Bihar crime news: સ્પેશિયલ વિજિલન્સ યુનિટે (vigilance team raid on Corrupt officers) મૃત્યુંજય કુમાર, તેમના ભાઈ ધનંજય કુમાર, મહિલા મંત્રી રત્ના ચેટર્જીના (Ratna Chatterjee) પટના, કટિહાર, અરિયાના અલગ અલગ સ્થળો ઉપર એક સાથે દરોડા પાડ્યા હતા.
કટિહારઃ બિહાર સરકાર (Bihar Government) સતત ભ્રષ્ટ અધિકારીઓ (Corrupt officers) સામે મોટી કાર્યવાહી કરી રહી છે. વિજિલન્સની ટીમે (vigilance team) ગત દિવસોમાં સમસ્તીપુરમાં સીઓ અને પોલીસ ઇન્સ્પેક્ટરને લાંચના આરોપમાં ધરપકડ કરી હતી. જ્યારે તાજો મામલો સરકારના ખનન મંત્રી (Minister of Mines) જનક રામની (Janak Ram) ઓએસડી મૃત્યુંજય કુમાર સાથે જોડાયેલો છે. સ્પેશિયલ વિજિલન્સ યુનિટે મૃત્યુંજય કુમાર, તેમના ભાઈ ધનંજય કુમાર, મહિલા મંત્રી રત્ના ચેટર્જીના (Ratna Chatterjee) પટના, કટિહાર, અરિયાના અલગ અલગ સ્થળો ઉપર એક સાથે દરોડા પાડ્યા હતા.
કટિહારમાં રિટાયર્ડ સીડીપીઓ રત્ના ચેટર્જીના આવાસ ઉપર સ્પેશિયલ ટીમે દરોડા પાડ્યા હતા. તેમના આવાશથી 30 લાખ રોકડા, 50 લાખથી વધારે દાગીના અને સનેક સોનાના બિસ્કીટ અને અનેક દસ્તાવેજો પ્રાપ્ત થયા હતા.
માનવામાં આવી રહ્યું છેકે રત્ના ચેટર્જીના ઘરની અલમારીમાંથી એક અટેચી મળી હતી. જેને ખોલતા જ તેમાં 30 લાખ રૂપિયા કેશ, 50 લાખના દાગીના અને મોટી માત્રામાં સોનાના બિસ્કિટ મળતા અધિકારીઓ ચોંકી ગયા હતા પ્રાપ્ત માહિતી અનુસાર, રત્ના ચેટર્જી ખાણ વિભાગના ઓએસડી મૃત્યુંજય કુમારના નજીકના મિત્ર છે અને તેમની ગણી અલમારીઓ પણ નિવાસસ્થાનમાં હાજર હતી.
હાલમાં ડીએસપી ચંદ્ર ભૂષણે મામલાની પ્રાથમિક પુષ્ટિ કરતા કહ્યું કે અમે સમગ્ર મામલાની તપાસ કરી રહ્યા છીએ અને રત્ના ચેટર્જી અને ઓએસડી મૃત્યુંજય કુમાર વચ્ચેના સંબંધો વિશે પણ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે, રત્ના ચેટર્જીને 2011માં વિજિલન્સ ટીમે રંગે હાથે પકડ્યા હતા, ત્યારબાદ રત્ના ચેટરજીને પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા.
સ્ત્રી મિત્રોના નામે મિલકત મૃત્યુંજય કુમાર બિહાર વહીવટી સેવાના અધિકારી છે. આરોપ છે કે તેઓ જ્યાં પણ સેવામાં રહ્યા છે ત્યાં વર્ચસ્વ સાથે ભ્રષ્ટાચાર કર્યો છે. જ્યારે પણ તેની સામે ફરિયાદ આવતી ત્યારે તે પ્રભાવ પાડીને બધું મેનેજ કરતો હતો. કહેવામાં આવી રહ્યું છે કે મૃત્યુંજય કુમારના ભાઈ ધનંજય કુમાર અને તેની મહિલા મિત્રના નામે બિહાર, પશ્ચિમ બંગાળ અને અન્ય રાજ્યોમાં અબજોની સંપત્તિ છે. મૃત્યુંજય કુમાર વિરુદ્ધ U/S 12(1)(b) r/w 13(2) PC એક્ટ 1988 અને કલમ 120 (B) IPC હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
ઘણા સફેદ કોલર ચહેરા સામે આવી શકે છે બિહારમાં એક તરફ ખાણ વિભાગમાં ભારે ભ્રષ્ટાચારની તપાસ ચાલી રહી છે અને કાર્યવાહીની વચ્ચે મંત્રીના ઓએસડીના ઠેકાણાથી કરોડોની સંપત્તિ મળવાથી અનેક સવાલો ઉઠી રહ્યા છે. તે જ સમયે એવી સંભાવના દેખાઈ રહી છે કે આગામી દિવસોમાં આ કેસમાં ઘણા વધુ સફેદ કોલર ચહેરાઓ આવી શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર