VIDEO: USના 40 શહેરોમાં સ્થિતિ વણસી, પ્રદર્શનકર્તાઓએ વ્હાઇટ હાઉસ પાસે ચર્ચમાં લગાવી આગ

News18 Gujarati
Updated: June 1, 2020, 11:40 AM IST
VIDEO: USના 40 શહેરોમાં સ્થિતિ વણસી, પ્રદર્શનકર્તાઓએ વ્હાઇટ હાઉસ પાસે ચર્ચમાં લગાવી આગ
પોલીસની ક્રૂરતાના વીડિયો અને તસવીરો વાયરલ થયા બાદ વિરોધ પ્રદર્શન સમગ્ર અમેરિકામાં ઉગ્ર બન્યું

પોલીસની ક્રૂરતાના વીડિયો અને તસવીરો વાયરલ થયા બાદ વિરોધ પ્રદર્શન સમગ્ર અમેરિકામાં ઉગ્ર બન્યું

  • Share this:
વોશિંગટનઃ અમેરિકા (US)માં અશ્વેત જ્યોર્જ ફ્લોયડ (George Floyd Death)ના મોત બાદ પોલીસની વિરુદ્ધ ચાલી રહેલું પ્રદર્શન હવે અમેરિકાના 40 શહેરોમાં ઘણું ઉગ્ર બની ગયું છે. રવિવાર રાત્રે પ્રદર્શનકર્તાઓએ વ્હાઇટ હાઉસની આસપાસ અનેક વિસ્તારોમાં આગ લગાવી દીધી. વ્હાઇટ હાઉસ (White House)ની નજીક આવેલા ઐતિહાસિક સેન્ટ જોન એપિસ્કોપલ ચર્ચ (Historic St Johns Church)ને પણ પ્રદર્શનકર્તાઓએ કથિત રીતે આગને હવાલે કરી દીધું. લાફયેતે સ્ક્વેરની પાસે અનેક દુકાનોમાં તોડફોડ કરવા ઉપરાંત તેમાં આગ લગાવી દેવામાં આવી. નોંધનીય છે કે શનિવારે પોલીસે વ્હાઇટ હાઉસની બહાર એકત્રિત થયેલા પ્રદર્શનકર્તાઓ પર ક્રૂરતાપૂર્વક લાઠીચાર્જ કર્યો હતો જેનો વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી.

ચર્ચની પાસેથી સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે દીવાલો પર પ્રદર્શન સંબંધિત ગ્રેફિટી બનાવવામાં આવી છે અને ચર્ચ બારી તોડીને તેમાં આગ લગાવી દેવામાં આવી છે. ન્યૂઝ ચેનલ સીએનએન મુજબ, વોશિંગટન સહિત 15 શહેરોમાં લગભગ 5 હજાર નેશનલ ગાર્ડ્સની તૈનાતી કરવામાં આવી છે. સ્થિતિને કાબૂમાં લેવા માટે બે હજાર ગાર્ડ્સને સ્ટેન્ડ બાયમાં રાખવામાં આવ્યા છે. બીજી તરફ, મિનસોટોથી પણ બે વીડિયો વાયરલ થયા છે. એક વીડિયોમાં પોલીસકર્મી પ્રદર્શનકર્તાઓ પર NYPD ક્રૂઝર કાર ચઢાવતો જોવા મળી રહ્યો છે. એક અન્ય વીડિયોમાં ગાર્ડ ઘરમાં હાજર લોકો પર ફાયરિંગ કરી રહ્યો છે અને ઘરોની અંદર ટિયરગેસના શૅલ પણ ફેંકી રહ્યો છે.

આ પણ વાંચો, ...જ્યારે વ્હાઇટ હાઉસમાં થઈ અફરાતફરી, ડોનાલ્ડ ટ્રમ્પને પણ બન્કરમાં સંતાવું પડ્યું

ખૂબ જ પ્રચલિત છે સેન્ટ જોન ચર્ચ

નોંધનીય છે કે, સેન્ટ જોન ચર્ચ દુનિયાભરમાં ઘણું પ્રચલિત છે અને ડીસી આવનારા લોકો માટે પણ તે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. નોંધનીય છે કે વ્હાઇટ હાઉસની પાસે પ્રદર્શન કરી રહેલી ભીડે એક કચરાપેટીમાં આગ લગાવી દીધી અને પોલીસ સાથે ધક્કામુક્કી પણ કરી હતી. ત્યારબાદ મામલો એ હદે વણસી ગયો કે સુરક્ષામાં તૈનાત સીક્રેટ સર્વિસ એજન્ટ્સ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને વ્હાઇટ હાઉસમાં બનેલા સુરક્ષાત્મક બન્કરમાં લઈને જતા રહ્યા. પ્રદર્શનકર્તાઓના પાછળ હટાડવામાં સીક્રેટ સર્વિસ અને યૂનાઇટેડ સ્ટેટ્સ પાર્ક પોલીસને ઘણી મહેનત કરવી પડી હતી.

આ પણ વાંચો, ચીનની ભારતને ખુલી ચેતવણીઃ US સાથે ચાલી રહેલા વિવાદથી દૂર રહો, નહીં તો બરબાદ થઈ જશો
First published: June 1, 2020, 11:32 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading