ભારતમાં મોટાભાગના લોકો રોયલ એનફિલ્ડ (Royal Enfield) ચલાવવાનું પસંદ કરે છે. તમને રોડ પર દરેક જગ્યાએ બુલેટ (bullet bikes)ના ચાહકો જોવા મળશે. જો કે, દરેક વ્યક્તિ આવી ભારે બાઇક ચલાવી શકતા નથી. ત્યારે ચોર (Bullet Theft)ટોળકી પણ બુલેટ જેવી ભારે ભરખણ બાઇક પર નજર રાખે છે. અને તક મળતાની સાથે જ બુલેટની ચોરી કરી ભાગી જાય છે અને કોઈ તેમને પકડી શકતું નથી. પરંતુ પોલીસ આખરે પોલીસ છે. ગમે તેટલી મુશ્કેલી હોય ચોર પકડાયા વગર રહેતો નથી. આવા સમાચાર રોજેરોજ આવે છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે પણ ચોંકી જશો.
મધ્યપ્રદેશ (Madhya Pradesh)ના ગ્વાલિયમાં ચાવી વિના રોયલ એનફિલ્ડ (બુલેટ) ની ચોરી કરતા ગઠીયાઓ પોલીસના હાથે ઝડપાઈ ગયા છે. ઈન્ટરનેટ પર વાઈરલ થયેલો એક વિડિયો બતાવે છે કે પોલીસ એક વ્યક્તિને બુલેટ ચોરતા પકડે છે અને પછી તેને જાહેરમાં પૂછે છે કે તેઓ બુલેટની ચોરી કેવી રીતે કરતા હતા. જ્યારે પોલીસ દ્વારા પૂછવામાં આવે છે ત્યારે ચોર લૉક કરેલી ઊભી બુલેટની નજીક આવે છે અને સેકન્ડમાં જ બુલેટનું લોક તોડી નાખે છે. એટલું જ નહીં તે ચાવી વગર તેને સ્ટાર્ટ પણ કરે છે. તે બુલેટના હેન્ડલની નજીકના થોડા વાયરને કાપી નાખે છે, જેના કારણે બુલેટ એક જ કિકમાં સ્ચરટ થઇ દાય છે. આ જોઈને પોલીસની ટીમ પણ ચોંકી ગઇ હતી.
જે બાદ સિટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (CSP) રવિ ભદોરિયાએ એક ટીમ બનાવી અને તેમને સ્થળ પર તૈનાત કર્યા હતા. યુવકો ત્યાં પહોંચતા જ પોલીસની ટીમે તેમને ઘેરી લીધા અને પકડી પાડ્યા હતા.
ઝડપાયેલા યુવકોએ પોલીસ સ્ટેશનમાં તેમની ચોરીનો ડેમો પણ રજૂ કર્યો હતો. આ ગજબની ચોરીના પ્રદર્શનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. યુવકો શહેરના ડીડી નગર વિસ્તારમાં બુલેટ છુપાવવા આવ્યા હોવાની બાતમીદારની સૂચનાને પગલે આ કાર્યવાહી કરવામાં આવી હતી. ચોરે ચાવી વગર બુલેટ સ્ટાર્ટ કરતા જ લોકો કહેવા લાગ્યા કે એક મિનિટથી પણ ઓછો સમય લાગ્યો અને તેણે લોક તોડીને બુલેટ સ્ટાર્ટ પણ કરી લીધી. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો. આ વીડિયો memewalanews દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર