Home /News /national-international /ભાગેડુ વિજય માલ્યાને બ્રિટન હાઇકોર્ટમાંથી ઝટકો, 28 દિવસમાં મોકલવામાં આવી શકે છે ભારત

ભાગેડુ વિજય માલ્યાને બ્રિટન હાઇકોર્ટમાંથી ઝટકો, 28 દિવસમાં મોકલવામાં આવી શકે છે ભારત

બ્રિટનની હાઇકોર્ટે માલ્યાની ભારત પ્રત્યર્પણ સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાની મંજૂરી વાળી અરજીને ફગાવી દીધી

બ્રિટનની હાઇકોર્ટે માલ્યાની ભારત પ્રત્યર્પણ સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાની મંજૂરી વાળી અરજીને ફગાવી દીધી

  લંડન : ભાગેડુ શરાબ વેપારી વિજય માલ્યા(Vijay Mallya)ને ફરી એક વખત બ્રિટનની (Britain)કોર્ટમાંથી ઝટકો લાગ્યો છે. બ્રિટનની હાઇકોર્ટે માલ્યાની ભારત પ્રત્યર્પણ સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાની મંજૂરી વાળી અરજીન ફગાવી દીધી છે. સૂત્રોના મતે આ અરજી ફગાવતા માલ્યા પાસે કોઈ રસ્તો બચ્યો નથી અને તેણે 28 દિવસોમાં ભારતને સોંપવામાં આવી શકે છે.

  મળેલી જાણકારી પ્રમાણે હવે બ્રિટન હોમ સેક્રેટરીએ માલ્યાના પ્રત્યપર્ણના દસ્તાવેજ પર 28 દિવસમાં હસ્તાક્ષર કરવા પડશે. આ હસ્તાક્ષર થયા પછી બ્રિટનના સંબંધિત લિભાગ ભારત સાથે માલ્યાના પ્રત્યપર્ણના સંબંધમાં કામ કરશે. તમને જણાવી દઈએ કે બ્રિટનના ઉચ્ચ ન્યાયલયે ગત મહિને વિજય માલ્યાની પ્રત્યપર્ણ સામે દાખલ કરેલી અરજીને ફગાવી દીધી હતી.

  આ પણ વાંચો - હવે ‘લૉકડાઉન’માં ગયો સૂરજ, સખત ઠંડી, ભૂકંપ અને દુષ્કાળની આશંકા - વૈજ્ઞાનિક

  માલ્યા માટે આ મોટો ફટકો છે કારણ કે બંધ થઈ ગયેલી કિંગફિશર એરલાઇન્સના દેવાથી સંબંધિત કેસ અને મની લોન્ડ્રીંગ કેસમાં ભારત પ્રત્યર્પણના આદેશ સામે તેની અપીલ હાઇકોર્ટમાં ગત મહિને જ ફગાવી દેવામાં આવી હતી.

  64 વર્ષના માલ્યા પાસે હાઇકોર્ટના નિર્ણય પછી ઉચ્ચ કોર્ટમાં જવાની મંજૂરી માગવાની અરજી દાખલ કરવા માટે 20 એપ્રિલથી લઈને 14 દિવસનો સમય હતો. હાઇકોર્ટે બ્રિટનના ગૃહમંત્રી દ્વારા પ્રમાણિત વસ્ટમિંસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટના પ્રત્યર્પણ આદેશ સામે માલ્યાની અરજી ફગાવી દીધી હતી.

  આ પહેલા વિજય માલ્યા (Vijay Mallya)એ સરકારને 100 ટકા દેવું ચૂકવવાનો પ્રસ્તાવ સ્વીકાર કરી તેમની વિરુદ્ધ ચાલી રહેલા કેસ બંધ કરવાની અપીલ કરી છે. વિજય માલ્યાએ એક ટ્વિટમાં કોવિડ 19 રાહત પેકેજ માટે સરકારને અભિનંદન પણ પાઠવ્યા હતા.
  " isDesktop="true" id="981999" >
  First published:

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन