બેંક કૌભાંડમાં ભાગેડું વિજય માલ્યાની કંપનીનાં શેર ડેબ્ટ ટ્રીબ્યુનલ દ્વારા હરાજીમાં મુકાવામાં આવ્યા છે પણ આ હરાજીની સામે ઇન્કમટેક્ષ વિભાગે લોકોને ચેતવણી આપી છે કે, વિજય માલ્યા કર ચોરીની મામલામાં તેમની તપાસ હેઠળ હોઇ તેની કંપનીના શેર ખરીદતા પહેલા વિચારજો અને લોકોને આ શેર ન ખરીદવા માટે અપીલ કરી છે.
ડેબ્ટ રિકવરી ટ્રિબ્યુનલે વિજય માલ્યાની કંપનીના (સ્ટડ ફાર્મ) શેર ઓક્ટોબર 30નાં રોજ હરાજી માટે મુક્યા છે. આ ટ્રિબ્યુનલે 41,52,272 શેર હરાજી માટે મુક્યા છે. વિજય માલ્યાએ જે 17 બેંકો પાસેથી લોન લીધી હતી અને ભરપાઇ નથી કરી તે બેંકોએ આ પૈસાની પાછા મેળવવા માટે આ શેરોની હરાજી પર મૂક્યા છે.
જો કે, ઇન્કમટેક્ષ વિભાગે ચેતવણી આપતા કહ્યું કે, જે કોઇ વિજય માલ્યાની કંપનીના આ શેર ખરીદશે તે નકામા થઇ જશે. કેમ કે, માલ્યાની તપાસ હજુ ઇન્કમટેક્ષ કરી રહી છે.
આ દરમિયાન સર્વિસ ટેક્ષ વિભાગે પણ માલ્યાની કિંગફિશર એરલાઇન પાસેથી રૂ87.5 કરોડ વસુલવા માટે નોટિસ આપી છે. એરલાઇને પેસેન્સજરો પાસેથી ભેગા કરેલા પણ સર્વિસ ટેક્ષ વિભાગમાં જમા નહોતા કરાવ્યા. માલ્યાને ઘોડાઓને ખુશ શોખ હતો અને તેણે 1992માં બેંગલુરુ પાસે આવેલા કુંનિગલ સ્ટડ ફાર્મ ખરીદ્યુ હતું. હાલ, વિજય માલ્યા ઇગ્લેંડમાં છે. ભારત માલ્યાને પરત લાવવા માટે કોશિષ કરી રહ્યું છે.
આ પહેલા સપ્ટેમ્બર 19ના રોજ, દિલ્હી સ્થિત ચૌધરી એવિએશન ફેસિલીટીઝ લીએ હરાજી થકી, વિજય માલ્યાનાં બે હેલિકોપ્ટર ખરીદ્યા હતા. એક હેલિકોપ્ટરની કિંમત 8.50 કરોડ અને બીજા હેલિકોપ્ટરની કિંમત 4.37 કરોડ હતી. આ હેલિકોપ્ટર મુંબઇમાં પાર્ક કરેલા હતા.