Home /News /national-international /Indo-Pak 1971 War: જ્યારે માથે હાથ દઈને જનરલ નિયાજીએ પાડી હતી બૂમ, ‘રાવલપિંડી મેં બૈઠે હરામજાદો ને મરવા દીયા’

Indo-Pak 1971 War: જ્યારે માથે હાથ દઈને જનરલ નિયાજીએ પાડી હતી બૂમ, ‘રાવલપિંડી મેં બૈઠે હરામજાદો ને મરવા દીયા’

1971ની ભારત-પાકિસ્તાનની લડાઈના અંતે 93 હજાર પાકિસ્તાની સૈનિકોએ સરેન્ડર કર્યું હતું. (ફાઇલ તસવીર)

1971માં પાકિસ્તાન સરેન્ડરનું આ દૃશ્ય વર્ણવી રહ્યા છે 1971માં ભારત-પાકિસ્તાન યુદ્ધમાં અગત્યની ભૂમિકા નિભાવનારા કેપ્ટન નિર્ભય શર્મા. કેપ્ટન શર્મા જ સરેન્ડરનો પત્ર લઈને જનરલ નિયાજીની પાસે ગયા હતા.

નાસિર હુસૈન, નવી દિલ્હીઃ પૈરા કમાન્ડો (Para Commando) સહિત ઈન્ડિયન આર્મી (Indian Army) ચારે તરફથી બાંગ્લાદેશની રાજધાની ઢાકાને ઘેરી ચૂકી હતી. પાકિસ્તાની આર્મી (Pakistan Army)ના લેફ્ટનન્ટ જનરલ એએકે નિયાજી સુધી સરેન્ડર કરવાની ચેતવણી ભરેલા પત્ર પણ પહોંચી ચૂક્યા હતા. પાકિસ્તાનના અસંખ્ય સૈનિકો માર્યા ગયા હતા. ત્યારે નિયાજીએ પત્રની એક લાઇન વાંચીને પોતાના માથા પર બંને હાથ મૂકી દીધા અને જોરથી બૂમ પાડી, રાવલપિંડીમાં બૈઠે હરામજાદો ને મરવા દીયા. ત્યારબાદ જ પાકિસ્તાની સેનાના 93 હજાર સૈનિકોએ સરેન્ડર કરી દીધું.

સૌથી પહેલા એક પિસ્તોલ નાખીને કર્યું હતું સરેન્ડર

“16 ડિસેમ્બરની સવારે 10.45 વાગ્યે હું મારી ટીમના મેજર સેઠી, લેફ્ટેનન્ટ તેજેન્દર અને કેપ્ટન મહેતાની સાથે ઢાકામાં દાખલ થયો. આ પહલો પ્રસંગ હતો જ્યારે ભારતીય સેના ઢાકામાં ઘૂસી રહી હતી. અમે એક જીપમાં સવાર હતા અને સરેન્ડરનો મેસેજ લઈ જતાં ઈતિહાસનો હિસ્સો પણ બનવા જઈ રહ્યા હતા. પાકિસ્તાની સેનાના મેજર જનરલ મોહમ્મદ જમશેદના હાથમાં તે પત્ર આપવામાં આવ્યો હતો. તે એક લાઇનનો પત્ર કંઈક આવો હતો, “My dear Abdullah, I am here. The game is up, I suggest you give yourself up to me and I will take care of you.” મેજર જનરલ જી. નાગરાએ આ પત્ર નિયાજીના નામે લખ્યો હતો, ત્યારબાદ તરત જ જમશેદ અમારી જીપમાં બેસીને અમારા ઠેકાણા સુધી આવ્યા અને પોતાની પિસ્તોલ મેજર જનરલ જી. નાગરાને સોંપીને સરેન્ડરની શરૂઆત કરી.”

આ પણ વાંચો, Vijay Diwas 2020: PM મોદીએ 1971 યુદ્ધના જાંબાજોને આપી સલામી, સ્વર્ણિમ વિજય મશાલ કરી પ્રજ્વલિત

બાદમાં લેફ્ટનન્ટ જનરલ અને ગવર્નર બન્યા કેપ્ટન શર્મા

1971ની લડાઈ જીતવા અને ત્યારબાદ પરાક્રમ દર્શાવનારા કેપ્ટન નિર્ભય શર્મા લેફ્ટનન્ટ જનરલના પદ સુધી પહોંચ્યા. નિવૃત્ત થયા બાદ પહેલા અરૂણચલ પ્રદેશ અને પછી મિઝોરમના ગવર્નર પણ રહ્યા. સાથોસાથ યૂનિયન પબ્લિક સર્વિસ કમીશનના મેમ્બર પણ રહ્યા.

આ પણ વાંચો, પાકિસ્તાનમાં એન્ટી રેપ બિલને રાષ્ટ્રપતિએ આપી મંજૂરી, દોષિતોને બનવવામાં આવશે નપુંસક
" isDesktop="true" id="1055519" >

અને સૌથી મહત્ત્વની વાત એ છે કે જનરલ શર્માએ કાશ્મીર અને નોર્થ-ઇસ્ટમાં આતંકવાદની વિરુદ્ધ ઘણું કામ કર્યું. સમયાંતરે તેમની બહાદુરી માટે તેમને પીવીએસએમ, યૂવાયએસએમ, એવીએસએમ અને વીએસએમ એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યા.
First published:

Tags: Pakistan Army, બાંગ્લાદેશ, ભારતીય સેના, યુધ્ધ