Home /News /national-international /લંડનઃ સિગારેટ વેચવાનો ઇન્કાર કરનાર ગુજરાતી દુકાનદારની હત્યા

લંડનઃ સિગારેટ વેચવાનો ઇન્કાર કરનાર ગુજરાતી દુકાનદારની હત્યા

વિજય પટેલની પત્ની સાથે ફાઈલ તસવીર

વિજય પર હુમલો થયો ત્યારે તેની પત્ની વિભા ભારતમાં તેના પરિવારને મળવા માટે આવી હતી.

    લંડનઃ ભારતીય મૂળના એક પટેલ દુકાનદારની ઉત્તર લંડનમાં માર મારીને હત્યા કરવામાં આવી છે. દુકાનદારે ઓછી ઉમર હોવાને કારણે એક કિશોરને સિગારેટ વેચવાનો ઇન્કાર કર્યો હતો. બાદમાં તેણે દુકાનદાર પટેલ પર હુમલો કરી દીધો હતો. લંડનઃ ભારતીય મૂળના એક પટેલ દુકાનદારની ઉત્તર લંડનમાં માર મારીને હત્યા કરવામાં આવી છે.

    દુકાનદારે ઓછી ઉમર હોવાને કારણે એક કિશોરને સિગારેટ વેચવાનો ઇન્કાર કર્યો હતો. બાદમાં તેણે દુકાનદાર પટેલ પર હુમલો કરી દીધો હતો.  વિજય પટેલ નામના 49 વર્ષના વ્યક્તિ પર શહેરના મિલ હિલ વિસ્તારમાં શનિવારે રાત્રે હુમલો થયો હતો. હુમલા બાદ વિજયને હોસ્પિટલમાં ખસેડાવામાં આવ્યો હતો પરંતુ સારવાર દરમિયાન સોમવારે તેનું મોત થઈ ગયું હતું. વિજય પટેલના પરિવારે તે લાઇફ સપોર્ટ સિસ્ટમ પર હોય તેવી એક તસવીર જાહેર કરીને હુમલાખોરને પકડી લેવાની અપીલ કરી હતી.

    વિજય પટેલ પર હુમલો કરનાર કિશોર


    આ કેસમાં 16 વર્ષના કિશોરની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કિશોર સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

    વિજય પટેલ વર્ષ 2006માં પત્ની સાથે લંડન આવ્યા હતા. વિજય બે બાળકોના પિતા હતા. પટેલના મિત્રોએ તેમને 'ઇમાનદાર' અને 'મહેનતુ' વ્યક્તિ બતાવ્યા છે. પટેલના પરિવારની મદદ માટે તેમના મિત્રોએ એક ઓનલાઇન કેમ્પેન ચલાવ્યું છે, જેમાં અત્યાર સુધી 13 લાખ રૂપિયા એકઠા કરવામાં આવ્યા છે.

    સિગારેટ આપવાની મનાઈ કર્યા બાદ કિશોરે વિજયની છાતી પર પંચ માર્યો હતો, જેના કારણે તે જમીન પર પટકાયા હતા અને માથામાં ઈજા પહોંચી હતી. વિજય પર હુમલો થયો ત્યારે તેની પત્ની વિભા ભારતમાં તેના પરિવારને મળવા માટે આવી હતી. નોંધનીય છે કે યુકેમાં 18 વર્ષથી નીચેના લોકો તંબાકુ પ્રોડક્ટ ખરીદી શકતા નથી. ત્યારે સિગારેટ નહીં વેચીને કાયદાનું પાલન કરવા જતાં એક ગુજરાતીએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
    First published: