Home /News /national-international /VIDEO:આ વાત કરવાની રીત યોગ્ય નથી...,જાણો G20માં પીએમ ટ્રૂડો અને રાષ્ટ્રપતિ જિનપિંગ વચ્ચે શું થયું?

VIDEO:આ વાત કરવાની રીત યોગ્ય નથી...,જાણો G20માં પીએમ ટ્રૂડો અને રાષ્ટ્રપતિ જિનપિંગ વચ્ચે શું થયું?

G20 કોન્ફરન્સ દરમિયાન કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સામસામે આવી ગયા હતા.

G20 કોન્ફરન્સ દરમિયાન કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સામસામે આવી ગયા હતા. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે નારાજગી સ્પષ્ટ દેખાઈ રહી હતી.વાસ્તવમાં ટ્રુડો અને જિનપિંગ વચ્ચે 15 નવેમ્બરે મુલાકાત થઈ હતી.

  નવી દિલ્હીઃ G20 કોન્ફરન્સ દરમિયાન કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સામસામે આવી ગયા હતા. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે નારાજગી સ્પષ્ટ દેખાઈ રહી હતી.વાસ્તવમાં ટ્રુડો અને જિનપિંગ વચ્ચે 15 નવેમ્બરે મુલાકાત થઈ હતી. આ દરમિયાન વાતચીતની વિગતો મીડિયામાં સામે આવતા જ જિનપિંગ ગુસ્સે થઈ ગયા હતા. તેમણે પીએમ ટ્રુડોને કહ્યું કે આ વાત કરવાની રીત નથી. તેના જવાબમાં ટ્રુડોએ કહ્યું કે અમે ચીન સાથે સ્પષ્ટ વાત કરવા તૈયાર છીએ.

  કેનેડિયન મીડિયાનો દાવો છે કે પીએમ જસ્ટિન ટ્રુડો અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ 15 નવેમ્બરના રોજ મળ્યા હતા. આ દરમિયાન ટ્રુડોએ ચીન પર કેનેડાની રાજનીતિમાં હસ્તક્ષેપ કરવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે આવું ન થવું જોઈએ. કેનેડામાં 2019ની ચૂંટણી દરમિયાન ચીનની દખલગીરીનો આરોપ છે. હવે બંને નેતાઓ G20 ફોરમમાં ત્રણ વર્ષ પછી મળ્યા છે.  કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું છે કે કેનેડા અને ભારતે બંને દેશો વચ્ચે અમર્યાદિત ફ્લાઇટ્સને મંજૂરી આપવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર હેઠળ, કેનેડિયન એરલાઇન્સ બેંગ્લોર, ચેન્નાઈ, દિલ્હી, હૈદરાબાદ, કોલકાતા અને મુંબઈ એરપોર્ટ પર ઉતરાણ કરી શકશે અને તેના બદલામાં ભારતીય એર કેરિયર્સને ટોરોન્ટો, મોન્ટ્રીયલ, એડમોન્ટન, વાનકુવરની ઍક્સેસ મળશે.

  ભારતીય ફ્લાઈટ્સ માટે આપવામાં આવેલા આ નામો ઉપરાંત, ભારત વધુ 2 પોઈન્ટ પસંદ કરી શકે છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ પોતાના એક અહેવાલમાં જણાવ્યું છે કે એર ઈન્ડિયા અને એર કેનેડા બંને દેશો વચ્ચે સીધી ફ્લાઈટ ઉડાવી શકે છે.
  Published by:Vrushank Shukla
  First published:

  Tags: G20 Summit, Justin trudeau, Xi Jinping

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन