યુવકે રાહુલ ગાંધીને ખુલ્લેઆમ પકડી કરી Kiss, Video વાયરલ

યુવકે રાહુલ ગાંધીને ખુલ્લેઆમ પકડી કરી Kiss, Video વાયરલ
રાહુલ ગાંધી હાલમાં પોતાના સંસદીય વિસ્તાર કેરળ સ્થિત વાયનાડના પ્રવાસે છે

રાહુલ ગાંધી પોતાના સંસદીય વિસ્તારનો પ્રવાસ કરી રહ્યા હતા, ત્યારે જ એક છોકરાએ તેમના ગાલ પર Kiss કરી લીધી

 • Share this:
  કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હાલમાં પોતાના સંસદીય વિસ્તાર કેરળ સ્થિત વાયનાડના પ્રવાસે છે. રાહુલ ત્યાં પૂરને કારણે લોકોને થઈ રહેલી પરેશાનીની સમિક્ષા કરવા પહોંચ્યો છે. તે પોતાના સંસદીય વિસ્તારનો પ્રવાસ કરી રહ્યા હતા, ત્યારે જ એક છોકરાએ તેમના ગાલ પર Kiss કરી લીધી.

  આ વીડિયો સોશિયલ મીડિયા પર થોડી જ ક્ષણોમાં વાયરલ થઈ ગયો. તમને જણાવી દઈએ કે, રાહુલ ગાંધીએ બુધવારે પોતાના વાયનાડ લોકસભા વિસ્તારના પૂર પ્રભાવિત લોકોને આશ્વાસન આપ્યું કે, તે વિભિન્ન મુદ્દાઓને હલ કરવાનો પ્રયાસ કરશે. પોતાના ચાર દિવસીય પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધીને સ્થાનિક લોકોએ જણાવ્યું કે, વિભિન્ન અંતરિયાળ વિસ્તારના ગામોનો સંપર્ક તૂટી ગયો છે. જ્યાં રોડ-રસ્તા અને પુલ, પૂર અથવા ભૂસ્ખલનમાં નષ્ટ થઈ ગયા છે.  રાહુલે કહ્યું કે, આપણે આ મુદ્દાઓને હલ કરવા માટે એક સાથે કામ કરીશુ. તેમણે કહ્યું કે, વાયનાડના પૂરમાં ખેડૂતોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. જે જાદુની છડીથી હલ ન કરી શકાય. તેમણે કહ્યું કે, મારી પ્રતિબદ્ધતા છે કે, હું મુદ્દાઓને હલ કરવા માટે તમારી સાથે કામ કરીશ. અમારી પહેલી પ્રાથમિકતા પૂર પ્રભાવિતોને વળતર આપવાની છે.  રાહુલે કર્યું ટ્વીટ
  રાહુલ ગાંધીએ મંગળવારે પણ આ મુદ્દા પર વાત કરી હતી. તેમણે ટ્વીટ કરી જણાવ્યું કે, હું મારા સાંસદીય વિસ્તાર વાયનાડમાં અગામી થોડા દિવસ માટે પૂર રાહત શિબિરોની સમિક્ષા કરવા અને ક્ષેત્રમાં પુનર્વાસ કાર્યોની સમીક્ષા કરી રહ્યો છું. ઘણું બધુ કામ કરવામાં આવ્યું છે, પરંતુ હજુ ઘણુ કામ કરવાનું બાકી છે.

  તમને જણાવી દઈએ કે, ભારે વરસાદ અને ભૂસ્ખલનમાં લગભગ 125 લોકોના જીવ ગયા છે. મલપ્પુરમમાં 60 લોકોના મોત થયા છે, જ્યારે પાડોશી વાયનાડ જીલ્લામાં વરસાદથી સંબંધિત ઘટનાઓમાં 14 લોકોના જીવ ગયા છે.
  First published:August 28, 2019, 15:59 pm

  टॉप स्टोरीज