ભારતની મેચમાં વિજય માલ્યાની એન્ટ્રી,પ્તત્યાર્પણ વિશે કહી આ વાત

News18 Gujarati
Updated: June 9, 2019, 5:31 PM IST
ભારતની મેચમાં વિજય માલ્યાની એન્ટ્રી,પ્તત્યાર્પણ વિશે કહી આ વાત
વિજય માલ્યાએ ભારતની મેચ જોવા પહોંચ્યા હતો.

સ્ટેડિયમની બહાર જ્યારે રિપોર્ટે પૂછ્યું કે ભારતમાં પરત ક્યારે આવશે તો માલ્યાએ આપ્યો આ જવાબ

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : જુદી જુદી બેન્કોના રૂપિયા 9 હજાર કરોડનું દેવું ન ચુકવી શકનાર વિજય માલ્યા ભારતમાંથી ભાગેડુ જાહેર કરાયો છે. વિજય માલ્યા હાલમાં લંડનમાં છે અને અદાલતમાં તેની ભારત પ્રત્યાર્પણની કાર્યવાહી ચાલી રહી છે. ક્રિકેટનો શોખીન અને રોયલ ચેલેન્જર બેંગ્લોરના પ્રથમ માલિક વિજય માલ્યા વર્લ્ડ કપની મેચમાં જોવા મળ્યા હતા.

વિજેય માલ્યા ઑવલ સ્ટેડિયમની બહાર દેખાતા રિપોર્ટરોએ તેમને સવાલ પૂછ્યા હતા. રિપોર્ટરોએ વિજય માલ્યાને પૂછ્યું હતું કે ભારતમાં પરત ક્યારે આવશે ત્યારે માલ્યાએ કહ્યું હતું કે 'હું અહીંયા મેચ જોવા માટે આવ્યો છું' વિજય માલ્યાના પ્રત્યાર્પણનો કેસ યુકેની અદાલતમાં ન્યાયાધીન છે અને તેની આગલી તારીખ જૂલાઈ મહિનામાં પડી છે.

આ પણ વાંચો : Live Ind vs Aus: ધવન રંગમાં, ભારતનો સ્કોર 150 રનને પાર

યુકેના ગૃહ વિભાગ અને વેસ્ટમિનિસ્ટર કોર્ટ દ્વારા ગત વર્ષે જ આર્થિક કૌભાંડો અને ગેરરિતીના કેસમાં વિજય માલ્યાના ભારત પ્રત્યાર્પણનો આદેશ આપ્યો હતો. માલ્યાએ સતત દલીલ કરી હતી કે તેની પાસે દેવું ચુકવવા માટે પૂરતી સંપત્તિ છે પરંતુ સરકાર તેની સંપત્તિનો ઉપયોગ કરવાની પરવાનગી નથી આપી રહી.

વર્ષ 2012માં વિજય માલ્યાની કિંગફિશર એરલાઇન બંધ થઈ ત્યારથી તેના પર ભારતની જુદી જુદી બેન્કોનું રૂપિયા 9,000 કરોડનું દેવું છે. પ્રત્યાર્પણના આદેશ બદલ માલ્યાની મૌખિલ અપીલની સુનાવણી આગામી બીજી જુલાઈએ થશે.

આ પણ વાંચો : ઓસ્ટ્રેલિયા સામે ધોની ‘બલિદાન બેઝ’વાળા વિકેટકીપિંગ ગ્લવ્સ નહીં પહેરે
Loading...

ગત વર્ષે પણ વિજય માલ્યા ભારત- ઇંગ્લેન્ડ વચ્ચે યોજાયેલી ટેસ્ટ મેચના અંતિમ દિવેસ ઑવલ મેદાન ખાતે દેખા દીધી હતી. જ્યારે ચેમ્પિયન્સ ટ્રોફીની મેચની ફાઇનલમાં પણ માલ્યા સ્ટેડિયમના વીઆઈપી કોર્નરમાં જોવા મળ્યો હતો.
First published: June 9, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...