Home /News /national-international /શરમ કરો! વિદ્યાર્થીઓએ પ્રેગ્નન્ટ શ્વાનને લાકડીઓ વડે માર માર્યો, મેદાનમાં ઘસડ્યો

શરમ કરો! વિદ્યાર્થીઓએ પ્રેગ્નન્ટ શ્વાનને લાકડીઓ વડે માર માર્યો, મેદાનમાં ઘસડ્યો

પ્રેગ્નન્ટ શ્વાનને મોતને ઘાટ ઉતાર્યો

દિલ્હીમાં ક્રૂરતાનો એક કિસ્સો સામે આવ્યો છે જે માનવતાને શર્મસાર કરી દેશે. અહીં 25 વિદ્યાર્થીઓના એક ગ્રુપે એક પ્રેગ્નન્ટ સ્ટ્રીટ ડોગની સાથે પહેલા ગેંગરેપ કર્યો અને તેના પછી લાકડીઓ વડે માર મારવામાં આવ્યો હતો. આરોપીઓ દક્ષિણ દિલ્હીની ડોન બોસ્કો ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓ હતા અને બે સિનિયર સ્ટાફ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

વધુ જુઓ ...
    દિલ્હીમાં ક્રૂરતાનો એક કિસ્સો સામે આવ્યો છે જે માનવતાને શર્મસાર કરી દેશે. અહીં 25 વિદ્યાર્થીઓના એક ગ્રુપે એક પ્રેગ્નન્ટ સ્ટ્રીટ ડોગની સાથે પહેલા ગેંગરેપ કર્યો અને તેના પછી લાકડીઓ વડે માર મારવામાં આવ્યો હતો. આરોપીઓ દક્ષિણ દિલ્હીની ડોન બોસ્કો ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓ હતા અને બે સિનિયર સ્ટાફ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

    આ ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. મળતી માહિતી મુજબ, ઘટના સમયે ઈન્સ્ટિટ્યૂટના બે ભાઈઓ પણ સ્ટાફની સૂચના પર કથિત રીતે હાજર હતા.

    આ પણ વાંચોઃ આફતાબના નાર્કો ટેસ્ટની તૈયારી કરી રહી છે પોલીસ, હવે સામે આવશે હકીકત




    સોશિયલ મીડિયા પર કૂતરાને મારવાનો વીડિયો વાયરલ


    દિલ્હીમાં કૂતરાને મારવાના બે વીડિયો સામે આવ્યા છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. પહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે કૂતરો ટીનનાં શેડમાં છુપાયેલો છે અને એકદમ ડરી ગયો છે. ત્યાં શેડની બહાર એક વ્યક્તિ લાકડી લઈને ઉભો છે. તેઓ ત્યાં ઉભેલા બાકીના લોકોને કૂતરાને મારવાનું કહી રહ્યા છે. અન્ય એક વીડિયોમાં એક માણસ મૃત કૂતરાને ખેંચીને લઈ જતો જોઈ શકાય છે. તો બીજી તરફ કેટલાક લોકો આવા કૃત્ય પર હસતા જોવા મળે છે.

    હૈદરાબાદમાં ચોથા માળેથી પપી ફેંકવામાં આવ્યું


    આવો જ એક કિસ્સો હૈદરાબાદથી સામે આવ્યો છે, જ્યાં એક ગલુડિયાને પહેલા દોરડાથી બાંધીને ઝાડ પર લટકાવવામાં આવ્યો અને પછી ચોથા માળેથી ફેંકી દેવામાં આવ્યો. આ કેસમાં 19 વર્ષના યુવકને આરોપી બનાવવામાં આવ્યો છે.

    હૈદરાબાદના મેલારદેવપલ્લી સર્કલ ઈન્સ્પેક્ટર પી મધુએ જણાવ્યું કે આ કેસમાં આરોપીને 5 વર્ષની સજા થઈ શકે છે, પરંતુ તેની માનસિક સ્થિતિ ઠીક ન હોવાથી તેની ધરપકડ થઈ શકે નહીં. જણાવવામાં આવી રહ્યું છે કે જે સમયે આરોપીએ આ ઘટનાને અંજામ આપ્યો તે સમયે તે નશામાં હતો. જોકે, પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. પોલીસે જણાવ્યું કે કિશોરનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું છે.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Delhi Crime, Dog, Video viral

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन