્ટ્રી બોર્ડને સાત 100% સરકારી સ્વામિત્વ વાળી કોર્પોરેટ કંપનીમાં બદલવાનો નિર્ણય કર્યો છે. પીએમએ ગુરુવારે ટ્વીટ કર્યું હતું કે, "આવતીકાલે 15 ઓક્ટોબર, વિજયાદશમીના ખાસ પ્રસંગે 7 નવી રક્ષા કંપનીઓને દેશને સમર્પિત કરવામાં આવશે. રક્ષા ક્ષેત્રને આધુનિક બનાવવાનો અને દેશને આત્મનિર્ભર બનાવવાની તૈયારી માટે અમારા આ પ્રયાસ છે."

  સાત કંપનીના નામ (7 new defence companies)

  1) મ્યૂનિશન્સ ઇન્ડિયા લિમિટેડ- Munitions India Limited (MIL)
  2) આર્મર્ડ વ્હીકલ્સ નિગમ લિમિટેડ- Armoured Vehicles Nigam Limited (AVANI)
  3) એડવાન્સ્ડ વેપન્સ એન્ડ ઇક્વિપમેન્ટ ઇ્ડિયા લિમિટેડ- Advanced Weapons and Equipment India Limited (AWE India)
  4) ટ્રૂપ કમ્ફર્ટ્સ લિમિટેડ- Troop Comforts Limited (TCL)
  5) યંત્ર ઇન્ડિયા લિમિટેડ- Yantra India Limited (YIL)
  6) ઇન્ડિયા ઓપ્ટેલ લિમિટેડ- India Optel Limited (IOL)
  7) ગ્લાઇડર્સ ઇન્ડિયા લિમિટેડ- Gliders India Limited (GIL)

  200 કરોડના ખર્ચે બનશે હોસ્ટેલ

  સુરત ખાતે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના ફેઝ-1ના હોસ્ટેલના ભૂમિપૂજનના કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાશે. આ હોસ્ટેલ 200 કરોડના ખર્ચે બનશે. આ હોસ્ટેલમાં 1,000 વિદ્યાર્થીઓ અને 500 વિદ્યાર્થિનીઓ માટે રહેવાની વ્યવસ્થા હશે. એટલે કે કુલ 1500 સ્ટુડન્ટ્સ રહી શકશે. આ કાર્યક્રમમાં તમામ પાટીદાર ધારાસભ્યો, સાંસદ, મંત્રી, મુખ્યમંત્રી, ગુજરાત બીજેપી પ્રમુખ સી.આર.પાટીલ સહિતના નેતાઓ રહેશે હાજર.

  વિજયાદશમી તહેવાર:

  વિજયાદશમી એટલે કે દશેરા (Dussehra 2021)નો તહેવાર. વિજયાદશમી એટલે દેવીના વિજયનો તહેવાર. આ શ્રીરામની રાવણ પર અને માતા દુર્ગાની શુંભ-નિશુંભ પર વિજયના ઉપલક્ષ્યમાં ઉજવવામાં આવે છે. પરંપરા મુજબ આને આપણે અધર્મ પર ધર્મનો વિજયના તહેવારના રૂપમાં ઉજવીએ છીએ. આસો સુદ દસમના દિવસે દશેરાના પર્વની ઉજવણી કરવામાં આવે છે.  વિજયાદશમી (Vijyadashami 2021) શક્તિની ઉપાસનાનો તહેવાર છે. શક્તિનો અર્થ છે- બળ, સામર્થ્ય અને પરાક્રમ. દરેક વ્યક્તિ પોતાની શક્તિનો ઉપયોગ જુદી જુદી રીતે કરે છે. દુર્જન વ્યક્તિ જ્ઞાનનો ઉપયોગ વ્યર્થ વિવાદ અને ચર્ચામાં કરે છે. આ દિવસે શસ્ત્રપૂજા પણ કરવામાં આવે છે. આ જ પ્રસંગે પીએમ મોદી દેશના નવી સાત રક્ષા કંપની સમર્પિત કરી રહ્યા છે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Defence, Dussehrah, Rajnath Singh, પીએમ મોદી

  આગામી સમાચાર