Home /News /national-international /Video: સોશિયલ મીડિયામાં વાયરલ થયો આ ટીચરનો વીડિયો, કેમેરા સામે હકીકત જણાવી

Video: સોશિયલ મીડિયામાં વાયરલ થયો આ ટીચરનો વીડિયો, કેમેરા સામે હકીકત જણાવી

આ ટીચરનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો

Teacher Student Viral Video: આ વીડિયો જોયાં પછી કેટલાય લોકો તેમના સ્કૂલોના દિવસો યાદ કરી રહ્યા છે કે, તેમના સમયમાં આવા ટીચર ન હતા. પરંતુ તેમને તો ગુસ્સાવાળા અને કડક શિક્ષકો જ મળતા હતા.

    નવી દિલ્હીઃ હાલમાં જ સોશિયલ મીડિયા પર એક ક્લાસ રૂમનો વીડિયો વાયરલ થયો છે. જેમાં એક નાનો બાળક તોફાન ન કરવાનું વચન આપતા તેની સ્કૂલ ટીચર પાસે ક્ષમા માંગે છે અને તેમને સમજાવવાનો પ્રયાસ કરે છે. આ વીડિયો જોયાં પછી કેટલાંય લોકો તેમના સ્કૂલોના દિવસો યાદ કરી રહ્યા છે કે, તેમના સમયમાં આવા ટીચર ન હતા. પરંતુ તેમને તો ગુસ્સાવાળા અને કડક શિક્ષકો જ મળતા હતા. વાયરલ વીડિયોમાં એક નાનો બાળક બહું જ ભોળપણથી તેની સ્કૂલ ટીચર પાસે માફી માંગતા નારાજ ટીચરને સમજાવવા પ્રયત્ન કરતો દેખાઈ રહ્યો છે.

    આ વાયરલ વીડિયો બિહાર નહી પરંતુ પ્રયાગરાજનો 


    વીડિયોમાં જોઈ શકાય છે કે, એક ક્લાસરૂમમાં ટીચર વિદ્યાર્થીને કહે છે કે, ‘હું તારી જોડે વાત નહી કરું, તું વારંવાર આવું કરે છે.’ જેના પર બાળક ક્ષમા માંગતા કહે છે કે, ‘હવેથી આવું નહીં કરું.’ પરંતુ એક સવાલ બધાના મનમાં છે કે આ વીડિયો ક્યાંનો છે અને આ ટીચર કોણ છે? આ વીડિયોને સૌથી પહેલાં ‘છપરા જિલ્લા’ના નામના એક ટ્વીટર હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યો હતો, જે બાદ ઘણા લોકોએ માની લીધું કે, આ બિહારના છપરા જિલ્લાની સ્કૂલનો વીડિયો હશે. પરંતુ તે સાચું નથી.

    આ પણ વાંચોઃ વાંદરાનો શાળાએ જતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

    ટીચરનું નામ વિશાખા ત્રિપાઠી


    જ્યારે વાયરલ વીડિયો વિશે સત્ય જાણવાનો પ્રયાસ કર્યો, ત્યારે જાણ થઈ કે આ વીડિયો બિહારના છપરાનો નહી, પરંતુ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજના નેનીમાં આવેલા ઈન્સ્ટીટ્યૂટનો છે અને વાયરલ વીડિયોમાં જોવા મળતી ટીચરનું નામ વિશાખા ત્રિપાઠી છે. જેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અન્ય બાળકો સાથેના મજેદાર વીડિયો પણ મળ્યા છે. તેમણે આ વીડિયોને 3 સપ્ટેમ્બરે શેર કર્યો હતો. વિશાખા ત્રિપાઠી પ્રયાગરાજમાં શેઠ આનંદરામ જયપુરિયા સ્કૂલમાં ભણાવે છે.



    આ પણ વાંચોઃ શિંગડાવાળા સાપનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

    ટીચરે જણાવ્યું કે શું થયુ હતું તે દિવસે


    વાયરલ વીડિયોની ટીચર વિશાખા ત્રિપાઠીએ સમગ્ર કિસ્સા વિશે કહ્યું કે, તે દિવસે શું થયું હતું. તેમનું કહેવુ છે કે, બાળકો કેટલીય વાર ભૂલ કરે છે. પરંતુ આપણે તેમને પ્રેમથી સમજાવીએ તો તે માની જાય છે. કેટલીયવાર શિક્ષકો આ બાળકો પર ગુસ્સે થઈ જાય છે અને મારે પણ છે, પરંતુ આપણે તે ટાળવું જોઈએ. તેમને પ્રેમથી સમજાવવા જોઈએ.
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Instagram video, Video viral, ઉત્તર પ્રદેશ

    विज्ञापन
    विज्ञापन