માલ્યાને લોન કોંગ્રેસે અપાવી, અમે ડિફોલ્ટર્સ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરી: ગોયલ

News18 Gujarati
Updated: September 13, 2018, 6:22 PM IST
માલ્યાને લોન કોંગ્રેસે અપાવી, અમે ડિફોલ્ટર્સ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરી: ગોયલ
ગોયલે વધુમાં કહ્યું કે, માલ્યાની વાતને ગંભીરતાથી લેવાની જરૂર નથી. કોઈ પણ ગુનેગાર પોતાના બચાવમાં કઈં પણ જુઠુ બોલે છે, તેના પર વિશ્વાસ ન કરવો જોઈએ.

ગોયલે વધુમાં કહ્યું કે, માલ્યાની વાતને ગંભીરતાથી લેવાની જરૂર નથી. કોઈ પણ ગુનેગાર પોતાના બચાવમાં કઈં પણ જુઠુ બોલે છે, તેના પર વિશ્વાસ ન કરવો જોઈએ.

  • Share this:
ભારતીય બેન્કો પાસેથી કરોડોની લોન લઈ બ્રિટન ભાગી જનાર વિજય માલ્યાના નિવેદન બાદ ભારતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. ગુરૂવારે રાહુલ ગાંધીએ નાણામંત્રી અરૂણ જેટલી પર ગંભીર આરોપો લગાવી, તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવાની અને રાજીનામું આપવાની માંગ કરી. તો તેના જવાબમાં ભાજપે પણ કોંગ્રેસ પર પલટવાર કરવાનું શરૂ કર્યું છે. ભાજપના કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ બાદ કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે રાહુલ અને પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ પર શાબ્દીક હુમલો કર્યો છે. ગોયલે કહ્યું કે, માલ્યા અને રાહુલ 'જુગલબંધી' બાદ જૂઠાણુ ફેલાવી રહ્યા છે.

કેન્દ્રીય મંતે્રી પિયુષ ગોયલે આજે પ્રેસ કોન્ફરન્સ યોજી કોંગ્રેસ પર જબરદસ્ત હુમલો કર્યો છે. તેમણે કહ્યું કે, અમારી સરકારે વિજય માલ્યાને કોઈ પણ પ્રકારની છૂટ કે લોન નથી આપી. જે પણ માલ્યાએ ગોટાળા કર્યા તે બધા કોંગ્રેસ (યૂપીએ) સરકાર સમયે કર્યા. તેમણે કહ્યું કે, કોંગ્રેસના નેતા અને પૂર્વ પીએમ મનમોહન સિંહે વિજય માલ્યાને લોન અપાવવામાં મદદ કરી હતી. 2010માં યૂપીએ સરકારે માલ્યા અને કિંગફિશરને રાહત અપાવા માટે નિયમો તોડ્યા હતા.

કોંગ્રેસ પર હુમલો કરતા ગોયલે વધુમાં કહ્યું કે, પરિવાર અને પાર્ટીએ દેશના પૈસા લુટાવ્યા, હવે જૂઠાણું ફેલાવી પોતાનું ડિફેન્સ કરી રહ્યા છે. ગોયલે કહ્યું કે, માલ્યાની વાતને ગંભીરતાથી લેવાની જરૂર નથી. કોઈ પણ ગુનેગાર પોતાના બચાવમાં કઈં પણ જુઠુ બોલે છે, તેના પર વિશ્વાસ ન કરવો જોઈએ.

તેઓ આટલે જ અટક્યા ન હતા, ગોયલે કહ્યું કે, રાહુલ ગાંધીનું કનેક્શન હવાલા કંપની સાથે છે. કોંગ્રેસની વાતો પાયા વિહોણી છે. રાહુલે જવાબ આપવો જોઈએ કે, શા માટે કિંગફિશરને વારંવાર લોન આપવામાં આવતી હતી?

પિયુષ ગોયલે પોતાના પક્ષનો બચાવ કરતા કહ્યું કે, અમારી સરકારે જે કાર્યવાહી કરી તે ઈતિહાસમાં પહેલીવાર કરવામાં આવી છે. અમે તો ડિફોલ્ટર્સો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. અમારી સરકાર ક્યારે પણ તપાસ એજન્સિઓના કામમાં દખલગીરી કરતી નથી. UPAના શાસનમાં માલ્યાને લોન મળી હતી, મોદી સરકારે માલ્યાને નથી આપી લોન.
First published: September 13, 2018, 6:21 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading