બાલાસોરઃ ભારત અને ચીન (India China Face Off)ની વચ્ચે સરહદ વિવાદ હવે ઘટતો હોય એવું લાગી રહ્યું છે. જોકે, કોઈ પણ સંકટની સ્થિતિનો સામનો કરવા માટે ભારતીય સેના (Indian Army) તૈયારી કરી રહી છે. એક તરફ જ્યાં રક્ષા મંત્રાલય તરફથી સેનાને સૈન્ય ઉપકરણો ખરીદવાનો છૂટ આપવામાં આવી છે, તો બીજી તરફ વિભિન્ન સ્તરે સંભવિત યુદ્ધનો સામનો કરવા માટે યુદ્ધાભ્યાસ કરવામાં આવી રહ્યો છે.
આ કડીમાં હેલિકોપ્ટરથી લૉન્ચ થનારી નાગ મિસાઇલ (Helicopter-launched Nag Missile - HELINA) લૉન્ચ કરવામાં આવી. જોકે આ લૉન્ચિંગ હેલિકોપ્ટર વગર કરવામાં આવ્યું. મળતી માહિતી મુજબ, હવે હેલિનાનું નામ બદલીને ધ્રુવાસ્ત્ર એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ રાખવામાં આવ્યું છે. તેનું ફ્લાઇટ ટ્રાયલ 15 અને 16 જુલાઈએ બાલાસોરમાં કરવામાં આવ્યું હતું.
#WATCH Trials of Helicopter-launched Nag Missile (HELINA), now named Dhruvastra anti-tank guided missile in direct and top attack mode. The flight trials were conducted on 15&16 July at ITR Balasore (Odisha). This is done without helicopter. pic.twitter.com/Jvj6geAGLY
આ પહેલા જૈસલમેરમાં એન્ટી ટેન્ક મિસાઇલ નાગના એડવાન્સ વર્ઝનનું ટ્રાયલ કરવામાં આવ્યું હતું. રાત્રે અને સવારે કરવામાં આવેલા મિસાઇલના તમામ પરીક્ષણ એકદમ સચોટ રહ્યા. DRDO તરફથી વિકસિત અને ભારત ડાયોનામિક્સ લિમિટેડ તરફથી નિર્મિત નાગ મિસાઇલ સેના તરફથી નિયત માપદંડો પર એકદમ યોગ્ય પુરવાર થઈ છે.
રણક્ષેત્રમાં સૈનિક શત્રુના ટેન્કને જોયા બાદ તેને નષ્ટ કરવા માટે નાગ મિસાઇલ છોડે છે. તેથી તેની રેન્જ ઓછી રાખવામાં આવી છે. ટેન્કની ઉપરનો ભાગ અન્ય હિસ્સાની તુલનામાં નબળો હોય છે. એવામાં તે ઉપરથી હુમલો કરી ટેન્કનો ઉપરના ભાગમાં છીદ્ર કરી તેની અંદર જઈને વિસ્ફોટ કરે છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર