Home /News /national-international /

VIDEO : જબલપુર રેલવે સ્ટેશન પર પોલીસકર્મીએ વૃદ્ધને નિર્દયતાથી માર માર્યો, થયો સસ્પેન્ડ

VIDEO : જબલપુર રેલવે સ્ટેશન પર પોલીસકર્મીએ વૃદ્ધને નિર્દયતાથી માર માર્યો, થયો સસ્પેન્ડ

જબલપુર રેલવે સ્ટેશન વીડિયો વાયરલ

Jabalpur Railway Station : વીડિયો વાયરલ (Video Viral) થયા બાદ રેલવે પોલીસે તપાસ શરૂ કરી અને માહિતી મળી કે, કોન્સ્ટેબલ રીવાનો રહેવાસી છે. ઘટનાના દિવસે તે જબલપુરથી રીવા જઈ રહ્યો હતો.

    જબલપુર : મધ્યપ્રદેશ (Madhya Pradesh) ના જબલપુર રેલવે સ્ટેશન (Jabalpur Railway Station) પર એક વૃદ્ધને માર મારવાના આરોપી પોલીસ કોન્સ્ટેબલ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વાસ્તવમાં રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર કોન્સ્ટેબલ દ્વારા એક વૃદ્ધ વ્યક્તિને નિર્દયતાથી મારપીટ કરવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો વાયરલ થયા બાદ રેલવે પ્રશાસનમાં ખળભળાટ મચી ગયો છે. આ ઘટના બુધવારે બની હતી. પ્રશ્ન એ ઊભો થયો કે, આખરે હુમલો કરનાર યુનિફોર્મધારી યુવક કોણ છે અને આ વીડિયો કયા પ્લેટફોર્મનો છે.

    જ્યારે આ વિડિયો વિશે જાણકારી મળી ત્યારે જબલપુર રેલવે પ્લેટફોર્મ નંબર-5નો મામલો સામે આવ્યો. મળતી માહિતી મુજબ, કોન્સ્ટેબલ દ્વારા વૃદ્ધ પર મારપીટ કરવાનો આ વીડિયો 27 જુલાઈનો છે, જ્યારે બપોરે રેલવે પ્લેટફોર્મ પર એક વૃદ્ધને કોન્સ્ટેબલે નિર્દયતાથી માર માર્યો હતો.



    આરોપી કોન્સ્ટેબલ સસ્પેન્ડ

    વીડિયો વાયરલ થયા બાદ રેલવે પોલીસે તપાસ શરૂ કરી અને માહિતી મળી કે, કોન્સ્ટેબલ રીવાનો રહેવાસી છે. ઘટનાના દિવસે તે જબલપુરથી રીવા જઈ રહ્યો હતો. જીઆરપી સ્ટેશન ઈન્ચાર્જે જણાવ્યું કે, પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું છે કે, કોન્સ્ટેબલ જેની સાથે મારપીટ કરી રહ્યો છે તે વ્યક્તિ દારૂના નશામાં પ્લેટફોર્મ પર મુસાફરો સાથે ગેરવર્તન કરી રહ્યો હતો. જ્યારે કોન્સ્ટેબલે તે વ્યક્તિને રોક્યો તો નશામાં ધૂત યુવક પોતે કોન્સ્ટેબલ સાથે ભીડાઈ ગયો.

    આ પણ વાંચોMurder : કેનાલમાં મળી પરિણીતાની લાશ, સાસરિયાએ દહેજને લીધે માર માર્યો, હેરાન કરી અને પતાવી દીધી

    આ પછી કોન્સ્ટેબલે તેની સાથે મારપીટ કરી હતી. જોકે, પોલીસનું કહેવું છે કે, આ મામલે કોન્સ્ટેબલની પૂછપરછ કરવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. આટલું જ નહીં, મામલો વધતો જોઈને, જ્યારે કોન્સ્ટેબલ રીવાનો હોવાની પુષ્ટિ થઈ, ત્યારે પોલીસે તેની તાત્કાલિક નોંધ લીધી અને તેની સામે કાર્યવાહી કરી. મળતી માહિતી મુજબ, રીવા એસપીએ મારપીટ કરનાર પોલીસ કોન્સ્ટેબલ અનંત શર્માને તાત્કાલિક સસ્પેન્ડ કરી દીધા છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Madhya pradesh, Madhya pradesh news

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन