હવામાં 10 ફૂટ ઉંચે ઉછળી કાર, જુઓ શ્વાસ થંભાવી દે તેવો અકસ્માતનો Live Video

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે

Viral Video - 10 ફૂટ સુધી કાર હવામાં ઉડીને પડી હોવા છતા ડ્રાઇવરને સહેજ પણ ઇજા પહોંચી ન હતી, જેણે પણ આ દુર્ઘટનાને જોઈ તેણે બસ એ જ કહ્યું કે આ ભગવાનનો ચમત્કાર જ છે

  • Share this:
    આગર-માલવા : બોલિવૂડની ફિલ્મોમાં (Bollywood Film) કાર હવામાં ઉછળવાના અને પડવાના ઘણા વીડિયો તમે જોયા હશે. જોકે હકીકતમાં આવી ઘટના બની જાય અને તેનો વીડિયો પણ રેકોર્ડ થઇ જાય તો તેની ચર્ચા થાય તે નક્કી જ છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ (Video Viral On Social Media)રહ્યો છે. વાયરલ વીડિયોના સીસીટીવી ફૂટેજ છે, જે મધ્ય પ્રદેશના આગર-માલવા જિલ્લામાં રેકોર્ડ થયા છે. અહીં એક કાર 10 ફૂટ હવામાં ઉછળી હતી. કારમાં ફક્ત હવામાં જ ઉછળી (Car jumps in Air)ન હતી તે રસ્તાના કિનારે રહેલા ઝાડીઓમાં ફેંકાઇ હતી.

    સામાન્ય રીતે આટલા ભયંકર દુર્ઘટના પછી ડ્રાઇવરના બચવાની આશા ઓછી રહેતી હોય છે. જો ડ્રાઇવરનો જીવ બચી જાય તો પણ તેને ગંભીર ઇજા પહોંચે છે. જોકે આગર-માલવ હાઇવે પાસે જે દુર્ઘટના બની તેને જોઈને બધા ચકિત છે. 10 ફૂટ સુધી કાર હવામાં ઉડીને પડી હોવા છતા ડ્રાઇવરને સહેજ પણ ઇજા પહોંચી ન હતી. જેણે પણ આ દુર્ઘટનાને જોઈ તેણે બસ એ જ કહ્યું કે આ ભગવાનનો ચમત્કાર જ છે.

    આ પણ વાંચો - પતિએ પત્નીની ત્રીજા માળેથી ધક્કો મારી કરી હત્યા, 10 મહિના પહેલા જ થયા હતા લવ મેરેજ

    ઝડપથી આવી રહેલી કાર થઇ ગઈ અનિયંત્રિત

    મધ્ય પ્રદેશના આગર માલવા (Agar Malwa)જિલ્લાના સુસનેરના મોડી માર્ગ (Susner Mori Marg)પર મોડી ગામ પાસે એક દુર્ઘટના બની હતી. ગામની નજીક એક પેટ્રોલ પંપ છે. આ પેટ્રોલ પંપ સામે ઘણી ઝડપી ગતિથી આવી રહી હતી. તે સમયે કાર રસ્તામાં (Over Speeding Car) અચાનક 10 ફૂટ હવામાં ઉડ હતી અને ઝાડીઓમાં પડી હતી. પેટ્રોલ પંપ પર સીસીટીવી કેમેરા (Car Accident CCTV)લાગેલા હતા. આ કારમાં અકસ્માતની ચોંકાવનારી ઘટના કેદ થઇ ગઈ છે. આ દુર્ઘટનામાં ડ્રાઇવર બચી ગયો છે. જ્યારે કાર ખરાબ રીતે ક્ષતિગ્રહ થઇ ગઈ છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.


    કારને 50 મીટર સુધી ઢસડીને લઇ ગયો ટ્રક ડ્રાઇવર

    મધ્ય પ્રદેશના રાયસેન જિલ્લાના સિલવાનીમાં એક એવી ઘટના બની જેના કારણે બધાના શ્વાસ અટકી ગયા હતા. ટ્રકની કાર સાથે ટક્કર થઇ હતી. જેમાં ટ્રકચાલક કારને 50 મીટર દૂર સુધી ઢસડીને લઇ ગયો હતો. ટ્રકની અડફેટમાં કાર આવી હોવા છતા ટ્રક ડ્રાઇવરે બ્રેક મારી ન હતી. કારમાં બેસેલા લોકોએ કારનો દરવાજો ખોલ્યો હતો અને પોતાનો જીવ બચાવ્યો હતો. ટ્રક ડ્રાઇવર ભાગીને જાય તે પહેલા તેને પકડી લીધો હતો અને મારપીટ કરી હતી. ઘટનાનો વીડિયો ( Accident Live Video)સામે આવતા જ વાયરલ થયો છે.

    આ પણ વાંચો - સાળીના પ્રેમમાં પાગલ બન્યો યુવક, પત્નીની હત્યા કરી બોક્સમાં પેક કરી દીધી

    જાણકારી પ્રમાણે ઘટના બજરંગ ચોકની છે. કાર સાઇ ખેડાથી સિલવાની તરફ આવી રહી હતી. આ દરમિયાન ટ્રકે આગળ ચાલી રહેલી કારને સાઇડમાંથી ટક્કર મારી હતી. જેથી કાર ટ્રકની આગળ આવી ગઈ હતી. ટ્રકની આગળ કાર આવી ગઈ હોવા છતા ટ્રકના ડ્રાઇવરે બ્રેક મારી ન હતી. આ જોઇને ઘણા લોકો ટ્રકની પાછળ દોડ્યા હતા. કારમાં સવાર લોકો ઢસડતી કારમાંથી બહાર નીકળી ગયા હતા.
    Published by:Ashish Goyal
    First published: