મુંબઈઃ સોશિયલ મીડિયા પર દરરોજ કોઈને કોઈ વીડિયો વાયરલ (Video Viral) થતો હોય છે. કેટલાક વીડિયો આપને હસાવે છે તો કેટલાક આપને વિચારવા પર મજબૂર કરી દે છે. આજે અમે આપને આવો જે એક વીડિયો (Video) દર્શાવવા જઈ રહ્યા છીએ, જેમાં કાયદાનું પાલન કરાવનારા જ કાયદાનું ઉલ્લંઘન કરતાં જોવા મળી રહ્યા છે. આ વીડિયોની ખાસ વાત એ છે કે તે એક મહિલા ટ્રાફિક પોલીસકર્મી (Lady Traffic Police)નો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ટ્રાફિકનું સંચાલન કરી રહેલી મહિલા ટ્રાફિક પોલીસકર્મી કેવી રીતે એક યુવતી પાસેથી ત્યાંથી જવા માટે નાણા લે છે અને કોઈને ખબર પણ નથી પડતી.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ વીડિયો એક મહિલા ટ્રાફિક પોલીસકર્મીનો છે. ઘટના પુનાના સાઈ ચોકનો હોવાનું કહેવાય છે. આ વીડિયોને 18 ડિસેમ્બરે ટવીટર યૂઝર @mat_jane_de_yarએ શૅર કર્યો છે. તેની સાથે જ ટ્વીટર યૂઝરે કેપ્શનમાં લખ્યું છે, ‘ના ગૂગલ પે, ન ફોન પે, ન યૂપીઆઇ...સીધું પોકેટ પે.’
આ પણ વાંચો, ખૂબ જ સસ્તા ભાવે મળી રહ્યો છે Samsungનો 6000mAh બેટરીવાળો આ દમદાર ફોન, મેળવો 64MP કેમેરા
વીડિયોમાં જોઈ શકાય છે કે ટ્રાફિકનું સંચાલન કરી રહેલી એક મહિલા પોલીસકર્મી એક યુવતી અને તેની માતાને રોકે છે અને વાહનના દસ્તાવેજ બતાવવા માટે કહે છે. વાહનના દસ્તાવેન જ્યારે નથી મળતા તો મહિલા પોલીસકર્મી યુવતીને ત્યાંથી જવા માટે પૈસાની માંગણી કરે છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે તે સમયે ત્યાં પોલીસના અનેક અધિકારી પણ ઊભા છે. આજ કારણ છે કે મહિલા પોલીસકર્મી સીધી રીતે પૈસા નથી માંગતી અને યુવતીને કહે છે કે તે પૈસા તેના ખિસ્સામાં મૂકી દે.
આ પણ વાંચો, ચીનમાં આ પહાડીની ચોટી પર છે ધરતીનું ‘સ્વર્ગ’, જાણો 500 વર્ષ જૂના મંદિર સુધી લોકો કેવી રીતે પહોંચે છે
બાદમાં યુવતી મહિલા પોલીસકર્મીના ખિસ્સામાં પૈસા મૂકે છે અને ત્યાંથી વાહન લઈને જતી રહે છે. આ સમગ્ર વીડિયોને કોઈ બિલ્ડિંગ પરથી શૂટ કરવામાં આવ્યો છે. મહિલા પોલીસકર્મીનું તેની તરફ ધ્યાન નથી. આ વીડિયોને જોયા બાદ અનેક સોશિયલ મીડિયા યૂઝર્સે તેની પર અનેક પ્રકારની કોમેન્ટ્સ કરી છે. એક યૂઝરે લખ્યું કે, કોણ કહે છે કે મહિલાઓ પુરુષોથી પાછળ છે. એક યૂઝરે લખ્યું કે, આની સામે ડિજિટલ ઈન્ડિયા શું ચીજ છે.
Published by:Mrunal Bhojak
First published:December 20, 2020, 10:52 am