મુજફ્ફરપુર : સામાન્ય રીતે કોઇ વિવાદને લઇને યુવકોને એકબીજા સાથે જાહેરમાં લડતા કે ફાઇટ કરતા જોયા હશે. જોકે યુવકોની જેમ યુવતીઓ એકબીજા સાથે ઝઘડી પડે અને તે પણ જાહેરમાં તો તમે શું કહેશો. જી, હા કાંઇક આવી જ ઘટના બિહારના મુજફ્ફરપુરમાં (Muzaffarpur News)શોપિંગ મોલમાં બની છે. શોપિંગ મોલમાં યુવતીઓ વચ્ચે જોરદાર ફાઇટ (Girls Fight Video)થઇ હતી.
ગર્લ્સ ફાઇટનો આ વીડિયો શહેરના મોતીઝીલ પાસેના એક મોલનો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ ( video viral social media)થઇ રહ્યો છે. આ વીડિયોમાં યુવતીઓ મારપીટ કરી રહી છે અને તેમના ઝઘડાનું કારણ એક યુવકને બતાવવામાં આવી રહ્યો છે. " isDesktop="true" id="1135143" >
આ વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે બે યુવતીઓ એકબીજાને માર મારી રહી છે. આ દરમિયાન એક યુવતી વચ્ચે બચાવવા માટે આવી છે. જોકે પછી તે પણ મારપીટ કરવા લાગે છે. સાથે એક યુવક પણ ઝઘડો શાંત કરાવવાનો પ્રયત્ન કરતો જોવા મળે છે.
આ વીડિયોમાં જોવા મળે છે કે ઘણા સમય સુધી મારપીટ થઇ રહી છે. આ કારણે મોલમાં અફરાતફરીની સ્થિતિ જોવા મળે છે. એક વ્યક્તિ સમજાવવાનો પ્રયત્ન કરે છે અને વચ્ચે પડીને મામલાને શાંત કરાવે છે. આ પછી મોલમાંથી યુવતીઓને બહાર કાઢે છે. ઘટનાનું કારણ પણ ત્યાં હાજર રહેલા લોકો બોયફ્રેન્ડને લઇને વિવાદ બતાવી રહ્યા છે. જોકે આ મામલામાં અત્યાર સુધી પોલીસ સ્ટેશનમાં કોઇ પક્ષ તરફથી લેખિત અરજી આપવામાં આવી નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર