એક વખત લોન ન ચુકવવા બદલ 'માલ્યાજી'ને ચોર કહેવા યોગ્ય નથીઃ નીતિન ગડકરી

News18 Gujarati
Updated: December 14, 2018, 8:43 AM IST
એક વખત લોન ન ચુકવવા બદલ 'માલ્યાજી'ને ચોર કહેવા યોગ્ય નથીઃ નીતિન ગડકરી
કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી (ફાઇલ તસવીર)

માલ્યા 50 વર્ષથી વ્યાજ ભરી રહ્યો હતો ત્યારે સારો હતો, એક વખત તે ડિફોલ્ટ થયો તો બધું ફ્રોડ થઈ ગયું? આવી માનસિકતા બરાબર નથી : ગડકરી

  • Share this:
નવી દિલ્હીઃ કેન્દ્રીય માર્ગ અને પરિવહન રાજ્યમંત્રી નીતિન ગડકરીએ ગુરુવારે કહ્યું કે એક વખત લોન નહીં ચુકવી શકનારા 'વિજય માલ્યાજી'ને ચોર કહેવો યોગ્ય નથી. તેમણે કહ્યું કે આર્થિક સંકટ સામે લડી રહેલા ઉદ્યોગતિનો ચાર દશકા સુધી લોન સમયસર ચુકવવાનો રેકોર્ડ રહ્યો છે.

ગડકરીએ જોકે, સ્પષ્ટ કર્યું કે માલ્યા સાથે તેમને કોઈ પણ પ્રકારની બિઝનેસ લેવડ દેવડ નથી. નોંધનીય છે કે તાજેતરમાં જ બ્રિટનની કોર્ટે માલ્યાને ભારતને સોંપી દેવાનો નિર્દેશ આપ્યો છે. માલ્યા પરત કથિત રીતે રૂ. નવ હજાર કરોડના બેંક ફ્રોડ તેમજ મની લોન્ડ્રિંગનો આરોપ છે.

ગડકરીએ ટાઇમ્સ ગ્રુપના આર્થિક સંમેલનને સંબોધન કરતા કહ્યુ કે, "40 વર્ષથી માલ્યા નિયમિત રીતે ચુકવણી કરતો રહ્યો હતો. વ્યાજ ચુકવી રહ્યો હતો. 40 વર્ષ પછી જ્યારે તે એરલાઇન્સ બિઝનેસમાં ગયો ત્યાર પછી અડચણો આવી તો તે અચાનક ચોર બની ગયો? તે 50 વર્ષથી વ્યાજ ભરી રહ્યો હતો ત્યારે સારો હતો, એક વખત તે ડિફોલ્ટ થયો તો બધું ફ્રોડ થઈ ગયું? આવી માનસિકતા બરાબર નથી.

આ પણ વાંચોઃ માલ્યાએ ભાજપના બળતામાં ઘી હોમ્યું: પાયલટ-સિંધિયાને કહ્યા 'યંગ ચેમ્પિયન'

ગડકરીએ કહ્યું કે, તેઓ જે લોનની વાત કરી રહ્યા છે તે મહારાષ્ટ્ર સરકારની સિકોમ દ્વારા માલ્યાને આપવામાં આવી હતી. આ લોન 40 વર્ષ પહેલા આપવામાં આવી હતી. આ લોનના વ્યાજની ચુકવણી માલ્યા છેલ્લા 40 વર્ષથી કરી રહ્યો હતો. મંત્રીએ કહ્યું કે કોઈ પણ બિઝનેસમાં ઉતાર અને ચઢાવ આવે છે. જો કોઈ મુશ્કેલીમાં ફસાય છે તો તેનું સમર્થન કરવું જોઈએ.આ પણ વાંચોઃ PNB સ્કેમ: મેહુલ ચોકસી વિરુદ્ધ ઇન્ટરપોલે જાહેર કરી રેડ કોર્નર નોટિસ

કોઈ પણ વ્યવસાય પછી તે બેંક હોય કે વીમા ક્ષેત્ર, તેમાં ઉતાર અને ચઢાવ આવે છે. જો અર્થવ્યવસ્થામાં વૈશ્વિક કે પછી આંતરિક કારણોને લીધે મંદીના કારણે ભૂલો ઊંચાઈ પર પહોંચી જાય, તો જે વ્યક્તિ સમસ્યાનો સામનો કરી રહ્યો છે તેનું સમર્થન કરવું જોઈએ.

બિઝનેસ સમસ્યાને ચૂંટણી સાથે જોડતા ગડકરીએ કહ્યું કે, કેવી રીતે તેઓ 26 વર્ષની ઉંમરમાં ચૂંટણી હારી ગયા હતા. ભાર આપતા તેમણે કહ્યું હતું કે એ હારનો મતલબ એવો ન હતો કે તેની રાજકીય કારકિર્દી ખતમ થઈ ગઈ છે.

ગડકરીએ કહ્યું કે, "નીરવ મોદી અને વિજય માલ્યાજીએ નાણાકીય ગરબડ કરી છે તો તેમને જેલમાં ધકેલી દેવા જોઈએ, પરંતુ તેઓ કોઈ મુશ્કેલીમાં આવી જાય છે તો આપણે તેમના પર દગાબાજનું લેબલ લગાવી દઈશું તો આપણી અર્થવ્યવસ્થા પ્રગતિ નહીં કરી શકે."
First published: December 14, 2018, 8:43 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading