VIDEO: મહિલાઓએ ભેગી થઈ એક મહિલાની કરી જાહેરમાં ધોલાઈ

  • Share this:
    ફરિદાબાદમાં મહિલાની ધુલાઈના વાયરલ થયેલા વીડિયોએ ચકચાર જગાવી છે. વાયરલ થયેલા આ વીડિયોમાં સંખ્યાબંધ મહિલાઓ મળી એક મહિલા પર તૂટી પડે છે. મહિલા મારથી બચવા અહી તઈ ભાગે છે પરંતુ તે ચારેબાજુથી ઘેરાઈ ગઈ હોવાથી ભાગી શક્તી નથી. તેના પર લાકડી, લાતો અને ગુબ્બાઓ વરસતા રહે છે. આ વીડિયો જોઈને આપ વિચારતા હશો કે એક મહિલા સાથે આટલી નિર્દયતા કેમ?

    તો આપને જણાવી દઈયે આ માર ખાઈ રહેલી આ મહિલા પર પડોશીની સગીર દિકરીનો સોદો કરી તેને પટૌદીના એક શખ્સને રૂપિયા 50 હજારમાં વેચી દેવાનો આરોપ છે. આ નિમ્ન કૃત્યમાં આરોપી મહિલાની બહેન પણ શામેલ છે.

    સગીરાનો સોદો કર્યા બાદ બન્ને બહેનો વચ્ચે રૂપિયાના ભાગને લઈને ઝગડો થયો અને સમગ્ર કૌભાંડ સામે આવ્યું. સગીરને વેચી દીધાની જાણ પરિવારજનોને થતા તેઓએ આ મહિલાને ઘેરી તેની ધુલાઈ કરી નાખી. ધુલાઈ કર્યા બાદ આ મહિલાને પોલીસને હવાલે કરી દેવાઈ.

    પોલીસે આ મહિલા અને તેની બહેનની સાથે અન્ય કેટલાક લોકોની પણ ધરપકડ કરી તેમની વિરૂદ્ધ પોસ્કો સહિતની ધારા હેઠળ ગુનો દાખલ કર્યો છે. જ્યાં મહિલાએ પોતાના ગુનાની કબૂલાત પણ કરી લીધી છે.
    Published by:kiran mehta
    First published: