નવી દિલ્હી : શિયાળાની (Winter-2022)હાડ કંપાવતી ઠંડીમાં લોકો પોતાના ઘરમાં જ રહેવાનું પસંદ કરે છે ત્યારે દેશની સુરક્ષા માટે આપણા દેશના સૈનિકો માઇનસથી નીચે ડિગ્રીની ઠંડીમાં પણ સરહદો પર ઉભા છે. જમ્મુ કાશ્મીરના (Jammu Kashmir News)કુપવાડા સેક્ટરમાં નિયંત્રણ રેખા પાસે જમ્મુ કાશ્મીરની અગ્રીમ ચોકી પર જોરદાર હિમ વર્ષા (Jammu Kashmir Snowfall) થઇ રહી છે. ભારતીય સેનાની આ પોસ્ટ 17,000 ફૂટની ઉંચાઇ પર આવેલી છે અને અહીં સતત હિમવર્ષા (Heavy Snowfall)જોવા મળે છે.
આપણે પોતાના ઘરમાં કોઇ ચિંતા વગર આરામથી એટલા માટે રહીએ છીએ કારણ કે સરહદો પર આપણી સેનાના જવાન વિશેષ પરિસ્થિતિઓમાં આપણી રક્ષામાં લાગેલા છે. ભીષણ ગરમી હોય કે ભીષણ ઠંડી તે સતત સરહદ પર અડગ રહે છે. કોઇપણ ફરિયાદ વગર પોતાની ડ્યૂટી કરે છે. જેથી દેશના નાગરિકો સુરક્ષિત રહે.
No easy hope or lies
Shall bring us to our goal,
But iron sacrifice
Of body, will, and soul.
There is but one task for all
One life for each to give
Who stands if Freedom fall? pic.twitter.com/X3p3nxjxqE
— PRO Udhampur, Ministry of Defence (@proudhampur) January 7, 2022
ભારતીય સેનાનો જવાનોનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં સ્પષ્ટ જોવા મળે છે કે દેશની સુરક્ષાની ફરજ કેટલી જવાબદારીથી નિભાવે છે. શૂન્યથી નીચેના તાપમાનમાં ભારે હિમવર્ષા વચ્ચે દેશની સુરક્ષામાં લાગેલા છે. ઇન્ડિયન આર્મીના જવાન કોઇપણ ટેન્શન વગર બરફ વચ્ચે સરહદ પર રાઉન્ડ લગાવી રહ્યા છે. ભારતીય સેનાના જવાન સ્નો સ્કૂટરનો પણ ઉપયોગ કરી રહ્યા છે.
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કુપવાડા સેક્ટરની અગ્રીમ ચોકી જે 17000 ફૂટની ઉંચાઇ પર આવેલી છે. જ્યાં આપણે થોડીક મિનિટ પણ પસાર કરી શકીએ નહીં. આવી વિકેટ પરિસ્થિતિઓમાં આપણા દેશના જવાનો રક્ષા કરી રહ્યા છે.
#WATCH Indian Army troops carrying out patrolling along the Line of Control under heavy snowfall
સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલો વીડિયો જમ્મુમાં રક્ષા વિભાગ તરફથી જારી કરવામાં આવ્યો છે. જેમાં એક સૈનિક ભીષણ બરફ વર્ષા વચ્ચે ઉભેલો જોવા મળે છે. તેના ઘૂંટણ સુધીના પગ બરફમાં ફસાયેલા જોવા મળે છે. જેને સોશિયલ મીડિયામાં ઘણો શેર કરવામાં આવી રહ્યો છે અને જવાનોની હિંમતને સલામ કરી રહ્યા છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર