Home /News /national-international /માતાની ક્રૂરતાનો live vieo!બંને હાથેથી પુત્રને બેરહેમીથી મારવા લાગી, પતિએ પત્નીની કરતૂતનો બનાવ્યો video

માતાની ક્રૂરતાનો live vieo!બંને હાથેથી પુત્રને બેરહેમીથી મારવા લાગી, પતિએ પત્નીની કરતૂતનો બનાવ્યો video

વીડિયો પરથી તસવીર

delhi viral video: સીસીટીવી ફૂટેજમાં (cctv footage) મહિલા પોતાના ઘરે પોતાના બે નાના (woman beats her kids) ભાલકોને બેરહેમીથી મારી રહી છે. મહિલા આયોગે વીડિયોના (video) આધારે દિલ્હી પોલીસને (delhi police) મહિલા સામે કડક કાર્યવાહી કરવા માટે આદેશ આપ્યો હતો.

વધુ જુઓ ...
નવી દિલ્હીઃ દિલ્હી મહિલા આયોગે (Delhi Commission for Women)બુધવારે એક સીસીટીવી ફૂટેજને (CCTV Footage-Video) ધ્યાનમાં લઈને દિલ્હી પોલીસને (Delhi Police) એક મહિલા સામે ફરિયાદ નોંધવા માટે નોટિસ ઈશ્યૂ (Notice issue) કરી છે. સીસીટીવી ફૂટેજમાં મહિલા પોતાના ઘરે પોતાના બે નાના ભાલકોને બેરહેમીથી મારી રહી છે. મહિલા આયોગે વીડિયોના આધારે દિલ્હી પોલીસને મહિલા સામે કડક કાર્યવાહી કરવા માટે આદેશ આપ્યો હતો.

સીસીટીવી ફૂટેજનો વીડિયો મહિલાના પતિએ દિલ્હી મહિલા આયોગને આપ્યો હતો, જેમાં તેની પત્ની તેના 8 વર્ષના અને 2 વર્ષના માસૂમ બાળકોને નિર્દયતાથી મારી રહી છે. વીડિયોમાં એવું પણ જોવા મળી રહ્યું છે કે તે મહિલાની 57 વર્ષીય સાસુ બાળકોને મારવાથી બચાવવાનો પ્રયાસ કરી રહી છે.

પરંતુ તેમ છતાં તેની પત્ની બાળકોને બેરહેમીથી માર મારી રહી છે. આ સાથે મહિલાના પતિએ કમિશનને એક વીડિયો પણ આપ્યો છે, જેમાં તેની પત્ની તેની માતા સાથે દુર્વ્યવહાર કરતી જોવા મળી રહી છે. તેણે એવો પણ આરોપ લગાવ્યો છે કે તેની પત્નીએ તેની માતાને એક નહીં પરંતુ અનેક વખત મારી નાખવાની ધમકી આપી હતી.

આ પણ વાંચોઃ-જૂનાગઢઃ કેશોદમાં જીમ સંચાલક યુવકનો આપઘાત, સુસાઈડ નોટ વાંચીને આંખમાંથી આવી જશે આસું

બાળકોએ હુમલાની પુષ્ટિ કરી
મહિલા આયોગની ટીમે પીડિતાના નાના બાળકો સાથે પણ વાતચીત કરી હતી અને બાળકોએ પુષ્ટિ કરી હતી કે તેમની માતા તેમને આટલી ક્રૂરતાથી મારતી હોય છે અને તેમના પિતાએ તેમના પર કે તેમની માતા પર ક્યારેય હાથ ઉપાડ્યો નથી. નાના બાળકો સાથે થઈ રહેલા હિંસક વર્તનથી મહિલા આયોગ ચોંકી ઉઠ્યું હતું અને તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આયોગે આ બાબતની તાત્કાલિક નોંધ લઈને નોટિસ જારી કરી છે.

આ પણ વાંચોઃ-કમકમાટી ભરી ઘટના! મામી-ભાણીની હત્યા, બંને અર્ધનગ્ન હાલતમાં મળ્યા, બંનેના કપડા હતા અસ્ત-વ્યસ્ત

દિલ્હી મહિલા આયોગે પોલીસ પાસેથી કાર્યવાહીનો રિપોર્ટ માંગ્યો
દિલ્હી મહિલા આયોગે દિલ્હી પોલીસને આ મામલે તાત્કાલિક એફઆઈઆર નોંધવા માટે નોટિસ પાઠવી છે. આ સાથે આરોપી મહિલાની ધરપકડની પણ માંગ કરવામાં આવી છે. આયોગે દિલ્હી પોલીસ પાસેથી બાળકોને બાળ કલ્યાણ સમિતિ સમક્ષ રજૂ કરવા અને 8 નવેમ્બર સુધીમાં બાળકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે એકશન ટેકન રિપોર્ટ (ATR) માંગ્યો છે.

" isDesktop="true" id="1148545" >

દિલ્હી પોલીસ કેસમાં કડક કાર્યવાહી
દિલ્હી મહિલા આયોગના વડા સ્વાતિ માલીવાલે જણાવ્યું હતું કે, "હું CCTV ફૂટેજમાં નિર્દયતા જોઈને ખૂબ જ નિરાશ છું કે જેમાં એક મહિલા તેના જ નાના બાળકોને માર મારી રહી છે. એ બાળકોનું શું થયું હશે? મહિલાનું આવું ક્રૂર વર્તન કોઈ પણ સંજોગોમાં અને કોઈપણ રીતે યોગ્ય નથી અને બાળકો સાથે કરવામાં આવી રહેલી ક્રૂરતા દર્શાવે છે. મને આશા છે કે દિલ્હી પોલીસ આ મામલે કડક કાર્યવાહી કરશે અને બાળકોની સુરક્ષા અને સુખાકારી સુનિશ્ચિત કરશે."
First published:

Tags: Delhi News, Delhi Police Commissioner, Latest viral video