Home /News /national-international /VIDEO: પીએમ મોદી સાથે હાથ મિલાવવા આગળ વધ્યા બાઈડન, જુઓ વીડિયો

VIDEO: પીએમ મોદી સાથે હાથ મિલાવવા આગળ વધ્યા બાઈડન, જુઓ વીડિયો

બાલીમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (એએનઆઈ)

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન મંગળવારે ઈન્ડોનેશિયાના બાલીમાં ચાલી રહેલા જી 20 શિખર સમ્મેલનમાં પોતાની સીટ પર બેસતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે હાથ મિલાવવા ગયા હતા, જે સ્પષ્ટ રીતે દર્શાવે છે કે બંને દેશોના પરસ્પર સંબંધ ખૂબ જ મહત્વના છે. એક વીડિયોમાં પીએમ મોદી પહેલા તો રાષ્ટ્રપતિ બાઈડનને પોતાની પાસે આવતા હતા તે જોવાનું ચૂકી ગયા, જોકે ફરીથી તેઓ તેમની સાથે હાથ મિલાવવા ઝડપથી ફર્યા અને તેમને ભેટ પડ્યા.

વધુ જુઓ ...
    બાલીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન મંગળવારે ઈન્ડોનેશિયાના બાલીમાં ચાલી રહેલા જી 20 શિખર સમ્મેલનમાં પોતાની સીટ પર બેસતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે હાથ મિલાવવા ગયા હતા, જે સ્પષ્ટ રીતે દર્શાવે છે કે બંને દેશોના પરસ્પર સંબંધ ખૂબ જ મહત્વના છે. એક વીડિયોમાં પીએમ મોદી પહેલા તો રાષ્ટ્રપતિ બાઈડનને પોતાની પાસે આવતા હતા તે જોવાનું ચૂકી ગયા, જોકે ફરીથી તેઓ તેમની સાથે હાથ મિલાવવા ઝડપથી ફર્યા અને તેમને ભેટ પડ્યા. જેવા રાષ્ટ્રપતિ બાઈડન પોતાની સીટ તરફ વધે છે, પીએમ મોદી તેમને કઈક કહે છે, જેનાથી બંને હસવા લાગે છે. વીડિયોમાં ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ દેખાઈ રહ્યાં છે.



    બાદમાં વાર્ષિક G20 સમિટના સત્રને સંબોધતા, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આબોહવા પરિવર્તન, કોવિડ-19 રોગચાળા અને યુક્રેનની કટોકટીને કારણે ઊભા થયેલા વૈશ્વિક પડકારોએ વિશ્વમાં પાયમાલી સર્જી છે અને વૈશ્વિક પુરવઠા શૃંખલાઓ "ભંગી" પડી છે. ભારતના આગામી G-20 અધ્યક્ષપદનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે તેમને વિશ્વાસ છે કે જ્યારે G-20 '(ગૌતમ) બુદ્ધ અને (મહાત્મા) ગાંધીની ધરતી પર મળશે, ત્યારે આપણે બધા એક સાથે મળીને વિશ્વમાં શાંતિનો સંદેશ આપીશું.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુક્રેન વિવાદને ઉકેલવા માટે "યુદ્ધવિરામ અને સ્ટ્રેટેજી" ના માર્ગ પર પાછા ફરવાનું આહ્વાન કર્યું હતું. સાથે જ રશિયાના તેલ અને ગેસની ખરીદીની વિરુદ્ધ પશ્ચિમી દેશોના આહ્વાનની વચ્ચે તેમણે ઉર્જાના સપ્લાય પર કોઈ પણ પ્રકારના પ્રતિબંધને વધારવાની વાતનો વિરોધ કર્યો.

    PM મોદીએ બાઈડન, ઋષિ સુનક અને મેક્રોન સાથે વાત કરી
    સાથે જ મોદીએ અનૌપચારિક વાતચીત કરી હતી અને અનેક મુદ્દાઓ પર વિચારોનું આદાનપ્રદાન કર્યું હતું. વડાપ્રધાન કાર્યાલય (PMO)એ એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, 'વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને બાલીમાં G20 સમિટ દરમિયાન વાતચીત કરી હતી.

    આ પણ વાંચોઃ પીએમ મોદી G20 શિખર સમ્મેલન સ્થળે પહોંચ્યા, જો બાઇડન અને એમ્યુનલ મેક્રોન સાથે કરી મુલાકાત

    પીએમ મોદીએ બ્રિટનના વડાપ્રધાન સુનક સાથે પણ મુલાકાત કરી હતી. ગયા મહિને સુનકે પદ સંભાળ્યું ત્યારથી બંને વચ્ચે આ પ્રથમ વાતચીત હતી. PMOએ અન્ય એક ટ્વિટમાં કહ્યું, 'વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઋષિ સુનકે બાલીમાં G20 સમિટના પહેલા દિવસે ચર્ચા કરી.' PMOએ ટ્વિટ કર્યું, 'G20 સમિટની શરૂઆત દરમિયાન રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે ટૂંકી ચર્ચા કરી.'
    Published by:Vrushank Shukla
    First published:

    Tags: G20 Summit, PM Modi Live, PM Modi speech

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन