Home /News /national-international /ગરીબોની મશ્કરી: 8 રૂપિયામાં ભરપેટ ભોજન આપવાની સરકારી સ્કીમનો ફિયાસ્કો, ડૂક્કર ચાટી રહ્યા છે પ્લેટો

ગરીબોની મશ્કરી: 8 રૂપિયામાં ભરપેટ ભોજન આપવાની સરકારી સ્કીમનો ફિયાસ્કો, ડૂક્કર ચાટી રહ્યા છે પ્લેટો

રાજસ્થાનમાં ઈંદિરા રસોઈ સ્કીમની હકીકત સામે આવી

રાજસ્થાનના લોકોને ફક્ત આઠ રૂપિયામાં ભોજન આપતા ઈંદિરા રસોઈ યોજના ચલાવામાં આવી રહી છે. યોજના અંતર્ગત પિરસવામાં આવેલી ભોજનની થાળીઓ ડુક્કર સાફ કરતા દેખાઈ રહ્યા છે.

    ભરતપુર: રાજસ્થાનના લોકોને ફક્ત આઠ રૂપિયામાં ભોજન આપતા ઈંદિરા રસોઈ યોજના ચલાવામાં આવી રહી છે. યોજના અંતર્ગત પિરસવામાં આવેલી ભોજનની થાળીઓ ડુક્કર સાફ કરતા દેખાઈ રહ્યા છે. આ મામલો એમએસજે કોલેજ ભરતપુરથી સામે આવ્યો છે.

    આ પણ વાંચો: ભારે કરી! રાજસ્થાનની સૌથી મોટી સેશન કોર્ટની જેલમાં 5 મોટી સુરંગ મળી આવી, પોલીસ બેડામાં હડકંપ મચ્યો

    સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં ઈંદિરા રસોઈની સામે ખાવાના વાસણો મુકેલા હતા. જેમણે ડુક્કર ચાટી ચાટીને સાફ કરતા દેખાઈ રહ્યા છે. ઈંદિરા રસોઈ યોજના રાજસ્થાનમાં સીએમ અશોક ગહેલોતે લોન્ચ કરી હતી. યોજના અંતર્ગત 25 ઈંદિરા રસોઈ સંચાલન માટે 100 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. ડુક્કર દ્વારા થાળી સાફ કરવાનો વીડિયો વાયરલ થયા બાદ ભરતપુર નગર નિગમના કોન્ટ્રાક્ટરને તાત્કાલિક હટાવી દેવામાં આવ્યા હતા, અને નોટિસ ફટકારી હતી.


    આઠ રૂપિયામાં થાળી અને સ્વચ્છતાનો દાવો


    રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ઓગસ્ટ 2020માં કોઈ ભૂખ્યો ન સુવે અભિયાન અંતર્ગત ઈંદિરા રસોઈ યોજના શરુ કરી હતી. આ યોજના ભાજપ સરકારની અન્નપૂર્ણ રસોઈ યોજના બંધ કરીને શરુ કરી હતી. આ રાજ્યમાં 213 નગર નિગમમાં 358 રસોઈ સાથે શરુ કરી હતી. ઈંદિરા રસોઈમાં 8 રૂપિયામાં ભરપેટ ખાવાનું આપવામાં આવ્યું હતું. થાળીમાં મુખ્યત્વે દાળ, રોટલી, શાક અને અથાણું આપવામાં આવે છે. રાજસ્થાન સરકાર, દરેક થાળી પર 17 રૂપિયાની સબ્સિડી આપે છે. અને આ થાળી 8 રૂપિયામાં પડે છે. સરકારે જ્યારે આ યોજના શરુ કરી હતી, ત્યારે સ્વચ્છતાના મોટા મોટા વાયદા કર્યા હતા. પણ હાલમાં જે તસ્વીર સામે આવી છે, તેનાથી સરકારની પોલ ખુલી ગઈ છે.
    Published by:Pravin Makwana
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन