Home /News /national-international /

VIDEO: નવી મુંબઈમાં ભારે વરસાદ, ખારઘરની પહાડી ઉપર ફસાયેલા 120 લોકોનું દિલધડક રેસ્ક્યૂ

VIDEO: નવી મુંબઈમાં ભારે વરસાદ, ખારઘરની પહાડી ઉપર ફસાયેલા 120 લોકોનું દિલધડક રેસ્ક્યૂ

Mumbai Rains: નવી મુંબઈમાં 78 મહિલાઓ સહિત 120 લોકોનું દિલધડક રેસ્ક્યૂ, ખારઘરના ફાયર ફાઇટર્સે જીવના જોખમે બચાવ્યા

Mumbai Rains: નવી મુંબઈમાં 78 મહિલાઓ સહિત 120 લોકોનું દિલધડક રેસ્ક્યૂ, ખારઘરના ફાયર ફાઇટર્સે જીવના જોખમે બચાવ્યા

    મુંબઈ. મહારાષ્ટ્ર (Maharashtra) ઉપરાંત રાજ્યના પાટનગર મુંબઈ (Mumbai Rains)માં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. તેના કારણે અનેક સ્થળે જળબંબાકારના દૃશ્યો જોવા મળી રહ્યા છે. સાથોસાથ વરસાદના કારણે શહેરમાં અલગ-અલગ સ્થળે થયેલી દુર્ઘટનાઓમાં લગભગ 31 લોકોનાં મોત પણ થયા છે. નવી મુંબઈ (Navi Mumbai)માં પણ ભારે વરસાદ પડ્યો છે. નવી મુંબઈની ખારઘર (Kharghar)ની પહાડીનો એક વીડિયો સામે આવ્યો છે. તેમાં મોટી સંખ્યામાં લોકો પહાડી પર ફસાયેલા જોવા મળી રહ્યા છે.

    વીડિયોમાં જોઈ શકાય છે કે, ખારઘરની પહાડી પર ફસાયેલા લોકોને બચાવવા માટે ફાયર ફાઇટર્સ (Kharghar Fire Station) રેસ્યૂસe ઓપરેશન (Navi Mumbai Rescue Operation) ચલાવી રહ્યા છે. આ દરમિયાન 120 લોકોને બચાવી લેવાયા, જેમાં 78 મહિલાઓનો પણ સમાવેશ થાય છે.

    ફાયર ફાઇટર વિભાગ મુજબ, આ તમામ 120 લોકોને ખારઘરની પહાડીઓના અલગ-અલગ સ્થળેથી બચાવવામાં આવ્યા છે. ફાયર ફાઇટર્સે જણાવ્યું કે, ફાયર સ્ટેશનમાં તેમને લોકોની મદદ માટે ફોન આવ્યો હતો. ત્યારબાદ તેમને બચાવ માટે અભિયાન ચલાવ્યું.

    આ વીડિયોમાં જોઈ શકાય છે કે ફાયર ફાઇટર્સ વિસ્તારમાં ફસાયેલા લોકોને સીડીના સહારે પહાડી રસ્તો પાર કરીને બચાવી રહ્યા છે. નીચે ખૂબ જ પાણીનું ખૂબ જ તેજ વહેણ છે.

    આ પણ જુઓ, Mumbai Rains: મહારાષ્ટ્રમાં આફતનો વરસાદ, મુંબઈની ખતરનાક સ્થિતિ દર્શાવી રહ્યા છે આ VIDEOS

    પોલીસે આ સંબંધમાં જાણકારી આપી છે કે રવિવાર બપોરથી વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો હતો. તેના કારણે ત્યાંના નાળામાં પાણીનું વહેણ તેજ થઈ ગયું. લોકોને બચાવવાનું આ અભિયાન સાંજે લગભગ પાંચ વાગ્યે શરૂ કરવામાં આવ્યું હતું અને બે કલાક સુધી ચાલ્યું હતું.

    આ પણ વાંચો, મોનસૂનમાં ટૂ-વ્હીલર અને ફોર-વ્હીલરના ટાયરની સંભાળ કેવી રીતે રાખશો? અહીં વાંચો તમામ ટિપ્સ

    મળતી જાણકારી મુજબ, આ તમામ લોકો નવી મુંબઈ અને મુંબઈના અલગ-અલગ સ્થળોથી અહીં આવ્યા હતા. આ તમામ લોકો દિવસ દરમિયાન નદી પાર કરીને પહાડીઓ પર ફરવા ગયા હતા અને ત્યાં ફરી રહ્યા હતા. ભારે વરસાદને કારણે નદીમાં પૂર જેવી સ્થિતિ ઊભી થઈ અને લોકો ત્યાં ફસાઈ ગયા હતા.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Flood, Kharghar, Maharashtra, Monsoon 2021, Mumbai Rains, Navi Mumbai, Rescue operation, Social media, વાયરલ વીડિયો

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन