Home /News /national-international /VIDEO: ભગવાન ગણેશને ચઢાવવામાં આવેલા વિશાળ લાડુની 45 લાખમાં હરાજી થઈ, જાણો તેનું વજન કેટલું છે

VIDEO: ભગવાન ગણેશને ચઢાવવામાં આવેલા વિશાળ લાડુની 45 લાખમાં હરાજી થઈ, જાણો તેનું વજન કેટલું છે

Viral News: હૈદરાબાદના ગણેશ પંડાલમાં ભગવાન શ્રી ગણેશને ચઢાવવામાં આવેલા લાડુની 45 લાખ રૂપિયામાં હરાજી કરવામાં આવી હતી.

Interesting News: આ 12 કિલોના લાડુની કિંમત 44 લાખ 99 હજાર 999 રૂપિયા હતી. આ અત્યાર સુધીની સૌથી મોટી હરાજી માનવામાં આવી રહી છે. આ હરાજીમાં માત્ર હૈદરાબાદ અને સિકંદરાબાદ જ નહીં પરંતુ બે રાજ્યો તેલંગાણા અને આંધ્રપ્રદેશનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

વધુ જુઓ ...
    હૈદરાબાદ: હૈદરાબાદમાં શનિવારે ભગવાન ગણેશને ચઢાવવામાં આવેલા લાડુની 45 લાખ રૂપિયામાં હરાજી કરવામાં આવી હતી. આ લાડુનું વજન 12 કિલો છે. આ પ્રખ્યાત બાલાપુર ગણેશ લાડુની માત્ર એક જ દિવસમાં બમણી કિંમતે હરાજી કરવામાં આવી હતી. બરાબર એક દિવસ પહેલા તેની કિંમત 24.60 લાખ રૂપિયા જણાવવામાં આવી રહી હતી. આ હરાજીનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ, આ હરાજી ધ મારકથા શ્રી લક્ષ્મી ગણપતિ ઉત્સવ પંડાલમાં થઈ હતી.

    આ 12 કિલોના લાડુની કિંમત 44 લાખ 99 હજાર 999 રૂપિયા હતી. આ અત્યાર સુધીની સૌથી મોટી હરાજી માનવામાં આવી રહી છે. આ હરાજીમાં માત્ર હૈદરાબાદ અને સિકંદરાબાદ જ નહીં પરંતુ બે રાજ્યો તેલંગાણા અને આંધ્રપ્રદેશનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેની હરાજી પાછળ પણ એક મોટું કારણ છે. તમને જણાવી દઈએ કે, હૈદરાબાદમાં ભગવાન ગણેશને પ્રસાદ તરીકે ચઢાવવામાં આવતા લાડુની હરાજી કરવાની પરંપરા છે. આ હરાજીમાં જે જીતે છે તેના પર ભગવાન ગણેશની વિશેષ કૃપા હોવાનું કહેવાય છે.



    આ લાડુ સાથે જોડાયેલી માન્યતા છે

    સ્થાનિક લોકોનું માનવું છે કે, હરાજીના આ લાડુ સૌભાગ્ય, સારા સ્વાસ્થ્ય, લક્ષ્મી અને સમૃદ્ધિ લાવે છે. મળતી માહિતી મુજબ ગીતાપ્રિયા અને વેંકટરાવે આ 12 કિલોના લાડુ માટે 45 લાખ રૂપિયાની બોલી લગાવી હતી. તેઓ બાલાપુર ગણેશના આ લાડુ મેળવવા માંગતા હતા. આ લાડુઓ સ્થાનિક ખેડૂત અને રિટેલર વી. લક્ષ્મા રેડ્ડીએ આશરે રૂ. 25 લાખમાં તૈયાર કર્યા હતા.

    આ પણ વાંચો- VIDEO: ભારતીય ફેન્સને એશિયા કપની ફાઇનલ મેચમાંથી ધક્કા મારીને બહાર કઢાયા, મોટો વિવાદ

    હરાજીના પૈસા મંદિરો પર ખર્ચવામાં આવશે

    પંડાલ મેનેજમેન્ટે જણાવ્યું કે હરાજીમાં મળેલી રકમ બાલાપુરમાં બની રહેલા મંદિરો પાછળ ખર્ચવામાં આવશે. તમને જણાવી દઈએ કે, અહીં 1994માં લાડુની હરાજી શરૂ થઈ હતી. તે સમયે એક ખેડૂતે એક લાડુ માટે 450 રૂપિયાની બોલી લગાવી હતી. આ લાડુની હરાજી સાથે, ગણેશ વિસર્જન શરૂ થાય છે અને શોભાયાત્રાઓ કાઢવામાં આવે છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Ganesh Chaturthi, Ganesh Chaturthi 2022, Hyderabad, Lord-ganesha

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन