યુવકની ખતરનાક રીતે પીટાઈનો Video વાયરલ, ભલ ભલાની આત્મા કંપી ઉઠે તે રીતે માર માર્યો

દિલ્હીમાં યુવકની પીટાઈનો વીડિયો વાયરલ

વીડિયો બનાવવાની જગ્યાએ પોલીસને જો આ બાબતે તાત્કાલિક જાણ કરવામાં આવી હોત તો યુવકને માર મારવામાંથી બચાવી શકાયો હોત.

 • Share this:
  નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હીના ખજુરી ખાસ વિસ્તારનો એક વીડિયો વાયરલ (Video Viral) થઈ રહ્યો છે. જેમાં એક શખસ એક યુવકને ખરાબ રીતે મારી રહ્યો છે. કોઈકે આ વીડિયોને ટ્વિટર દ્વારા સોશિયલ સાઇટ્સ પર મૂક્યો હતો, ત્યારબાદ પોલીસે (Police) ખજુરીની ઘટનાના ટ્વિટને આધારે કેસ દાખલ કર્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, પીડિતાની ઓળખ થઈ છે, જે ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવે છે, તે ખૂન અને લૂંટના કેસમાં પણ સંડોવાયેલ છે. ત્યારે, માર મારી રહેલા આરોપીનું નામ અજય ગોસ્વામી છે. તે સુનીલ ગોસ્વામીનો પુત્ર છે અને તોફાનોના કેસમાં પણ સામેલ છે.

  પોલીસના કહેવા મુજબ, મારવાની આ ઘટનાને તોફાનોના મામલાઓ સાથે કોઈ સંબંધ નથી. ચોરી અને માર મારવાનો આ એક સાદો કિસ્સો છે. બંને વચ્ચે અંગત બબાલ હતી. તપાસ ચાલુ છે.

  આ પણ વાંચોસુરત : રીક્ષા ચાલકો વચ્ચે જાહેરમાં Live મારા મારી Video, 3 લોકો લાકડીઓ લઈ તૂટી પડ્યા

  જાગરૂપતાની જરૂર છે

  પોલીસનું કહેવું છે કે, આ વીડિયો સોશિયલ સાઇટ્સ પર વાયરલ થતાં કેસની તપાસ કરવામાં આવી, ત્યારે તથ્યો બહાર આવ્યા હતા. લોકોને આવી ઘટનાઓ અંગે પણ જાગૃત રહેવાની જરૂર છે, કારણ કે વીડિયો બનાવવાની જગ્યાએ પોલીસને જો આ બાબતે તાત્કાલિક જાણ કરવામાં આવી હોત તો યુવકને માર મારવામાંથી બચાવી શકાયો હોત. આવી સ્થિતિમાં લોકોએ આવી કોઈ પણ ઘટના અંગે પોલીસને જાણ કરવી જોઈએ.  ઉલ્લેખનીય છે કે, આવી જ એક ઘટના ગઈ કાલે સુરત જિલ્લામાંથી સામે આવી હતી, જેમાં કીમ વિસ્તારમાં રીક્ષા ચાલકો વચ્ચેની મારા મારીમાં ત્રણ લોકો એક વ્યક્તિને લાકડાના ફટકા મારી ઈજાગ્રસ્ત કરે છે.

  આ પણ વાંચો - આખલાના આતંકનો જુઓ ખતરનાક Video: વૃદ્ધને જે રીતે ઉછાળ્યા તે જોઈ ભલ-ભલાના વાળ ઉભા થઈ જાય

  આ સિવાય ગઈ કાલે બરેલીમાં એક આખલાના આતંકનો વીડિયો પણ સામે આવ્યો હતો, જેમાં એક વૃદ્ધ જઈ રહ્યા હતા ત્યારે આખલાએ અચાનક તેમના પર હુમલો કરી દીધો અને સીંગડામાં ભરાવી કેટલાક ફૂટ ઊંચે ઉછાળી નીચે પટક્યા હતા, જેમાં વૃદ્ધ ખરાબ રીતે ઈજાગ્ર્સત થયા હતા.
  Published by:kiran mehta
  First published: