Home /News /national-international /નદી ઓળંગતી વખતે ડૂબ્યો યુવક, જુઓ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા યુવકનો - Video વાયરલ

નદી ઓળંગતી વખતે ડૂબ્યો યુવક, જુઓ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા યુવકનો - Video વાયરલ

પાણીના ધસમસતા પ્રવાહમાં યુવક તણાયો

આ ઘટના મહારાષ્ટ્રના પુણે જિલ્લાની છે. અહીં ગોદરે ગામમાં એક વ્યક્તિ જીવ જોખમમાં નાખીને વરસાદમાં નાળાને પાર કરી રહ્યો હતો. તે કિનારાથી થોડે દૂર હતો, ત્યારે અચાનક પાણીનો ફોર્સ વધી ગયો. જેના કારણે તેનું સંતુલન ખોરવાઈ ગયું અને તે પાણીના વહેણમાં તણાઈ ગયો

વધુ જુઓ ...
મુંબઈ : પુણેના ગોદરે ગામમાં એક વ્યક્તિ જીવ જોખમમાં નાખી, વરસાદમાં નાળાને પાર કરી રહ્યો હતો, અચાનક પાણીનો ફોર્સ વધતા વહેણમાં તણાઈ ગયો, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

વરસાદી વાતાવરણની વચ્ચે દેશમાં ઘણી જગ્યાએ પૂર આવવાની ઘટના સર્જાઈ છે,(monsoon accident) જે કારણથી ઘણાં અકસ્માતો થઈ રહ્યા છે. દર વર્ષે વરસાદમાં પોતાનો જીવ જોખમમાં મુકીને પૂરના પાણીમાં લોકો ડૂબી રહયા કિસ્સાઓ સામે આવે છે, છતાં લોકો આ અકસ્માતોથી બોધપાઠ લેતા નથી. આવો જ એક વીડિયો હાલ વાયરલ થયી રહ્યો છે,(viral video Pune) જેમાં એક વ્યક્તિ વરસાદમાં પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ ગયો હતો.(man drown in Pune)

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક વ્યક્તિ પાણીના જોરદાર વહેણની વચ્ચે ખાડીને પાર કરતો જોવા મળે છે. સામે છેડે પહોંચતા જ, તે બેલેન્સ ગુમાવતા, તે પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ ગયો. સ્થળ પર હાજર કેટલાક લોકોએ આ ભયાનક ઘટના પોતાના કેમેરામાં રેકૉર્ડ કરી હતી.



આ ઘટના મહારાષ્ટ્રના પુણે જિલ્લાની છે. અહીં ગોદરે ગામમાં એક વ્યક્તિ જીવ જોખમમાં નાખીને વરસાદમાં નાળાને પાર કરી રહ્યો હતો. તે કિનારાથી થોડે દૂર હતો, ત્યારે અચાનક પાણીનો ફોર્સ વધી ગયો. જેના કારણે તેનું સંતુલન ખોરવાઈ ગયું અને તે પાણીના વહેણમાં તણાઈ ગયો. જોકે બાદમાં તેને બચાવી લેવામાં આવ્યો, પરંતુ થોડીવાર માટે લોકોના શ્વાસ અધ્ધર થયી ગયા હતા.

આ પણ વાંચોરાજ્યમાં વરસાદી વિનાશનો ચિતાર: 39 દિવસમાં 63 માનવ મૃત્યું, તો 264 પશુઓના મોત, સૌથી વધુ વીજળી પડવાથી મોત

જણાવવામાં આવી રહ્યું છે કે સરકારે ગોદરે ગામમાં એક પુલ મંજૂર કર્યો છે, પરંતુ હજુ સુધી પુલનું બાંધકામ અધૂરું હોવાના કારણે ગ્રામજનોને નાળામાંથી પસાર થવું પડે છે. મજબૂરી વશ પસાર થતી વખતે આ દુર્ઘટના બની, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
First published:

Tags: Maharashtra News, Maharashtra rain, મહારાષ્ટ્ર

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો