Home /News /national-international /વિજય માલ્યાના પ્રત્યાર્પણની મળી મંજૂરી, બ્રિટન સરકાર ટુંક સમયમાં ભારત મોકલશે

વિજય માલ્યાના પ્રત્યાર્પણની મળી મંજૂરી, બ્રિટન સરકાર ટુંક સમયમાં ભારત મોકલશે

લંડનની વેસ્ટમિનિસ્ટર કોર્ટે વિજય માલયાને ભારત મોકલવાની પહેલાથી જ મંજૂરી આપી દીધી હતી, અને હવે બ્રિટનના ગૃહમંત્રાલય તરફથી પણ મંજૂરી મળી ગઈ

લંડનની વેસ્ટમિનિસ્ટર કોર્ટે વિજય માલયાને ભારત મોકલવાની પહેલાથી જ મંજૂરી આપી દીધી હતી, અને હવે બ્રિટનના ગૃહમંત્રાલય તરફથી પણ મંજૂરી મળી ગઈ

    કિંગફીશરના માલિક વિજય માલ્યાને ભારત લાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. માલ્યાને ભારત મોકલવાને લઈ બ્રિટને ગૃહ મંત્રાલયને મંજૂરી આપી દીધી છે. એવું માનવામાં આવે ચે કે, માલ્યા હવે બ્રિટન હાઈકોર્ટમાં આ નિર્ણય વિરુદ્ધ અપીલ દાખલ કરી શકે છે. કોર્ટમાં અપીલ કરવા માટે તેની પાસે 14 દિવસનો સમય છે.

    વિદેશ ભાગી ગયેલા શરાબના બિઝનેસમેન વિજય માલ્યાને ભારત લાવવાનો રસ્તો સાફ તઈ ગયો છે. માલ્યા પીએનબી સહિત દેશની કેટલીએ મોટી બેન્કોના નવ હજાર રૂપિયા લઈ ફરાર થઈ ગયો હતો. લંડનની વેસ્ટમિનિસ્ટર કોર્ટે વિજય માલયાને ભારત મોકલવાની પહેલાથી જ મંજૂરી આપી દીધી હતી, અને હવે બ્રિટનના ગૃહમંત્રાલય તરફથી પણ મંજૂરી મળી ગઈ છે.

    કેટલો દેવાદાર છે માલ્યા
    વિદેશ ભાગી ગયેલા માલ્યા પર બેન્કોનું લગભગ 9400 કરોડનું દેવું છે. તેની વિરુદ્ધ 17 બેન્કોએ સુપ્રીમકોર્ટમાં પિટીશન દાખલ કરી હતી. માલ્યા તરફથી કહેવામાં આવ્યું છે કે, તેલના ભાવ વધવાથી, વધારે ટેક્સ અને ખરાબ ઈંધણના કારણે તેમની કિંગફીશર એયરલાઈન્સને 6,107 કરોડનું નુકશાન ઉઠાવવું પડ્યું હતું. જોકે, તે હજુ પણ 1800 કરોડ રૂપિયાનો વિલફુલ ડિફોલ્ટર છે. બાકી બેન્કો હજુ પણ માલ્યા વિરુદ્ધ કોર્ટમાં ગઈ નથી.
    Published by:kiran mehta
    First published:

    Tags: Approval, Extradition, UK, Vijay Mallya

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन