Home /News /national-international /

ઘાયલ મુસાફરને લઇને 1.5 કિમી દોડ્યો પોલીસ કોન્સ્ટેબલ, જુઓ વીડિયો

ઘાયલ મુસાફરને લઇને 1.5 કિમી દોડ્યો પોલીસ કોન્સ્ટેબલ, જુઓ વીડિયો

    મધ્યપ્રદેશમાં પોલીસ વિભાગની કાર્યશૈલી અને નિષ્ક્રિયા પર આરોપ-પ્રત્યારોપ લાગતા રહે છે, પરંતુ મધ્યપ્રદેશ પોલીસનું માથું ઉંચું કરાવે તેવી ઘટના સામે આવી છે. આ ઘટના બની છે હોશંગાબાદ જિલ્લામાં, જેમાં તેમે જવાનની બહાદુરી અને સમયસૂચતા જોઇને તમે પણ સલામ કરશો.

    વાત એમ છે કે હોશંગાબાદમાં ટ્રેનમાંથી નીચે પટકાયેલા એક યુવકને મધ્યપ્રદેશ પોલીસકર્મીએ પોતાના ખભા પર ઉંચકીને હોસ્પિટલ પહોંચાડ્યો હતો. ઘટના સમયે હાજર પોલીસકર્મીએ વગર કોઇ ઇમરજન્સી સેવાની રાહ જોયે, તુરંદ ઘાયલ યુવકને પોતાના ખભા પર ઉચક્યો અને અંદાજે દોઢ કિમી સુધી ટ્રેક પર દોડ્યો હતો.





    જાણકારી પ્રમાણે મામલો સિવની-માલવાના શિવપુર થાનાના પીપલ ગામનો છે, ડાયલ 100ને ભોપાલમાંથી જાણકારી મળી હતી કે એક યુવક ચાલતી ટ્રેનમાંથી પડી ગયો છે, જાણકારી મળતાં જ આરક્ષક પૂનમ બિલ્લોરે અને ગાડી ડ્રાઇવર રાહુલ સાકવલ્લે ઘટનાસ્થળે પહોંચ્યા. અહીં પહોંચ્યા બાદ જાણવા મળ્યું કે ટ્રેનના પાટા સુધી જવા માટે કોઇ રસ્તો નથી, એવામાં પોલીસની ગાડી ઘટનાસ્થળે પહોંચી શકશે નહીં. ત્યારબાદ પોલીસકર્મી પૂનમ બિલ્લોરે ઘાયલ યુવકને પોતાના ખભા પર રાખી ટ્રેનના પાટાના રસ્તે દોઢ કિમી સુધી દોડ્યો હતો. ત્યારબાદ એમ્બ્યૂલન્સની મદદથી સિવની માલવાના સરકારી હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યો.

    ઘાયલ યુવકની ઓળખ 20 વર્ષિય અજીત શિવશંકર તરીકે સામે આવી છે. તેને ગંભીર હાલતમાં સિવની હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો છે. બાદમાં તેને ભોપાલ રેફર કરવામાં આવ્યો હતો.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: MP Police constable, Police constable run, Poonam Billore, Railway tracks, Save injured man, Video viral

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन