લંડનઃ બ્રિટન (Britain) ની મહારાણી એલિઝાબેથના મોટા દીકરા પ્રિન્સ ચાર્લ્સ (Prince Charles) પણ કોરોના (Coronavirus) સંક્રમણ પીડિત હોવાનું બહાર આવ્યું છે. તેઓ હાલ સ્કોટલેન્ડમાં સેલ્ફ આઇસોલેશનમાં છે અને ત્યાં જ તેમની સારવાર પણ ચાલી રહી છે. જોકે, પ્રિનસ ચાર્લ્સના સંક્રમિત થયા બાદ તેમના દીકરા પ્રિન્સ વિલિયમ (Prince William) પણ સોશિયલ મીડિયા (Social Media) પર ટ્રોલ થવાના શરૂ થઈ ગયા છે. વિલિયમે એક પત્રકાર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે કોરોનાને માત્ર ઉધરસ ગણાવતા કોરોના પીડિતોને ડ્રામેબાજ પણ કહી દીધા હતા.
પ્રિન્સ વિલિયમે ઉડાવી હતી મજાક
મૂળે, થોડા દિવસો પહેલા આયરલેન્ડમાં ઓફિશિયલ પ્રવાસે પહોંચેલા વિલિયમે કોરોના પીડિતો માટે કામ કરી રહેલા ઇમરજન્સી વર્કર્સ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમને સવાલ પૂછવામાં આવ્યો હતો કે કોરોના સંક્રમણને આટલું મહત્વ નથી આપવામાં આવી રહ્યું જેટલું આ મામલાને મળવું જોઈએ? તેના જવાબમાં વિલિયમે કહ્યું હતું કે, તમામને લાગી રહ્યું છે કે તેમને કોરોના વાયરસ થઈ ગયો છે અને હવે તેઓ મરવાના છે અને મને લાગે છે કે એવું નથી, તમને માત્ર કફ (ઉધરસ) છે.
વિલિયમ માત્ર આટલેથી ન અટક્યા પરંતુ તેઓએ વધુમાં કહ્યું કે, કોરોના વાયરસને લઈને જે થઈ રહ્યું છે તે ઘણું ડ્રામેટિક છે. તેને મીડિયા પણ વધારીને રજૂ કરી રહ્યું છે. વિલિયમે મજાકમાં એમ પણ કહ્યું હતું કે હું અને મારી પત્ની તો કોરોના સંક્રમણ ફેલાવા જ આયરલેન્ડ આવ્યા છીએ. જોકે અમે તેની પર નજર રાખી રહ્યા છીએ અને અમને ખબર છે કે તેને ફેલાવાથી ક્યારે રોકવાનો છે. આ વીડિયોને રોયલ પરિવારની યૂટ્યૂબ ચેનલ ઉપર પણ 4 માર્ચે અપલોડ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો, બ્રિટનની મહારાણી સુધી પહોંચ્યો કોરોનાનો ખતરો, તકેદારીના ભાગરૂપે બીજા મહેલ મોકલાયા
પ્રિન્સ ચાર્લ્સ બુધવારે કોરોના પોઝોટિવ જાહેર થયા
નોંધનીય છે કે, 71 વર્ષીય ચાર્લ્સ બ્રિટિશ રાજગાદીના ઉત્તરાધિકારીના ક્રમમાં પહેલા નંબરે છે. બિકંઘમ પેલેસ તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, પ્રિન્સ ઓફ વેલ્સ કોરોના વાયરસ પોઝિટિવ પુરવાર થયા છે. તેમનામાં કોરોનાના આંશિક લક્ષણ જોવા મળ્યા છે જોકે તેમનું સ્વાસ્થ્ય ઠીક છે અને આવનારા દિવસો સુધી તેઓ ઘરેથી જ કામ કરી રહ્યા છે. પ્રિન્સ ચાર્લ્સની પત્ની ડચેસ ઓફ કાર્નવાલ કેમિલાનો પણ કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો છે, જોકે તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
આ પણ વાંચો, કોરોનાઃ શું વ્લાદિમીર પુતિને લોકોને ઘરમાં રહેવા મજબૂર કરવા છોડી દીધા છે 800 વાઘ અને સિંહ?