Home /News /national-international /Vidisha Tragic Accident: પહેલા પણ બે વાર ધસ્યો હતો ‘મોતનો કૂવો’, ન સરપંચે સાંભળ્યું, ન અધિકારી જાગ્યા

Vidisha Tragic Accident: પહેલા પણ બે વાર ધસ્યો હતો ‘મોતનો કૂવો’, ન સરપંચે સાંભળ્યું, ન અધિકારી જાગ્યા

વિદિશા દુર્ઘટના મામલે ચોંકાવનારો ખુલાસો- જો સરપંચ અને અધિકારીએ ફરિયાદ સાંભળી હોત તો ન બનતો ‘મોતના કૂવો’

વિદિશા દુર્ઘટના મામલે ચોંકાવનારો ખુલાસો- જો સરપંચ અને અધિકારીએ ફરિયાદ સાંભળી હોત તો ન બનતો ‘મોતના કૂવો’

રંજના દુબે, વિદિશા. મધ્ય પ્રદેશ (Madhya Pradesh)ના વિદિશા (Vidisha) જિલ્લામાં બનેલી દર્દનાક દુર્ઘટનામાં (Vidisha Tragic Accident) મોટો ખુલાસો થયો છે. ધસી જનારા કૂવા પાસે રહેનારી મહિલા અનિતાએ જણાવ્યું છે કે, કૂવો (Well) આ પહેલા પણ બે વાર ધસી ચૂક્યો છે. તેની ફરિયાદ સરપંચને અનેકવાર કરી હતી. સરપંચને તસવીરોની સાથે પુરાવા પણ આપ્યા છે. મહિલાએ જણાવ્યું કે સરપંચને સ્થાનિક લોકોએ જૂન અને જુલાઈ મહિનામાં ફરિયાદ કરી હતી. આ ફરિયાદોને અધિકારીઓએ ગંભીરતાથી ન લીધી. અધિકારીઓએ યોગ્ય સમયે પગલાં લેતા તો મોટી દુર્ઘટના ન થાત.

બીજી તરફ, ગંજબાસૌદાના પૂર્વ ધારાસભ્ય નિશંક જૈને પણ પ્રશાસન પર ગંભીર આરોપ લગાવ્યા. તેમણે કહ્યું કે, ગંજબાસૌદા ટીઆઇને દુર્ઘટના સમયે ફોન કર્યો હતો. પરંતુ તેમણે ફોન ઉઠાવ્યો નહીં. દુર્ઘટના બાદ તરત જ રેસ્યૂસુ શરૂ થઈ જાત તો અનેક લોકોના જવી બચી જાત. પ્રશાસનને અનેકવાર પાણી અને કૂવાને લઈને ફરિયાદ કરવામાં આવી છે, પરંતુ કોઈ એક્શન નથી લેવાયા. નિશંક જૈનની માંગ છે કે મૃતકના પરિજનોને 10 લાખ રૂપિયા વળતર અને નોકરી આપવામાં આવે.

આ પણ વાંચો, Mumbai Rain: ભારે વરસાદથી મુંબઈ જળબંબાકાર, ચારે તરફ પાણી જ પાણી, ટ્રાફિકજામના દૃશ્યો

કૂવામાં લોકો સમાતા ગયા!

ઉલ્લેખનીય છે કે, વિદિશા જિલ્લામાં ગુરુવાર રાત્રે કંપાવી દેનારી દુર્ઘટના બની. લાલ પઠારમાં એક કૂવામાં બાળક પડી ગયું હતું. તેને બચાવવા માટે જ્યારે લોકો ત્યાં પહોંચ્યા તો કૂવો જ ધસી પડ્યો. કૂવાની આસપાસ ભારે ભીડ હતી, જેના કારણે લગભગ 40 લોકો તેમાં પડી ગયા. કૂવા ધસવાની ઘટનામાં અત્યાર સુધીમાં 4 લોકોનાં મોત થઈ ચૂક્યા છે. 20 લોકોને બચાવવામાં આવ્યા છે. જ્યારે 15-20 લોકો હજુ પણ ફસાયા હોવાની આશંકા છે. રાજ્ય સરકારે મૃતકોના પરિજનોન 5 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાની આર્થિક મદદ આપવાની ઘોષણા કરી છે. ઘાયલોને મફત સારવારની સુવિધા પ્રદાન કરવામાં આવશે. દુર્ઘટના બનતાં જ રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ (Shivraj Singh Chouhan)એ તેની ઉચ્ચ સ્તરીય તપાસ કરવાના આદેશ આપ્યા છે. NDRF અને SDRFની ટીમ રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે.

આ પણ વાંચો, OMG: અહીં બાળકોને વીજળીના ઝટકા આપશે ટીચર, માતા-પિતા કોર્ટમાં નહીં કરી શકે ફરિયાદ

રાહુલ ગાંધી- કમલનાથે દુઃખ વ્યક્ત કર્યું

ઘટનાને લઈ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ (Kamal Nath)એ પણ ચિંતા વ્યક્ત કરી છે. કમલનાથે ટ્વીટ કર્યું કે, વિદિશા જિલ્લાના ગંજબાસૌદા (Ganjbasoda)માં અનેક લોકો કૂવામાં પડવાનો મામલો સામે આવ્યો છે. હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે દુર્ઘટનાથી પ્રભાવિત તમામ લોકો સુરક્ષિત રહે અને પ્રશાસન તેમને તાત્કાલિક સારવાર પૂરી પાડે. બીજી તરફ, કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)એ ટ્વીટ કર્યું કે, ખૂબ જ દુખદ. મૃતકોના પરિજનોને શોક સંવેદનાઓ. કૉંગ્રેસ સાથીઓને અપીલ છે કે બચાવ કાર્યમાં શક્ય તમામ મદદ કરે.

આ પણ વાંચો, OMG: અહીં બાળકોને વીજળીના ઝટકા આપશે ટીચર, માતા-પિતા કોર્ટમાં નહીં કરી શકે ફરિયાદ

" isDesktop="true" id="1114796" >

રાહુલ ગાંધી- કમલનાથે દુઃખ વ્યક્ત કર્યું

ઘટનાને લઈ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ (Kamal Nath)એ પણ ચિંતા વ્યક્ત કરી છે. કમલનાથે ટ્વીટ કર્યું કે, વિદિશા જિલ્લાના ગંજબાસૌદા (Ganjbasoda)માં અનેક લોકો કૂવામાં પડવાનો મામલો સામે આવ્યો છે. હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે દુર્ઘટનાથી પ્રભાવિત તમામ લોકો સુરક્ષિત રહે અને પ્રશાસન તેમને તાત્કાલિક સારવાર પૂરી પાડે. બીજી તરફ, કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)એ ટ્વીટ કર્યું કે, ખૂબ જ દુખદ. મૃતકોના પરિજનોને શોક સંવેદનાઓ. કૉંગ્રેસ સાથીઓને અપીલ છે કે બચાવ કાર્યમાં શક્ય તમામ મદદ કરે.
First published:

Tags: Kamal Nath, Madhya pradesh, NDRF, Rescue operation, SDRF, Shivraj singh chouhan, Tragic Accident, Vidisha, રાહુલ ગાંધી