આગ્રા : આગ્રામાં (Agra)એક પોલીસ સ્ટેશનમાં (Police station)તૈનાત પોલીસ ઇન્સપેક્ટરની એક મહિલા સિપાહીના પરિવારજનોએ રસ્તા વચ્ચે જોરદાર પીટાઇ (Beaten)કરી હતી. બતાવવામાં આવી રહ્યું છે કે પોલીસ ઇન્સપેક્ટર મહિલા સિપાહીના ઘરે ગયો હતો. ત્યારે તેને પરિવારજનોએ પકડી લીધો હતો અને પીટાઇ કરી હતી. મારપીટ પછી પોલીસ સ્ટેશન લઇ જવાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં (Social media)વાયરલ થયો છે. જોકે પછી સ્ટેશનમાં બંને પક્ષો વચ્ચે સમજુતી થઇ ગઈ હતી.
પોલીસ સૂત્રોના મતે આગ્રામાં તૈનાત પોલીસ ઇન્સપેક્ટરની એક મહિલા સિપાઇ સાથે મિત્રતા છે. આરોપ છે કે પોલીસ ઇન્સપેક્ટર તે મહિલા સિપાહીને મળવા રવિવારે રાત્રે અત્માદપુર પહોંચ્યો હતો. ત્યારે પરિવારજનોએ તેને પકડી લીધો હતો. આ પછી પરિવારજનોએ તેને પકડીને ઘરની બહાર રસ્તા પર લઇ ગયા હતા. મહિલા સિપાહીની બહેન, ભાઈ અને અન્ય પરિવારજનોએ પોલીસ ઇન્સપેક્ટરની પીટાઇ કરી હતી. મારપીટ કર્યા પછી દરોગાને પકડીને પોલીસ સ્ટેશન લઇ ગયા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
જેમાં એક યુવતી પોલીસ ઇન્સપેક્ટરનો કોલર પકડીને લઇ જતી જોવા મળે છે. ચાલતા-ચાલતા યુવતી પોલીસ ઇન્સપેક્ટરને થપ્પડ પણ મારી રહી છે. આ મામલામાં થાના પ્રભારી અરુણ કમાર બલિયાને જણાવ્યું કે બંને વચ્ચે અંદરો અંદર કોઇ વિવાદ હતો. બંને પક્ષો પહેલા જ એકબીજાને ઓળખે છે. ખોટી ભૂલના કારણે મારપીટ થઇ હતી. બંને પક્ષોએ સમજુતી કરી લીધી છે.
આ ઘટના પર મહિલા સિપાહી તરફથી કોઇ નિવેદન સામે આવ્યું નથી. પોલીસ બેડામાં પોલીસ ઇન્સપેક્ટર અને મહિલા સિપાહીની ચર્ચા થઇ રહી છે.
આખા દેશમાં રવિવારે કરવા ચોથ (Karva Chauth)ની ઉજવણી કરવામાં આવી હતી. પત્નીઓ પોતાના પતિની લાંબી ઉંમર માટે વ્રત રાખે છે. જોકે કરવા ચોથના દિવસે રવિવારે યૂપીના (Uttar Pradesh)ઇટાવામાં (Etawah)ઘણો હેરાન કરનારો મામલો સામે આવ્યો હતો. અહીંયા કરવા ચોથના એક દિવસ પહેલા એક પત્નીએ પોતાના પતિની પિટાઇ કરી દીધી છે. પિટાઇ દરમિયાન મહિલાએ પતિને દોરડાથી બાંધી રાખ્યો હતો. આ ઘટના વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. હાલ પિટાઇની તસવીર સોશિયલ મીડિયામાં (Social media)ઝડપથી વાયરલ થઈ રહી છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર