Home /News /national-international /

Kashi Vishwanath Dham: જ્યારે બનારસની ગલીમાં કાફલો રોકીને વૃદ્ધ પાસે PM મોદીએ બંધાવી પાઘડી, જુઓ Video

Kashi Vishwanath Dham: જ્યારે બનારસની ગલીમાં કાફલો રોકીને વૃદ્ધ પાસે PM મોદીએ બંધાવી પાઘડી, જુઓ Video

રે બનારસની ગલીમાં કાફલો રોકીને વૃદ્ધ પાસે PM મોદીએ બંધાવી પાઘડી

Kashi Vishwanath Corridor : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ કાશી વિશ્વનાથ કોરિડોરનું લોકાપર્ણ કર્યું

    વારાણસી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે એટલે કે સોમવારે પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીના (varanasi)પ્રવાસ પર છે. આ દરમિયાન તેમણે કાશી વિશ્વનાથ કોરિડોરનું (Kashi Vishwanath Corridor)લોકાપર્ણ કર્યું છે. પીએમ મોદીએ કાશીના (Kashi)કોતવાલના કાલ ભૈરવ જી ના દર્શન પણ કર્યા હતા. સાથે ગંગામાં ડુબકી લગાવી હતી. આ દરમિયાન પીએમ મોદીને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

    પીએમ મોદીના આ કાશી પ્રવાસનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં તેમનો કાફલો કાશીની એક ગલીમાંથી પસાર થઇ રહ્યો છે. આ દરમિયાન લોકોએ રસ્તા પર તેમના કાફલા પર ફૂલ વરસાવ્યા હતા. લોકો ‘મોદી-મોદી’ના નારા લગાવી રહ્યા હતા. જ્યારે ‘હર-હર મહાદેવ’ પણ દરેક સ્થળે ગુંજી રહ્યું હતું. મોટી સંખ્યામાં લોકો પીએમના સ્વાગત માટે ઉભેલા જોવા મળ્યા હતા.

    વીડિયોમાં જોવા મળે છે કે પીએમ મોદીનો કાફલો આગળ વધતો હતો તે દરમિયાન એક વૃદ્ધ વ્યક્તિ ભગવા પોશાકમાં ઉભેલો હતો. આ વ્યક્તિના હાથમાં કેસરિયા રંગની પાઘડી હતી. તે પોતાના હાથથી પીએમ મોદીને આ પાઘડી પહેરાવા માંગતો હતો. જોકે સુરક્ષાના કારણોસર સુરક્ષાકર્મીઓએ રોકી દીધા હતા.

    આ પણ વાંચો - Kashi Vishwanath Dham: નિર્માણ માટે જ્ઞાનવાપી મસ્જિદની 1700 ફૂટ જમીન લેવાઈ, ખૂબ જૂનો છે આ વિવાદ

    આ દરમિયાન પીએમ મોદીની તે તરફ નજર પડી હતી. તેમણે પોતાનો કાફલો રોકી દીધો હતો. આ દરમિયાન તે વ્યક્તિ આગળ આવ્યા હતા અને પોતાની હાથથી પીએમનેપાઘડી પહેરાવી હતી. પીએમ મોદીએ આ દરમિયાન હાથ જોડીને તેમનું અભિવાદન કર્યું હતું. આ વીડિયો ઘણો ચર્ચામાં જોવા મળી રહ્યો છે.



    વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ઘાટન કરીને પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, “હું બાબા સાથે શહેર કોટવાલ કાલભૈરવજીના દર્શન કરીને આવ્યો છું. હું દેશવાસીઓ માટે તેમના આશીર્વાદ લઈને આવી રહ્યો છું. કાશીમાં કંઈ ખાસ, કંઈ નવું હોય, તે તેમને પૂછવું જરૂરી છે. હું કાશીના કોટવાલના ચરણોમાં નમન કરું છું. પીએમ મોદીએ કહ્યું, 'કાશી શબ્દોની વાત નથી, લાગણીની રચના છે. કાશી તે છે - જ્યાં જાગૃતિ એ જ જીવન છે! કાશી એ છે - જ્યાં મૃત્યુ પણ મંગળ છે! કાશી તે છે - જ્યાં સત્ય સંસ્કાર છે. કાશી એ છે જ્યાં પ્રેમની પરંપરા છે.

    આ પણ વાંચો - Kashi Vishwanath: હજારો વર્ષ જૂનો છે કાશી વિશ્વનાથ મંદિરનો ઇતિહાસ, વાંચો મંદિર બનવા અને તૂટવાની રસપ્રદ કહાની

    મોદીએ સંબોધન કરતાં કહ્યું કે, આજે વિશ્વનાથ ધામ અનંત ઉર્જાથી ભરેલું છે. આ ભવ્ય મંદિરની વિશેષતા આકાશને સ્પર્શી રહી છે. મોદીએ કહ્યું કે બાબા તેમના ભક્તોની સદીઓની સેવાથી ખુશ થયા છે માટે તેમણે આજના દિવસે આપણને આશીર્વાદ આપ્યા છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Kashi, Kashi Vishwanath Corridor, Kashi vishwanath mandir, નરેન્દ્ર મોદી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन