Home /News /national-international /વિજય માલ્યા સાથે કોઈ કોન્ટેક્ટ થતો નથી, મને આ કેસમાંથી હટાવો: વકીલે સુપ્રીમ કોર્ટને કરી વિનંતી

વિજય માલ્યા સાથે કોઈ કોન્ટેક્ટ થતો નથી, મને આ કેસમાંથી હટાવો: વકીલે સુપ્રીમ કોર્ટને કરી વિનંતી

વિજય માલ્યા (ફાઈલ ફોટો)

બિઝનેસ મેન વિજય માલ્યના વકીલે સુપ્રીમ કોર્ટને અપીલ કરી છે કે, તેમને એક કેસમાં માલ્યના પ્રતિનિધિત્વ કરવાથી મુક્ત કરવામાં આવે.

  નવી દિલ્હી: બિઝનેસ મેન વિજય માલ્યના વકીલે સુપ્રીમ કોર્ટને અપીલ કરી છે કે, તેમને એક કેસમાં માલ્યના પ્રતિનિધિત્વ કરવાથી મુક્ત કરવામાં આવે. કારણ કે તેનો હાલમાં બ્રિટનમાં રહેતા બિઝનેસમેન સાથે કોઈ સંપર્ક થતો નથી. જસ્ટિસ ડી. વાઈ. ચંદ્રચૂડ અને જસ્ટિસ હિમા કોહલીની પીઠને વકીલે કહ્યું કે, હું આ કેસમાંથી હટવા માગુ છું. મને આ વ્યક્તિ પાસેથી કોઈ નિર્દેશ નથી મળી રહ્યા. પીઠ સ્ટેટ બેંકની સાથે મૌદ્રિક વિવાદના સંબંધમાં માલ્યા તરફથી દાખલ કરવામાં આવેલી બે વિશેષ અનુમતી અરજી પર વિચાર કરી રહી હતી.

  આ પણ વાંચો: ઈઝરાયલમાં સત્તા પરિવર્તન: ફરી વાર બેન્ઝામીન નેતન્યાહૂની બની સરકાર, પીએમ મોદીએ આપી શુભકામના

  બેન્ચે વકીલને કેસમાંથી હટાવાની પ્રક્રિયાનુ પાલન કરવાની મંજૂરી આપી દીધી છે. તેને કોર્ટની રજીસ્ટ્રીને માલ્યાના ઈમેલ આઈડી અને હાલના આવાસીય સરનામા વિશે સૂચિત કરવા માટે કહેવામાં આવ્યું છે. અહીં ઉલ્લેખનિય છે કે, સુપ્રીમ કોર્ટે જૂલાઈમાં વિજય માલ્યાને આદેશોનું ઉલ્લંઘન કરવાના આરોપમાં કોર્ટની અવમાનના કરવાના આરોપમાં 4 મહિના કેદની સજા સંભળાવી હતી. કોર્ટે ભારત સરકારના અધિકારીઓને દેશમાં માલ્યાની હાજરી નક્કી કરવા માટે પણ ઓર્ડર આપ્યા છે.

  2017માં અવમાનનો દોષિત ઠર્યો


  રિપોર્ટ અનુસાર, કોર્ટે આ મામલામાં સજાનો સમય નક્કી કરવાની સાથે પોતાના નિર્ણય આ વર્ષે 10 માર્ચે સુરક્ષિત રાખ્યો હતો. અને ટિપ્પણી કરી હતી કે માલ્યા વિરુદ્ધ સુનાવણીમાં હવે કોઈ પ્રગતિ થઈ શકશે નહીં. માલ્યાને અવમાનના માટે 2017માં દોષિત ઠેરવ્યો હતો. વડી અદાલતે 2017માં નિર્ણય પર ફેરવિચારણ કરીને માલ્યા તરફથી દાખલ કરવામાં આવેલી ફેરવિચારણા અરજી 2020માં રદ કરી દીધી હતી. માલ્યા માર્ચ 2016થી બ્રિટનમાં રહી રહ્યો છે. 18 એપ્રિલ 2017થી સ્કોલેન્ડ યાર્કે પ્રત્યર્પણ વોરન્ટ પર તેને જામીન આપ્યા હતા.
  Published by:Pravin Makwana
  First published:

  Tags: Supreme Court, Vijay Malya

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन